જો તમે જીતો તો તમારે કોઈ સમજ આપવાની જરુર નથી.
અને જો તમે હારો તો , તમારે કોઈ સમજ આપવા જીવતાં ન રહેવું જોઈએ.
- એડોલ્ફ હીટલર
જો તમે જીતો તો તમારે કોઈ સમજ આપવાની જરુર નથી.
અને જો તમે હારો તો , તમારે કોઈ સમજ આપવા જીવતાં ન રહેવું જોઈએ.
- એડોલ્ફ હીટલર
Categories: સુવીચાર
દીકરીનો દીકરો કોમ્પ્યુટર ઉપર બાર્નીની વેબસાઈટ ઉપર તેની વીડીયો ક્લીપ જોઈ રહ્યો હતો. જાડો ડાઈનોસોર જેવો બાર્ની નાચી અને કુદી રહ્યો હતો. સાથે બેબી બોપ અને બી.જે. પણ હતાં. ( ત્રણે બાર્નીની સીરીયલના કાલ્પનીક પાત્રો છે. ) આને પપેટ નહીં પણ મપેટ કહે છે. આખો ને આખો માણસ અંદર સંતાયેલો હોય. આમ તો તે જ બધા હાવભાવ અને અભીનય કરે. પણ આપણને તે પાત્ર જ આમ કરતું હોય તેમ લાગે.
અહીં તો આવાં જાતજાતનાં પાત્રો હોય છે. મીકી માઉસ, ડોનાલ્ડ ડક, એલ્મો, કુકી મોન્સ્ટર, બીગ બર્ડ, વીની ધ પુ અને આવાં તો અનેક….દરેકની લાક્ષણીકતા, લઢણ, ચાલ, અવાજ, મીજાજ અલગ. આપણને કદી તેની અંદર રહેલ સાચી વ્યક્તી તો જોવા જ ન મળે.
પપેટ હો કે મપેટ – બધાંય મહોરાં જ મહોરાં.
કે પછી પુરુશ હો કે સ્ત્રી – બધાંય મહોરાં જ મહોરાં. કદી તેમને ચલાવનાર તત્વ તો ભળાય કે કળાય જ નહીં! તે તો પ્રચ્છન્ન જ રહે. બધીય વ્યક્તીઓ અનેક મહાન ખેલોમાંની કઠપુતળીઓ માત્ર જ……
Categories: અવલોકન