ગદ્યસુર

ન્યુરોબીક્સ

November 5, 2007 · 2 Comments

          બહાર જવાનું છે. જોડા પહેરવા બેઠા. પહેલાં ડાબે પગે જ મોજાં ચડાવ્યાં. નહાવા ટબમાં પ્રવેશ કર્યો. પહેલાં જમણો પગ જ અંદર દાખલ થયો. સવારે ઉઠ્યા અને સીધું છાપું જ હાથમાં ઝાલ્યું. ઓફીસમાં ગયા. બધું નીત્યકર્મ તેના રોજના ક્રમમાં જ શરુ થયું.

          આ તો રોજીંદા જીવનની બે ચાર ઘટના જ જણાવી. પણ આપણે ધ્યાનથી જોઈશું તો આપણે અનેક આદતોના ગુલામ છીએ. અમુક રીતે જ આપણે કાર્ય કરવા, વીચારવા ટેવાયેલા છીએ. આમાં કોઈક ફેરફાર થાય તો આપણને તે ગોઠતું નથી. પ્રવાસમાં બહાર જઈએ ત્યાં આ વ્યવહાર ઘણો બધો ખોરવાઈ જાય. પાછા આવીએ અને મસમોટો ખર્ચ અને સમયનો ભોગ આપીને કરેલો પ્રવાસ છતાં પાછા એની એ જ ઘટમાળમાં પરોવ્યાની ‘ હાશ’ થાય ! આપણે ઘાંચીની ઘાણીના બળદની જેમ જ જીવન જીવવા ટેવાયેલા છીએ. યંત્રવત્ જીવન. બધું યથાસ્થાને. બધું ટનાટન બરાબર.

         પણ નીશ્ણાતો એમ કહે છે, કે જીવવાની આ રીત બરાબર નથી. જેમ શરીરના સાર્વત્રીક વીકાસ માટે કસરત જરુરી છે; તેમ મનના સ્વાસ્થ્ય માટે મનની કસરત જરુરી છે. આને ન્યુરોબીક્સ કહે છે. આ એક થોડી ઓછી જાણીતી બાબત છે, પણ તાણભર્યા આધુનીક જીવનમાં આની બહુ જ જરુર છે. મનના ઘણા બધા પ્રશ્નો, વ્યાધીઓ વી. ના મુળમાં મનનું આ યંત્રપણું જવાબદાર છે એમ મનાય છે. બહુ જ ઝડપથી બદલાતા જતા સંજોગો વચ્ચે તાલમેલ રાખી; સ્વસ્થ વ્યવહાર જાળવી રાખવા આ માનસીક વ્યાયામની ની ખુબ જ જરુર છે. આથીજ સ્વસ્થ મન માટે, ન્યુરોબીક્સ જરુરી છે. જેમ કસરત કરીએ ત્યારે આપણે સભાન રીતે અંગ ઉપાંગનું વીવીધ પ્રકારે હલન ચલન કરીએ છીએ; તેમ મનને પણ સભાન રીતે જુદી જુદી રીતે સામાન્ય પ્રવૃત્તીઓ કરવા પ્રયત્ન કરવામાં આવે છે.

         આ એક બહુ મોટો વીશય છે, પણ વાચકોને આમાં રસ લઈ; જરુરી માર્ગદર્શન મેળવી આ અંગેની નીયમીત પ્રવૃત્તી કરવા ભલામણ છે.

          વધુ વીગત માટે અહીં ‘ ક્લીક’ કરો.     -   1  -   :  -  2  -   :   -  3  -

Categories: અવલોકન

આજનો સુવીચાર

November 5, 2007 · Leave a Comment

જીતવાનો અર્થ હમ્મેશ એ નથી કે,

આપણે પહેલાં આવીએ.

તેનો અર્થ એમ પણ હોઈ  શકે કે

આપણે પહેલાં કરતાં વધારે સારી રીતે કામ કરતાં થઈએ.

- બોની બ્લેર  

Categories: સુવીચાર