હમણાં ઈતીહાસના પુસ્તકોનું વાંચન ફરી શરુ કર્યું છે. છેલ્લા અઠવાડીયામાં સાહસીક અન્વેશકો વીશેના પાંચેક પુસ્તકો વાંચ્યા. આપણે સામાન્ય રીતે કોલમ્બસ, વાસ્કો ‘દ ગામા, મેગેલન વી. બેચાર સાહસીક સાગરખેડુઓ વીશે જ જાણતા હોઈએ છીએ. પણ માનવજાતનો ઈતીહાસ વાંચીએ તો આદીકાળથી માણસ સતત ભમણ, અન્વેશણ કરતો જ રહ્યો છે. એ વૃત્તીના કારણે જ માણસ પોતાના નાના કુબામાંથી, કુપમંડુકતામાંથી બહાર આવતો થયો છે.
પોર્ટુગલના રાજાએ પધ્ધતીસર સાગરખેડુઓને મોકલી આફ્રીકાની પ્રદક્ષીણા કરી ભારત, ચીન અને મસાલા ટાપુઓ ( સ્પાઈસ આઈલેન્ડ ) પહોંચવા કમર કસી હતી. તેના પરીપાક રુપે વાસ્કો ‘દ ગામા ભારત પહોંચ્યો હતો. સ્પેનના રાજાના આવા જ પ્રયત્નો થકી કોલમ્બસ અમેરીકાની નજીક આવેલા બહામા ટાપુઓ પર પહોંચી ગયો હતો અને પશ્ચીમના જગતને નવી દુનીયાની ભાળ મળી હતી.
આવા તો અસંખ્ય સાહસીકોએ પંદરમી, સોળમી અને સત્તરમી સદીઓમાં આખી દુનીયાના બધા જ મહાસાગરો ખેડી નાંખ્યા હતા. જગતનો એક નાનો ટાપુ ય શોધાયા વીના બાકી રાખ્યો ન હતો.
આઘાતજનક બાબત તો એ છે કે, શરુઆતમાં આવા મોટા ભાગના સાહસીકો ખુંખાર ચાંચીયા જ હતા અને યુરોપની સરકારોનું તેમને પીઠબળ હતું. લુંટ અને આધીપત્ય માત્ર જ તેમના અને તેમને ઉત્તેજન આપનાર સરકારોના ઉદ્દેશ્ય હતા. અને છતાં તેમણે જગતને આપેલું પ્રદાન અદ્વીતીય છે.
ઈન્ગ્લેન્ડના આવા જ એક ચાંચીયા, ફ્રાન્સીસ ડ્રેકને તો તે વખતની રાણીએ ‘સર’ નો ઈલ્કાબ આપ્યો હતો અને સ્પેન સામેના યુધ્ધમાં તેને નૌકાદળનો સેનાપતી બનાવ્યો હતો. તેના લડાયક કૌશલ્યને કારણે વીખ્યાત યુધ્ધમાં, સ્પેનીશ આર્મેડા બહુ જ ખરાબ રીતે હાર્યું હતું, અને ઈન્ગ્લેન્ડ યુરોપની સર્વોપરી નૌકા સત્તા તરીકે ઉભરી આવ્યું હતું. મેગેલન પૃથ્વીની પ્રદક્ષીણા કરનાર સૌ પ્રથમ જણ ગણાય છે, પણ તે તો ફીલીપાઈન્સથી થોડે દુર એક ટાપુ પરની અથડામણમાં માર્યો ગયો હતો. ડ્રેક પહેલો જ માણસ હતો જેણે પૃથ્વીની પ્રદક્ષીણા કરી હતી.
અહીંની લાયબ્રેરીઓમાં શાળાના બાળકો માટે આવી બહુ જ સરસ અને વીશદ માહીતીઓથી ભરેલી ચોપડીઓ ઉપલબ્ધ હોય છે. અભ્યાસીઓ માટે તો થોથે થોથાં.
