ગદ્યસુર

પહેલો અમેરીકન જાસુસ, ભાગ -1

November 21, 2007 · 5 Comments

      1776નો ઉનાળો. જુન મહીનાનું છેલ્લું અઠવાડીયું. અમેરીકાની ધરતી પર, ફીલાડેલ્ફીયામાં 13 સંસ્થાનોના પ્રતીનીધીઓ પહેલી વાર મળી રહ્યા હતા. તેઓ સ્વતંત્રતાના જાહેરનામાની(Declaration of Independance) ચર્ચા કરી રહ્યા હતા. ઈન્ગ્લેન્ડની ગુલામ પ્રજા તરીકે જીવવાનું તેમને સ્વીકાર્ય ન હતું. આ જ વખતે સમની ખાતર કહી શકાય તેવા 15,000 સૈનીકોના લશ્કરને જનરલ જ્યોર્જ વોશીન્ગ્ટન બોસ્ટનથી ન્યુયોર્ક તરફ દોરી રહ્યો હતો.

     ન્યુયોર્કની ધરતી પર ખેલાયેલા એ ભીશણ જંગમાં વોશીન્ગ્ટનની સેનાએ બુરી રીતે માર ખાધો. તેના બીનઅનુભવી સૈનીકો કોઈ પણ રીતે, જનરલ વીલીયમ હોવેની સરદારી હેઠળની, ઈન્ગ્લેન્ડની ઘણી વધારે મોટી, કેળવાયેલી અને અદ્યતન શસ્ત્રો ધરાવતી સેનાનો મુકાબલો કરવા સક્ષમ ન હતા. તેમણે લોન્ગ આઈલેન્ડનો પ્રદેશ ગુમાવ્યો. તેમના 300 સૈનીકો માર્યા ગયા અને 1000 કેદી તરીકે પકડાયા. વોશીન્ગ્ટનને તેના જનરલોએ મેનહટન ટાપુ પરથી હીજરત કરી જવા સલાહ આપી. પણ એ જવાંમર્દ આ વ્યુહાત્મક રીતે અગત્યનું નાકું ગુમાવવા બીલકુલ તૈયાર ન હતો. તે તો આખું ન્યુયોર્ક કબજે કરી કેવા ક્રુતનીશ્ચય હતો. તેણે લેફ્ટેનન્ટ કર્નલ થોમસને તેની જાનબાજ અને લડાયક સેના ‘ નોલ્ટન રેન્જર્સ ‘ ને વળતા હુમલા માટે તૈયાર થવા આદેશ આપ્યો.

      થોમસે તેના સૈનીકોને ભેગા કરી જણાવ્યું,” મારા જાનબાજ સૈનીકો! આજે આપણું આ પ્યારું વતન તમારી શહીદી વાંચ્છે છે. આપણે બ્રીટીશ સેનાનો મુકાબલો કરવો હોય તો તેમની સેનાની વ્યુહાત્મક માહીતી ભેગી કરી, લાવી આપે તેવા એક દેશભક્તની જરુર છે. આ કામ બહુ જ ખતરનાક છે. તેણે સાદા વેશમાં બ્રીટીશ વીસ્તારમાં પહોંચી, બ્રીટનના લશ્કરી કમાંડરો સાથે ભળી, આવી માહીતી લાવી આપવાની છે. માત્રુભુમી માટે પોતાના જાનનું બલીદાન આપવા તૈયાર હોય, તેવા ચાલાક જણનું આ કામ છે. બોલો કોણ આ જીવસટોસટના અને એકલપંથી કામ માટે તૈયાર થાય છે?”

      બ્રીટીશ પ્રદેશમાં ઘુસણખોરી કરવાનું આ કામ સીંહની બોડમાં છાપો મારવા જેવું હતું. બધા સૈનીકોમાં ચુપકીદી છવાઈ ગઈ. લડાઈમાં સાથીઓ સાથે રહી, બંદુક અને તોપના ગોળાની વચ્ચે, સામે સામી છાતીએ લડવા કરતાં પણ આ કામ કઠણ હતું. વળી જાસુસીકામની પ્રતીશ્ઠા પણ સારી ન હતી. તે હીન અને નામોશી આપનારું કામ ગણાતું. જાસુસનું જાહેર સન્માન થવાની કોઈ શક્યતા પણ હોતી નથી.

