આપણને જે કાંઈ આપવામાં આવ્યું છે તે માટે આપણે આભારી થઈએ.
આજનો સુવીચાર
November 15, 2007 · 2 Comments
Categories: સુવીચાર
લોકર, એક અવલોકન
November 15, 2007 · 1 Comment
મોટા ભાગની જાહેર જગ્યાઓએ લોકરો હોય છે. જીમમાં, સ્વીમીંગ પુલમાં, ઓફીસોમાં, વર્કશોપોમાં, શાળાઓમાં, બેન્કોમાં વી. તમે તમારી અંગત વસ્તુઓ તેમાં સલામત રીતે મુકી શકો. તમારા સામાનની સહીસલામતીની ચીંતા કર્યા વીના, તમે નીરાંતે તમારું કામ આટોપી શકો.
લે કર વાત! એમાં શું નવાઈ? એ તો એમ જ હોય ને?
પણ….
આપણે એ ન ભુલીએ કે, આવાં તો જાતજાતનાં લોકરો હોય છે! આપણું કુટુમ્બ, આપણાં સ્વજનો, આપણો દીલોજાન દોસ્ત. એ બધાં આપણી સુખાકારીને નીશ્ઠાપુર્વક સાચવી રાખે છે. અરે! કેટકેટલાં અદનાં, અજાણ્યાં, સાવ સામાન્ય માનવીઓ આપણી સુખાકારી અકબંધ સાચવવા માટે જાણ્યે અજાણ્યે કારણભુત બનેલાં હોય છે. અને આપણે તેમાંના ઘણાંને જાણતાં પણ નથી હોતાં. આખા સમાજનું આપણાં અસ્તીત્વ માટે પ્રદાન હોય છે.
અને આપણે એ બધાં લોકરોની મોટે ભાગે ઉપેક્ષા કરતાં હોઈએ છીએ. કદાચ પેલા નીર્જીવ લોકરની જેમ તે બધાંનાં અસ્તીત્વ માટે પણ આપણે સાવ અભાન હોઈએ છીએ. અથવા એમ માની લેતાં હોઈએ છીએ, કે એ તો એમ જ હોય ને?
આપણે હવે લોકરોને – બધાંય લોકરોને – આ રીતે જોતાં થઈએ તો? તેમનો આભાર સદા માનતાં થઈએ તો?
Categories: અવલોકન