આની સામે આપણે સરખામણી કરીએ તો આપણા આવા બાંધવોની કોઈ તવારીખ કે ઈતીહાસ આલેખીત થયા હોય તેવું મારા ધ્યાનમાં નથી. કમસે કમ સામાન્ય માણસ માટે લોકભોગ્ય શૈલીમાં શ્રી. ગુણવંતરાય આચાર્યની નવલકથાઓ સીવાય કોઈ સાહીત્ય સર્જાયું નથી. ઐતીહાસીક રીતે તો નહીં જ. ઉલટામાં આવા સાહસીક ખલાસી લોકો હમ્મેશ સમાજ દ્વારા ઉપેક્ષીત રહ્યા છે, હલકા ગણાયા છે. કહેવાતા ઉજળીયાત લોકોમાં ય પરદેશ જનારને વટલાઈ ગયેલા માનવામાં આવતા હતા. સદીઓની ગુલામીને કારણે પેદા થયેલા આ માનસે પરીવર્તનની ઘોર અવગણના કરી હતી.
જ્યારે ગુજરાતીઓ સાતે સાગરની પાર રહેતા થયા છે; સાહીત્યને ઉત્તેજન આપતા થયા છે; માત્ર ધનપ્રાપ્તી સીવાયના બીજા રસો પણ કેળવતા થયા છે, ત્યારે આપણા ગૌરવશાળી ઈતીહાસને ઉજાગર કરે; સામાન્ય માણસને તે ઉપલબ્ધ કરે તેવું સંશોધન અને તેવા સાહીત્યની રચના થવી જોઈએ, તેવું મારું માનવું છે.
6 responses so far ↓
જુગલકીશોર // August 15, 2007 at 5:48 am |
“સાહસીકોની સૃષ્ટી” અને ” મહાન મુસાફરો” મુ.મો.ભટ્ટ ની વાંચવી જ રહી. અદ્ભુત કથાઓ. જુ.
તમારી આ સફર માટે અભીનંદન.
Chiman Patel "CHAMAN" // August 15, 2007 at 6:24 am |
Thanks for sharing from your reading. Very few do this. So you deserve a big THANKS from me.
Chiman Patel “CHAMAN”
હરીશ દવે અમદાવાદ // August 15, 2007 at 11:52 pm |
આપણા દેશનો, ખાસ કરીને ગુજરાતનો ઈતિહાસ હજી પણ મોટાભાગે અંધારામાં છે. ગુજરાતી ભાષાપ્રેમીઓએ આ અંગે જાગૃત થવાની આવશ્યકતા છે.
… હરીશ દવે અમદાવાદ
મગજના ડોક્ટર // August 16, 2007 at 8:24 am |
જ્યા જ્યા વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત.
ગુજરાતી ગુજરાતીમાં ગુજરાત વિષે લખે ને ગુજરાતને દિવસરાત પ્રુથ્વી પર સુર્યની જેમ પ્રકાશિત રાખે,
એજ પ્રયત્ન ચાલુ રાખીએ.
રાજેન્દ્ર
neetakotecha // August 16, 2007 at 6:44 pm |
ekdam sachi vat kahi Harish bhai e k aapda gujarati o na itihas bahu badho andhara ma che. aapde guj. o e jagrut thavani jarurat che. kadach gujarati o jetla sahshik koik j hase. pan aapda badako ne aapde aa badhi vato kaheta j nathi. are aapda ketla santo na bara ma ane ram bhagvan na bhai ketla hata e jyare koik na pade ne khaber nathi tyare to kadju kapai jay che. hu aava badha lekh mari dikrio ne vanchi sambhdavu. aap jo aape vancheli guj. o ni vato amne pan kaho. toaapna aabhari rahesu
Mayur // August 20, 2007 at 7:22 am |
Upar na Lekh na anusandhan ma mane Kaka Saheb Kalelkar yad aavi gaya..
Emna Pravas Varnan mathi ek sundar vakya..
“Pravas Etle Mushkelio Vehvani Badshahi Dhab”