ગદ્યસુર

પુલમાં સમરસોલ્ટ

November 16, 2007 · 1 Comment

     મારો દોહીત્ર જય, મને બહુ વહાલો છે. સાવ નાનો, ત્રણ મહીનાનો હતો ત્યારથી તે મારી સાથે જ રહેલો છે. અમે પહેલવહેલી વાર તેને લઈને સ્વીમીંગ પુલમાં ગયા, ત્યારે તે પાણીથી એટલો બધો બીધેલો હતો કે, મહાપરાણે તેને પાણીનો સ્પર્શ કરાવ્યો. અને તે પણ તેની કેટકેટલી ચીસાચીસ વચ્ચે. માંડ અડધી  મીનીટ પુલના પાણીને તેના ચરણ સ્પર્શનો લાભ મળ્યો હશે!

    અને જ્યારે અમે છેલ્લી વખત પુલમાં ગયા ત્યારે? હું તો પાણીમાં ઉભો રહી, નીર્વીકાર તેની પ્રવૃત્તીઓ નીહાળી રહ્યો હતો. માળો માછલાંની  જેમ તરતો હતો. દીલ દઈને ધુબાકા મારે.  જાતજાતની રીતે તરે.  અને સમરસોલ્ટ ( ગુલાંટીયાં?) તો એવા મારે… એકી સાથે દસ મેં ગણ્યા! એક ક્ષણ પાણીની બહાર આવે એટલામાં શ્વાસનો સ્ટોક ભરી લે ! જાણે જળચર પ્રાણી જ જોઈ લ્યો!

    બધો પ્રતાપ મહાવરાનો છે. જે કરીએ તેની સાથે આત્મસાત્ થવાનો છે.

  ‘ હરિનો મારગ છે, શુરાનો; નહીં કાયરનું કામ જોને.
    પરથમ પહેલું મસ્તક મુકી, વળતી લેવું નામ જોને.
    —
   પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
  માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.’
 
  – પ્રીતમ

Categories: અવલોકન

આજનો સુવીચાર

November 16, 2007 · 3 Comments

આકાશને આંબો.

Categories: સુવીચાર