1916માં જન્મેલા કાનનદેવી લગ્નબહારનું સંતાન હતાં.
તેમની આત્મકથા ‘ સર્વને મારા નમસ્કાર’માં ( અનુ. ચન્દ્રકાન્ત મહેતા) તેમણે તેમના જીવનની કોઇ પણ બાબત ( ઉપરની સમેત ) ગોપીત રાખી નથી. આખા પુસ્તકમાં કોઇ જ આપવડાઇભર્યા પ્રસંગો નથી કે એક વાર પણ તેમણે આત્મશ્લાઘા કરી નથી. બાલ્યાવસ્થા કારમી ગરીબીમાં પસાર થઇ. 1976માં ફીલ્મજગતનું સર્વોચ્ચ સન્માન - દાદાસાહેબ ફાળકે એવોર્ડ તેમને મળ્યો હતો. નીબીડ દુર્ગન્ધ અને અંધકારથી ભરેલા જીવનમાંથી યશ અને કીર્તીની ચમક ધમક ભરેલી દુનીયામાં તે પહોંચી શક્યા હતા.
કાનનબાલામાંથી કાનનદેવી બનવાની યાત્રા તેમના આંતરમનની સંવેદનાને પણ ઉજાગર કરે છે.
સાભાર - રજનીકુમાર પંડ્યા ( અરધી સદીની વાચનયાત્રા - ભાગ-1 પાન- 289 )