      આ સન્નાટાની વચ્ચે કનેક્ટીકટથી આવેલા એક શાળાના શીક્ષક નથન હેઈલે આંગળી ઉંચી કરી.

                                            nathan-hale.jpg

      હેઈલ સારું એવું ભણેલો હતો. યેલમાંથી તે મેટ્રીક થયો હતો, અને બે વરસ શાળાના શીક્ષક તરીકે તેણે નોકરી કરી હતી. જ્યારે મેસેચ્યુસેટ્સમાં ક્રાંતીની પહેલવહેલી શરુઆત થઈ હતી ત્યારે તે અમેરીકી સેનામાં વતનની રક્ષા કાજ સ્વેચ્છાએ જોડાયો હતો. એક વરસથી તે કનેક્ટીકટની સેનામાં હતો, અને થોડાક મહીના પહેલાં જ તેની રેજીમેન્ટ સાથે ન્યુયોર્ક આવ્યો હતો. તેની બાહોશી જોઈ, તેને પ્રખ્યાત નોલ્ટન રેન્જર્સમાં સામેલ કરવામાં આવ્યો હતો.

        હેઈલના ઘણા મીત્રોએ તેને આ બીડું ઝડપવા માટે ટપાર્યો. એક સજ્જન અને શીક્ષીત યુવાનને ન શોભે તેવું, જાસુસીનું આવું હલકું કામ સ્વીકારવા તેને ઘણો જ ટોક્યો; અને ના પાડી દેવા ઘણો સમજાવ્યો. પણ હેઈલને આ કામની અગત્ય સમજાઈ હતી. કોઈ માહીતી વગર બ્રીટીશ સેના સાથે લડવું તે કેવળ મુર્ખામી જ છે, તે તેને સાવ દીવા જેવું સ્પશ્ટ સમજાઈ ગયું હતું. વોશીંગ્ટનની સેનાને તાજેતરમાં મળેલ જડબાતોડ હાર તેની આ માન્યતાને ટેકો આપતી હતી.

        સપ્ટેમ્બરમાં તે બધી પુર્વતૈયારી અને તાલીમ પુરી કરી; આ કામ પાર પાડવા નીકળ્યો. ન્યુયોર્કના હાર્લેમ હાઈટ્સથી કનેક્ટીકટના નોર્વોક સુધીનું પચાસ માઈલનું અંતર તેણે દરીયાકીનારે ચાલતાં ચાલતાં કાપ્યું. ત્યાંથી તેને લોંગ આઈલેંડ પરના બ્રીટીશ થાણા તરફ લઈ જતી સ્ટીમબોટ મળી. તેણે તેનો જુનો પુરાણો શીક્ષકનો વેશ ધારણ કર્યો હતો. પોતાના સર્ટીફેકેટો સીવાય બીજાં કોઈ લશ્કરી સાધન તેણે પોતાની પાસે રાખ્યા ન હતાં.

        ત્યાં પહોંચી, તેણે બ્રીટીશ રાજ અને રાજા જ્યોર્જને વફાદાર હોય તેવી વાતચીત કરવાની ચાલુ કરી દીધી. એ જમાનામાં શીક્ષકોને બહુ માનની લાગણીથી જોવામાં આવતા. રેસ્ટોરન્ટોમાં અને ક્લબોમાં તેની હળવી, મજાકભરી વર્તણુંકથી તે બ્રીટીશ સૈનીકો અને ઓફીસરોનો માનીતો મીત્ર બની ગયો. તેની પાસે ઘણા પાઉન્ડ પણ હતા, જે તે બીન્ધાસ્ત વાપરતો હતો. તેને ધીમે ધીમે જરુરી માહીતી મળવા માંડી. અમેરીકન સેનાનો ખુડદો બોલાવવાના બ્રીટીશ વ્યુહ તેને સમજાવા માંડ્યા. બ્રીટીશ લશ્કર ક્યાં ક્યાં ભેગું થયેલું છે; તેમની પાસે શું શું મુખ્ય શસ્ત્રાસ્ત્રો અને પુરવઠાની સામગ્રી છે; આ બધી માહીતી તેણે હાથવગી કરવા માંડી અને તેના સ્કેચ અને લખાણો તે બનાવવા માંડ્યો.

