ગદ્યસુર

કનોઈંગ - એક અનુભવ [ ભાગ -1 ]

August 23, 2007 · 10 Comments

       આમ તો આને નૌકાવીહાર નામ આપવા વીચાર થતો હતો. પણ કનોઈંગનો તેમાં ભાવ ન આવે. આપણી ભાશામાં આને માટે કોઈ શબ્દ હોય તો મને તેની ખબર નથી.

       2004નો ઓગસ્ટ મહીનો હતો. હું, મારાં પત્ની, મારો દીકરો ઉમંગ અને મારો હમ્મેશનો સાથીદાર - બાળ ગોઠીયો - અમારી દીકરીનો દીકરો  જય , આમ અમે ત્રણ જણ,  મારા બીજા દીકરા વીહગને ત્યાં થોડા દહાડા રહેવા શીકાગો ગયા હતા.  વીહંગે તેના દોસ્તદારો સાથે વીસ્કોન્સીન રાજ્યમાં આવેલી એક જગ્યાએ સહકુટુમ્બ ફરવા જવાનું ગોઠવ્યું હતું. બે દીવસનું પર્યટન હતું.

    અહીં પહેલા દીવસનો કનોઈંગનો અનુભવ વર્ણવીશ.

—————————————————————

    અમારે  ‘ કનકાકી ‘ નદી પરના બંધની નીચાણવાસની નદીમાં કનોઈંગ કરવાનો કાર્યક્રમ હતો. ‘કનો’ એ હલેસાંથી ચાલતી, સાવ સાંકડી, લાંબી અને માત્ર બે જ જણ માટેની હોડી હોય છે. [ કનો વીશે જાણવા અહીં 'ક્લીક' કરો .  ] પાણી બહુ ઉંડું ન હોય ત્યાં જ સામાન્ય જનતાને આવું કનોઈંગ કરવા દેવામાં આવે છે.

    અમે બાર જણા હતા, માટે અમે છ કનો ભાડે લીધી હતી. હું, મારો દીકરો ઉમંગ, અને જય  એક કનોમાં હતા. ( જય પાંચ વરસનો જ  હતો, માટે અમારી સાથે તેને રાખવા  દીધો હતો. ) અમે તો બાપુ! કનો હાંકવા માંડી. બાપ જન્મારામાં કોઈ દી’ હલેસું હાથમાં પકડ્યું હોય તો ફાવે ને? ચાર પાંચ હલેસાં નહીં માર્યા હોય ને, ઉમંગ અને મારા હલેસવામાં કાંઈક વીસંવાદીતા સર્જાઈ. કનોને માઠું લાગ્યું , અને એકબાજુ ઝુકી. અમે સમતોલન જાળવવા અણઘડ ફાંફાં માર્યા, અને કનો ઉંધી! અમે ત્રણે ય પાણીમાં. મારો જીવ તો અધ્ધર. જયને બચાવવા મેં હવાતીયાં માર્યા. તેને તે વખતે તરતાં આવડતું ન હતું. પણ પાણી ઉંડું ન હોવાના કારણે અને બધાએ મને કમને પણ જેકેટ પહેરવા જ પડે તેવો નીયમ હતો, એટલે અમે બચી ગયા. બીજા ચારેક સાથીદારો નજીકમાં જ હતા, તે ઉતરીને અમારી મદદે આવી ગયા. અમારા બચાવકોમાંના એક ઉર્વીશનો તો સેલફોન પણ આમાં અવલમંઝીલ પહોંચી ગયો !  

     બધાએ અમને લાંબું ભાશણ ઠોકી દીધું. થોડી ટ્રેનીંગ પણ આપી. જય શીયાંવીયાં તો થઈ ગયો હતો, પણ ઈ બાપુ તો અમેરીકન બચ્ચું.  તે ગભરાયો કે રડ્યો નહીં કે પાછા ફરવાની જીદ પણ  ન કરી.  અમારી સવારી પાછી ઉપડી. ધીરે ધીરે ચાલ પકડાઈ. હલેસવાનો લય પકડાયો - તાનપુરાના તારની જેમ.

