દુનીયામાં બીજા કોઈની સાથે પોતાની તુલના ન કરો.
આમ કરશો તો તમે તમારી જાતનું અપમાન કરો છો.
- એલન સ્ટ્રાઈક
દુનીયામાં બીજા કોઈની સાથે પોતાની તુલના ન કરો.
આમ કરશો તો તમે તમારી જાતનું અપમાન કરો છો.
- એલન સ્ટ્રાઈક
Categories: સુવીચાર
રોજ સવારે દીકરીના મોટા દીકરાને સ્કુલ બસમાં વીદાય કરવાનો હોય છે. આ માટે ઘરની આગળની બારી આગળ સોફામાં બેસી અમે તેની રાહ જોઈએ. હવે તો શીયાળો આવવાનો ઢુંકડો થયો એટલે, ઘરની અંદર અને બહાર લાઈટો ચાલુ હોય. ગઈકાલે આમ રાહ જોતાં; તે દીવાઓ પર સ્વાભાવીક નજર ગઈ. બધા દીવાઓનાં બબ્બે પ્રતીબીંબ દેખાતાં હતાં. જેટલો મુળ દીવો ઘરથી વધારે દુર તેમ, આ બે પ્રતીબીંબો વચ્ચે અંતર વધારે હતું.
જો બારીનો કાચ ન હોત તો, કોઈ પ્રતીબીંબ દેખાત જ નહીં. ઘરની બહારના દીવા જેવા છે તેવા જ દેખાત. અને અંદરના દીવા તો માથું ફેરવ્યા વગર દેખાત જ નહીં.
એક પ્રતીબીંબ કાચની આગળની સપાટીમાંથી પડતું હતું અને બીજું પાછળની સપાટી પરથી. જો કાચ બહુ જાડો હોત તો કદાચ આ બે પ્રતીબીંબો વચ્ચે વધારે અંતર જણાત. વીજ્ઞાનના નીયમ પ્રમાણે આ ઘટના સાવ કુદરતી હતી.
પણ આ અળવીતરા મનને થયું –
આ બધો પ્રપંચ કાચના આવરણને કારણે જ છે ને? બધો ય આભાસ જ. સત્યનાં માત્ર પ્રતીબીંબ જ. કેવળ સત્ય તો નહીં જ. આવરણથી દ્ર્શ્ય બદલાઈ ગયું; બેવડાઈ ગયું; પાછળની ચીજ પણ સામે હોય તેમ દેખાવા માંડી. કાચના મહેલનો બધો પ્રતાપ! સત્યને ગોપીત કરીને સત્યના આભાસો ઉભા કરે. જો અનેક કાચના બનેલા શીશમહલમાં અમે બેઠેલા હોત, તો તો વળી મયદાનવની દુનીયા અમારા ઘરમાં ખડી થઈ જાત. ઢગલાબંધ પ્રતીબીંબો જ પ્રતીબીંબો જોવા મળત. બધું સત્ય વેગળું મુકાઈ જાત.
આપણે જે જગતમાં રહીએ છીએ તે ય આવો માયાવી શીશમહલ જ નથી વારુ ?!
Categories: અવલોકન