ગદ્યસુર

મહેન્દ્ર મેઘાણી સાથે એક મુલાકાત

July 30, 2007 · 1 Comment

      સત્વશીલ વાંચન, સંપાદન અને પ્રસાર જ જેમનો જીવનધર્મ રહ્યો છે તેવા, વીનમ્ર અને વયોવૃધ્ધ શ્રી. મહેન્દ્ર મેઘાણીને સાંભળવાનો સુઅવસર સાંપડ્યો -  28 જુલાઇ - 2007 , હ્યુસ્ટન ખાતે , શ્રીમતી સરયુબેન પરીખના ઘેર. તેમણે શ્રી. રવીન્દ્રનાથ ઠાકુરની રચનાઓના કેટલાક અનુવાદ અને શ્રી.  ઝવેરચંદ મેઘાણીના કેટલાક લખાણોનું મનનીય અને રોચક વાંચન કર્યું હતું.

     તેમની વીનમ્રતાનું એક ઉદાહરણ -

     એક શ્રોતાનો પ્રશ્ન ” શ્રી. ઝવેરચંદ મેઘાણીનું તમારા જીવનમાં એક પીતા અને સાહીત્યકાર તરીકે શું પ્રદાન રહ્યું?   

     તેમનો જવાબ ” ઘડો તો છલોછલ ભરેલો હોય , પણ આપણી હથેળીમાં આપણે કેટલું લઇ શકીએ તે તો આપણી પાત્રતા પર જ આધાર રાખે ને? “

     જે ખરેખર ઉંચાઇએ પહોંચેલા હોય છે તે આટલા વીનમ્ર હોય છે, તેનો બહુ જ યાદગાર સ્વાનુભવ  થયો.

તેમના જીવન વીશે વાંચો.

Categories: સ્વાનુભવ

1 response so far ↓

  • Jugalkishor // July 30, 2007 at 7:59 pm

    આવું અને આટલું ગુજરાતી પીરસનાર વ્યક્તી ગુજરાતમાં નથી. વાંચ્યું તો ઘણાંએ હશે; બલકે એમનાથી વધુ વાંચનારાં પણ હશે પરંતુ એમણે જે વાંચ્યું તેમાંથી તારવણી કરી કરીને જે બધું પીરસી દીધું તે અનન્ય છે. આવા ગુજરાતીઓ આપણી સાચી મુડી છે.

    એમણે કરેલા લીપીપ્રયોગોએ એમને અપયશ પણ અપાવ્યો પરંતુ એમની ભાષાનીષ્ઠાને કોઈએ અવગણી નહીં. આવા ભાષાપુરુષને તમે મળી આવ્યા એ એક લાભ થયો. તમારું સારસ્વત પરીચયનું કાર્ય કદાચ ધીમું પડે પણ અટકે નહીં તેવી આશા આ અવસરે પ્રગટ કરું છું.

Leave a Comment