આજનો સુવીચાર
November 19, 2007 · 1 Comment
જ્યારે તમે લક્ષ્ય ઉપરથી તમારી નજર હટાવો છો
Categories: સુવીચાર
સ્વીમીંગપુલમાં તળીયે પટ્ટો
November 19, 2007 · 1 Comment
કોઈ પણ સ્વીમીંગપુલમાં તળીયે પટ્ટા દોરેલા હોય છે, અથવા પથ્થરમાં એવી ડીઝાઈન બનાવેલી હોય છે. આ પટ્ટા તરવાની લેનની મધ્યરેખા દર્શાવતા હોય છે, જેથી તરનાર લેનની બરાબર વચ્ચે તરી શકે. જ્યારે તરતા હોઈએ ત્યારે તો આ પટ્ટા બરાબર સીધા દેખાતા હોય છે. પણ બાજુની લેનમાંથી નજર કરીએ તો આ પટ્ટા વાંકા ચીતરેલા જણાતા હોય છે. પાટાનો નજીકનો ભાગ અને દુરનો ભાગ એક સીધી લીટીમાં દેખાતા નથી.
હવે વીજ્ઞાનની રીતે આ સાવ સ્વભાવીક વાત છે. બધો ખેલ પાણીમાં થતા પ્રકાશના કીરણોના વક્રીભવનને કારણે હોય છે. પાટાનો દુરનો ભાગ વધારે મોટા પાણીના જથ્થામાંથી પસાર થાય માટે તે આપણને વાંકો વળેલો લાગે.
એ તો એમ જ હોય ને? પણ …..
આપણે જ્યારે કોઈ પણ ચીજની સાવ નજીક હોઈએ છીએ; ત્યારે તે આપણને એક રુપમાં ભાસે છે. જ્યારે આપણે તેનાથી દુર હોઈએ ત્યારે તેનું રુપ સાવ ભીન્ન હોઈ શકે છે. ડુંગરા દુરથી જ રળીયામણા હોય છે ને? જે વસ્તુ આપણને નજીકથી સાવ સીધી લાગતી હોય; તે દુરથી બહુ વીક્રુત બની જતી હોય છે. વચ્ચે પાણીનો છે તેવો અંતરાય ન હોય તો પણ, સાચું દર્શન ક્યાં થતું હોય છે. નજીકની ચીજ મોટી લાગે છે, અને દુરની નાની. આપણા પ્રશ્નો આપણને પહાડ જેવા લાગે છે; બીજાના તેવા પ્રશ્નો પ્રત્યે આપણી કોઈ સભાનત હોતી નથી. તેમની વાતમાં કોઈ માલ આપણને જણાતો નથી.
કેટકેટલી જાતની વીક્રુત દ્રશ્ટી હોય છે?
Categories: અવલોકન