      થોડેક આગળ અમે ગયા.  પેલા અમારા સહાયકો પણ અમારી કાર્યક્ષમતા માટે ખુશ જણાયા. અને આપણે તો બાપુ! તાનમાં આવી ગયા. માંહ્યલો શાયર જાગી ગયો અને ઓલ્યાઓને શાયરી સુણાવી દીધી -

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાંય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે.
- ‘ શૂન્ય’ પાલનપુરી

     અને સાહેબ, શું દાદ મળી છે ! ’શુન્ય’ને પણ મુશાયરામાં નહીં મળી હોય તેવી! અમે બે ય ઉત્સાહમાં આવી ગયા. જોરથી હલેસાં મારવા લાગી ગયા, અને આગળ જતી રહેલી કનોને પકડી પાડવા કમર કસી. ( કે બાવડાં! ) પણ કનો તો ડાબે જાય અને જમણે જાય - વાંકી ચુંકી. ધીરે ધીરે દીશાનું ભાન થવા માંડ્યું. ઉમંગ અમારી કનોનો કપ્તાન નીમાયો, અને હું ખલાસી. જય મહામુલો પેસેન્જર.   હવે તો અમારી જીવન-કનો હાલી.

       બધા મીત્રો તો પોતપોતાની જીવનસખીઓના સાથમાં એટલા મશગુલ બની ગયા હતા કે, અમે તેમનાથી ખાસ્સા છેટા પડી ગયા. અને ફરી પાછી કાંઈ ગડબડ થઈ. ઉમંગલાલાએ કપ્તાનીની ખુમારીમાં મને કાંઈક સુચના આપી અને હું કાંઈક બીજું જ સમજ્યો. અખાના છપ્પા -  ‘ આંખનું કાજળ ગાલે ઘસ્યું. ‘   જેવું કાંઈક થયું! અને ફરી પાછી અમારે કનો રીસાણી. અમે માંડ સુકાયેલા તે ફરી પાછા ભીંજાણા. પણ નહીં ડુબવાની આવડત અમારા ત્રણેમાં આવી ગયેલી, તે ટપ્પાક દઈને ઉભા થઈ ગયા. શું અમારી બહાદુરી! ( પાણી ત્રણ ફુટ ઉંડું હતું  તો ય ! ) પણ કનોનું શું કરવું? જયને સરી જતા હલેસાં પકડાવ્યા, અને અમે બે જણ ટ્રેનીંગ મુજબ કનોમાંથી પાણી બહાર કાઢવાના દુશ્કર કાર્યમાં પરોવાયા. એક બાજુથી કાઢીએ તો બીજી બાજુ ફરી પાણી ભરાય.        

        અમને આ મુસીબત વહોરવા માટે સ્મશાન વૈરાગ્ય આવવા માંડ્યો. ખેર! જેમ તેમ કરીને થોડાક જ ભરાયેલા(!)  પાણી સાથે કનો સીધી તો થઈ. અમે એકબીજાને કસમ દીધા કે, પાછા જઈએ ત્યારે મારાં પત્નીને આ કોઈ વાત કરવાની નથી. ( તે શાણી બાઈ તો કનોઈંગનું વર્ણન સાંભળીને જ, ‘ મને આવું બધું ન ફાવે. ‘ તેવા શાણા નીર્ણય પર આવી, કાર પાર્કીંગની બાજુમાં આવેલા સરસ મજાના પાર્કમાં ખાસ્સા દેશી નાસ્તા અને પીણાં સાથે રહી ગઈ  હતી ! ) જયને ય ‘બા’ને આ બધી વાત ન કરવાનું બરાબર ઠસાવ્યું. કેન્ડીની લાલચ પણ આપી દીધી!     

          હવે અમારી કનો-હલેસણ-કલામાં પુખ્તતા આવવા માંડી. નહીં સમજાયેલા કનો-સત્યો સમજાવા માંડ્યા !   હલેસાંની પછડાટ સાથે અમારા શ્વાસની જુગલબંધી સધાવા માંડી. કેવળ જ્ઞાન લાધ્યું. અને અમારી કનો ડાહી ડમરી બની તીરવેગે ચાલવા માંડી. અડધોએક કલાક તો નીર્વીઘ્ને પસાર થઈ ગયા. પણ બધા સાથીઓ તો ક્યાંના ક્યાં ય આગળ નીકળી ગયા હતા. અમે આખી કનકાકીમાં કાકી વીના એકલા હતા.      

