ગદ્યસુર

કારની ચાવી

July 31, 2007 · 7 Comments

        સવારના દસેક વાગ્યા હશે. હું એક ભારતીય ગ્રોસરી સ્ટોરના પાર્કીંગમાં સ્ટોર ખુલવાની રાહ જોઇને બેઠો હતો. ગાડીમાં બેસીને મારા ગમતા પુસ્તક  ‘વીણેલાં ફુલ’  ના એક ભાગની વાર્તા વાંચી રહ્યો હતો. વાર્તા બહુ જ કરુણ હતી. સમાજના કહેવાતા ઉજળીયાત અને ઉચ્ચ લોકોની લઘુતાનું વર્ણન હતું. અને સામાજીક રીતે સાવ નાના માણસની માણસાઇ ઉજાગર થતી હતી.

       વાર્તાના કથાવસ્તુથી મન ક્ષુબ્ધ થઇ ગયું હતું. ત્યાં મેં સ્ટોરના બારણે બે ત્રણ લોકોની હીલચાલ જોઇ. હવે સ્ટોર ખુલશે એ આશાએ મેં ગાડીનું બારણું લોક કર્યું અને સ્ટોર તરફ જવા નીકળ્યો. તરત જ ખબર પડી કે ચાવી તો ગાડીની અંદર જ રહી ગઇ હતી. બધા બારણા ખટખટાવી જોયા. પણ બધા બરાબર બંધ હતા. મારું રહેઠાણ 26 માઇલ દુર હતું. હવે?    

     પેલા ઉભેલા ભાઇઓ પાસે પહોંચ્યો. મારી વીતક સમજાવી. તેમાંના એક, મેક્સીકોના ડેનીયલે કહ્યું ” ચીંતા ન કરો. કદાચ હું તમને મદદ કરી શકીશ.” બાજુના એક નાના સ્ટોરમાં જઇ કપડાં લટકાવવાનું હેન્ગર અમે લઇ આવ્યા. દ્સેક મીનીટની મથામણ બાદ ડેનીયલે ચાવી કાઢી આપી.

    કઇ રીતે ચાવી નીકળી તે અગત્યનું નથી, પણ ડેનીયલે અમારી વાતચીત દરમીયાન કહેલા શબ્દો મારા ચીત્તમાં વજ્રલેપ થઇ ગયા છે.

      ડેનીયલે અમેરીકન લશ્કરમાં કામ કરેલું હતું અને વીયેટનામ યુધ્ધની ભયાનકતાઓ અનુભવેલી હતી. તેણે કહ્યું હતું ” મુશ્કેલી તો જીવનમાં આવે. પણ એ વખતે કદી આશા ન છોડવી અને ધીરજ રાખવી. પરીસ્થીતી જ આપણને ઉકેલ બતાવી દેતી હોય છે -  આપણે આંખ અને કાન ખુલ્લા રાખીએ અને મનને વીક્ષુબ્ધ ન થવા દઇએ તો. “

Categories: અમેરીકા · સ્વાનુભવ

7 responses so far ↓

  • sunil shah // July 31, 2007 at 8:03 pm | Reply

    ડેનીયલે ખુબ સચોટ વાત કરી..પ્રેરણાદયી સ્વાનુભાવો લખી મોકલવા વાચકોને નીમંત્રો તો કેમ..? તેમાંથી મનને સ્પર્શે તેટલાં આ બ્લોગ પર મુકી શકાય.

  • Nilesh Vyas // July 31, 2007 at 11:22 pm | Reply

    સાચી વાત છે, ” મુશ્કેલી તો જીવનમાં આવે. પણ એ વખતે કદી આશા ન છોડવી અને ધીરજ રાખવી. પરીસ્થીતી જ આપણને ઉકેલ બતાવી દેતી હોય છે “, આવા ઘણા સ્વાનુભવ મને પણ થયેલા છે, મારુ અતિત ખુબ જ મુશ્કેલી થી ભરેલુ હતુ પણ મેં ક્યારેય આશા અને ધીરજ છોડી ન હતી, અને એટ્લે જ બધી જ મુશ્કેલી એકદમ શાંત ચિતે પાર કરેલી

  • uttam Gajjar // August 1, 2007 at 12:51 am | Reply

    અમેરીકામાં લગભગ દરેકને આવો અનુભવ થાય છે. અમને પણ આવો જ અનુભવ થયેલો. પણ પેલા મૅક્સીકનભાઈએ કહેલી વાત માત્ર સમજવા જેવી જ નહીં જીવનમાં ઉતારવા જેવી છે..ધન્યવાદ..ઉત્તમ અને મધુ..

  • Chiman Patel "CHAMAN" // August 1, 2007 at 7:02 am | Reply

    Good short story.
    Life is full of experiences so keep writing.
    One day you will have good collection to suprise you and us.
    Thanks for sharing.

    Chiman Patel “CHAMAN”

    P.S. Visit http://www.pustakalay.com to know me little more.

  • મગજના ડોક્ટર // August 1, 2007 at 8:13 am | Reply

    “મોત ને વિદાય”

    જીવન જીવતા મને તો સૌ મળ્યુ,
    મોત મળતા નારહેશે સ્વાસ,
    ઉગારોને બાળ,
    સમયની સાથ,
    ઓ મારા તાત રે!

    નિત્ય જોડીને મારા હાથ,
    કરું બધાં કામ,
    છતાં નથી હામ!
    શાને થાય હાર?
    કુટુંબી સાથ,
    સંસાર સાગરે.

    માયા કરતી બધે તકરાર રે,
    મદ મારે પ્રેમીજનને લાત,
    કાળો કકળાટ,
    ઉગારોને માત!
    સમયની સાથ રે.

    અશાંત આ સાગરમાં જીવું,
    મારI મનમાં ઘણો ગભરાટ,
    ના કોઈ સાથ,
    કોણ કરશે પાર?
    આ છેલ્લે સ્વાસ,
    ઉગારોને બાળ,સમયની સાથ રે.

    DEAR BHAI SURESH,

    I JUST POST THIS POEM IN THE “TULSIDAL”.THE SAME ‘POEM I JUST WROTE’, I AM submiting.
    NEVER GIVE UP FAITH.
    LIVE HERE AND NOW WITH THE MOTO YOU HAVE.
    OUR INNER SELF IS THE GUIDE-TRUST FOR ALL OF US.

  • Chirag Patel // August 1, 2007 at 12:26 pm | Reply

    Very true! I learned a very basic thing in Engineering: create your own tool with the resources available to you and break your barrier.

  • Satish Parikh // August 6, 2007 at 6:22 pm | Reply

    badhane vadgte ocche aanshe aava anubhavo thata hoy chhe ke thashe parntu te samaye chit kabuma kem rakhvu e mexican ni vaat parthi samjai jay chhe.
    thanks for sharing

Leave a Comment