ગદ્યસુર

ગુજરાતનું પહેલું અંદાજપત્ર

July 25, 2007 · 2 Comments

તારીખ - 23 - જુન - 1960

સ્થળ - કામચલાઉ વીધાનસભા, અમદાવાદ

મુખ્ય પ્રધાન/ નાણાં પ્રધાન - ડો. જીવરાજ મહેતા

————————————————————

         લાકડીનો ટેકો અને આજુબાજુ બે ડોકટરો સાથે 74 વર્શના મુખ્ય પ્રધાન વીધાનસભામાં પ્રવેશે છે. રોજ તેમના પ્રીય ધોતીયાના સ્થાને પાટલુન પહેરવું પડ્યું છે. સચીવાલયમાં યુવાનને શરમાવે તેવી ધસમસતી ચાલને બદલે તાવથી ધગધગતી અને લથડતી કાયા છે. 45 મીનીટ ભાશણ કરી પહેલું અંદાજપત્ર રજુ કરે છે.

     પાછા વળતાં ચાલવાની હામ નથી.  પત્ની શ્રીમતી હંસાબેન અને ડોક્ટરોના સહારે વીધાનસભાની બહાર રાખેલી વ્હીલચેર સુધી માંડ પહોંચે છે, અને ઢગલો થઇને તેમાં ઢળી પડે છે.

——————————————————————

     આ હતી એ પ્રખર ગાંધીવાદી, સક્ષમ વહીવટકર્તા અને ધ્યેયલક્ષી અને સાધનશુધ્ધીના આગ્રહી વ્યક્તીની કર્તવ્યનીશ્ઠા. આજે એકવીસમી સદીમાં અનેક સુવીધાઓ છે, પણ એ કર્તવ્યનીશ્ઠા ક્યાં?

Categories: અવનવું