ગદ્યસુર

આજનો સુવીચાર

November 8, 2007 · 1 Comment

કોઈને એમ લાગતું હોય કે,

જીવનમાં તેણે કોઈ ભુલ નથી કરી,

તો તેનો એવો અર્થ થાય કે,

તેણે જીવનમાં નવી કોઈ ચીજનો અખતરો નથી કર્યો.

- આલ્બર્ટ આઈન્સ્ટાઈન

Categories: સુવીચાર

જુનો રસ્તો

November 8, 2007 · 1 Comment

          નવા રસ્તા પર ગાડી ચલાવવાનીય એક મજા હોય છે. સાવ નવી લીસ્સી સપાટી પર પાણીના રેલાની જેમ ગાડી સરકતી રહે. પેટનું પાણીય ન હાલે. આવા રસ્તા પર સતત ગાડી ચલાવતા રહેવાનું મન થયા કરે. ભલેને મંઝીલ થોડી મોડી આવે. બાજુનાં વ્રુક્ષોની લીલાશ પણ કુદરતી આ ભાવને પુશ્ટી આપે.

             પણ તે દીવસે એક બહુ જુના રસ્તા પર જવાનું થયું. બહુ ખાડાખૈયા હતા. ઠેકઠેકાણે રીપેર થવાને કારણે તેનો દેખાવ પણ ઘરડા માણસની કરચલીવાળી ચામડી જેવો દેખાતો હતો. સાવ ઉબડખાબડ હતો. ગાડીમાંથી જાતજાતના અવાજો આવતા હતા. ક્યારે આ કાળઝાળ માર્ગ પુરો થાય, અને મંઝીલ આવી જાય, તેની સતત અપેક્ષા રહ્યા કરતી હતી.

            પણ જીવનમાં આનાથી વીપરીત કેમ હોય છે? જુનો રસ્તો બહુ સગવડ અને નીરાંતવાળો તેમજ નહીંવત જોખમવાળો હોય છે. નવો રસ્તો  બહુ ભયાવહ લાગતો હોય છે, ભલેને એ અવનવી મંઝીલે પહોંચાડવાની ક્ષમતા ધરાવતો હોય તો પણ.

Categories: અવલોકન