         છેવટે તેને સંતોશ થયો કે, લેફ્ટનન્ટ થોમસને જરુરી બધી માહીતી તેની પાસે આવી ગઈ છે. આ માહીતીથી જનરલ વોશીન્ગ્ટન બ્રીટીશ સેનાને હંફાવવા સક્ષમ બનશે તેની તેને પ્રતીતી થઈ ગઈ. આ બધાં કાગળીયાં તેણે પોતાના છુપી જગ્યાવાળા, ખાસ જોડામાં સંતાડ્યા. 1776ની સપ્ટેમ્બરની વીસમી તારીખે, નથન હેઈલ હવે પાછી મુસાફરી માટે તૈયાર હતો.

-   આગળની વાત તારીખ 25 મી નવેમ્બરે  …..

Categories: સત્યકથા

5 responses so far ↓

  • Osman A. Karim // November 23, 2007 at 1:25 am

    This is an excellent write up in Gujrati on historical subect. The writer has made a good effort to describe the historical background in Gujrati language. I have read a number of books on aamerican history in English; but this is the first time I hve come across this article in Gujrati. I have written quite few articles in gujrati as my mother tongue is Gujrati. I have read complete set Lae Ramanlal Vasantlal desai and Late Kanayyalal Maneklal Munshi. The writings of late Mr. Desai has left lasting impression on me and in my writing I follow his style and choice of words. I appreciate your keen interest in the subject forwarded by you and thank from the bottom of my heart. Osman

  • Osman A. Karim // November 23, 2007 at 1:29 am

    This is an excellent write up in Gujrati on historical subect. The writer has made a good effort to describe the historical background in Gujrati language. I have read a number of books on American history in English; but this is the first time I hve come across this article in Gujrati. I have written quite a few articles in gujrati as my mother tongue is Gujrati. I have read complete set of Late Ramanlal Vasantlal desai and Late Kanayyalal Maneklal Munshi. The writings of late Mr. Desai has left lasting impression on me and in my writing I follow his style and choice of words. I appreciate your keen interest in the subject forwarded by you and thank you from the bottom of my heart. Osman

  • Dilip Patel // November 23, 2007 at 4:05 pm

    દેશદાઝના દર્શન કરાવતી અમેરિકી આઝાદીની ઐતિહાસિક વાત સરળ ભાષામાં સ-રસ રીતે લખીને આપે નવેમ્બરની 25મીએ આવનારી આગળની વાત જાણવાની ને માણવાની તાલાવેલી વાંચકોને જરૂર જગાવી દીધી છે. સુરેશકાકા, Many Many Thanks for Your Mahamoti Seva to Our Matrubhasha on this Thanks Giving Weekend.

  • pragnaju // November 24, 2007 at 12:00 pm

    ‘અમેરીકાની ધરતી પર,ફીલાડેલ્ફીયામાં ૧૩ સંસ્થાનોના પ્રતીનીધીઓ પહેલી વાર મળી રહ્યા હતા’તેમાનું એક સંસ્થાન તે અમારું મેરીલેન્ડ!છતાં પણ આવો મઝાનો ઈતિહાસ જાણવાની ફુરસદ ક્યાં? નેચરાલાઈઝેશનની ટેસ્ટ માટે સુતા સુતા ૧૦૦ સવાલોની સીડીનું પારાયણ સાંભળ્યું કે પત્યું…

  • rajeshwari shukla // December 7, 2007 at 3:10 am

    Today is 7th December.I waited for 25th November……..
    Hope you will post it soon.

Leave a Comment