          ત્યાં સાવ છીછરો પટ આવી ગયો. કનો ફસાઈ. અમે તેને પ્રવાહમાં પાછી લાવવા મરણીયા પ્રયત્નો આદર્યા. અને બાપુ, તે તો ફરી ઉંધી વળી. જયને ય ઘુંટણ સુધી જ આવે તેટલું પાણી હતું. હલેસાં અમારાથી કંટાળીને ફારગતી આપવાના મુડમાં, વારે ઘડીએ તણાવાની કોશીશ કરતા હતા. સામાન પણ.   આ બધું સાચવવાનું અને કનોમાંથી પાણી કાઢવાનું. અને કનોમાં પણ ખાસ્સું પાણી આ વખતે ભરાયું હતું. કેમે ય કરીને પાણી ખાલી થાય જ નહીં. ઉલટાનું વધારે ભરાણું! પટમાં નજીકમાં બીજું કોઈ જ નહીં. ઉપર આકાશ અને નીચે પાણી. 

     ’  કોઈ હમદમ ન મીલા, કોઈ સહારા ન રહા.
       હમ કીસીકે ન રહે, કોઈ હમારા ન રહા.
‘ 
       

        જો થઈ છે !   

——————————————————————— 

………….   વધુ આવતા અંકે.

Categories: અમેરીકા · સ્વાનુભવ

10 responses so far ↓

  • Vihang Jani // August 23, 2007 at 5:13 am

    I take blame for Dada’s canoeing adventure.
    It was a wrong time of the year (no rain and as a result NO moving water)
    Other than that Canoeing is very good sport.

    There is no fun without a challenge

    મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
    અમારી અદાથી સફર કોણ કરશે.

  • Chirag Patel // August 23, 2007 at 8:35 am

    વાહ દાદા વાહ! મને તો આ જુ.કાકાના ગદ્યનું જ ઉદાહરણ લાગ્યું. દાદા, તમે ખુબ ખુબ લખો. તમારા લખાણમાં ખુમારી અને રસાળતાંનું અનેરું મીશ્રણ છે.

  • Pinak // August 23, 2007 at 10:11 am

    Hi Uncle,

    It was nice to re leave those kayaking moments. We really had a good time. If you remember Urvish (One of our friends) ruined his cell phone as he jumped to save you guys when your kayak turned over. Also, do you remeber, me, you and Umang were sitting on the banks (there was one guy doing fishing) at the end waiting for other people to arive? There was that small resturant/bar there, and we got some french fries since we were so hungry.

    I hope to read all those things in your next episod.

    Pinak

  • Samir Vyas // August 23, 2007 at 1:44 pm

    Quite funny :) Not a bad start though.
    You can also do river-rafting, if you like.. it is lot of excitement and adventure :)

    Samir

  • Rajendra Trivedi, M.D. // August 23, 2007 at 6:24 pm

    LEARNING TO STAY ON THE SURFACE OF THE WATER IS AN ART.
    ONCE YOU LIVE IN HARMONY WITH WATER AND WIND, KEEPING BALANCE OF THE SELF WHILE KAYAKING IS FUN.
    KEEP SURFING!!

  • સુનીલ શાહ // August 23, 2007 at 8:55 pm

    મઝા આવી ગઈ..શબ્દોને હીલોળે ચડવાની..! અનુભવોને શબ્દો તથા દ્રષ્ટીકોણથી સજાવી વાચકો સમક્ષ મુકવાની પધ્ધતી પ્રશંસનીય છે..ધન્યવાદ. કનો શબ્દ પહેલી વાર સાંભળ્યો. આમ પણ કનોને ‘કાનો’ નથી..પછી હાલકડોલક જ થાય ને..!

  • nilam doshi // August 23, 2007 at 9:21 pm

    maja avi..manavani..nice shaili too//congrats

  • કનોઈંગ - એક અનુભવ [ ભાગ - 2 ] « ગદ્યસુર // August 25, 2007 at 5:29 am

    [...] August 25, 2007 at 2:00 am · Filed under સ્વાનુભવ ભાગ - 1 વાંચવા અહીં ‘ક્લીક’ કરો. [...]

  • Harnish Jani // August 28, 2007 at 12:59 pm

    I likeed and enjoyed your Kayaking episode–We have white water kayaking in Poconos in Penn. I am a water person-I was in Baroda Uni.Boating team-So I have always enjoyed water sports– I m happy for the whole team-and Yes,nice write up-

  • nilam doshi // July 6, 2008 at 9:38 am

    દાદા તમારી કનોની સફર મજાની થઇ છે. તમારી પાસે શબ્દોની કે ભાવનાની કયારેય ખોટ છે જ નહીં.

Leave a Comment