ગદ્યસુર

ચાની ગળણી

November 11, 2007 · 1 Comment

         રોજ આ ગળણી વાપરવાની. અને એના ઉપર કોઈ વીચાર જ નહીં? એને ખોટું લાગશે! એટલે આજે ચાની ગળણી ઉપર કાંઈક કહીશ!

          કોઈ પણ ગળણી હોય- ચાની કે તાજા બનેલા ઘીમાંથી બગરી જુદી કરવાની; કે પછી ચાયણી હોય, લોટમાંથી થુલું જુદું કરવાની;  બધાયનું કામ એક સરખું. અવાંછીત કચરો સાફ કરી નાંખવાનો. શુદ્ધ ચા કે ઘી કે લોટ જ ખપે; કચરો નહીં. ગળણી કે ચાયણી ઉપરના કચરાનું સ્થાન તો કચરાપેટીમાં જ.

          મનનો કે જીવનનો કચરો સાફ કરવાની ગળણી કે ચાયણી મળતી હોય તો મોં માંગ્યા ભાવે ખરીદી લઈએ ! 

         જો કે, અમારી પાસે આનાથી વીરુદ્ધ કામની ગળણી પણ છે! તેમાં બટાકા પૌંઆ બનાવતી વખતે પૌંઆ ધોવામાં આવે છે. આમાં ગળણી ઉપરનો માલ જ કામનો હોય છે!

        એમ પણ બને !

Categories: અવલોકન

આજનો સુવીચાર

November 11, 2007 · 1 Comment

જીવનમાં ચાર ચીજ કદી તોડશો નહીં –

  1. વીશ્વાસ

  2. વચન

  3. સંબંધ

  4. દીલ

કારણકે આ  ચાર જ્યારે તુટે છે,

ત્યારે કોઈ અવાજ નથી થતો

અત્યંત પીડા થાય છે.

- ચાર્લ્સ

Categories: સુવીચાર