- સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.
- છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે, રમાડ્યે નહીં.
- જણનારીનાં દખ જણનાર જાણે.
- મા કરતાંય વધારે હેત દેખાડે ઈ ડાકણ હોય.
- ‘જુ’ના પેટમાં લીખ જ પાકે.
- એક તોલડી તેર વાનાં માંગે.
- પરણ્યાને પાળે ને જણ્યાને જીવાડે ઈમાં શું નવાઈ?
- માવતર ગલઢાં થાય; માવતરનાં હેત ગલઢા નો થાય.
- હું પહોળી ને શેરી સાંકડી.
- દીકરાના પાડની દીકરી છે.
- ભાંગ્યો તોય આદમી; ગાડું તોય તેલ.
- દુધ ને દીકરા, બધુંય છે.
- છોડીયાં જેવાં છોકરાં , ને ધડફા જેવી ડોશી.
- દુધ ને દીકરા, ઢાંક્યા નો રે’.
- ભાભોજી ભારમાં , તો વહુ લાજમાં. ( સસરામાં શણપણ હોય તો વહુ આમન્યા રાખે.)
- છાશ ખાય છોકરાં, ને દુધ ખાય ડોશી.
( 18 ડીસેમ્બરે વાંચો ….. ભાગ -2 )
સંકલન – જયંતીલાલ દવે
4 responses so far ↓
pragnaju // December 14, 2007 at 1:06 pm
1સાત સુવાવડ સારી પણ એક કસુવાવડ ભુંડી.
હમણા એક દિકરાને માટે સાત કસુવાવડ કરાવે!
2છોકરાં ધવડાવ્યે મોટાં થાય છે,રમાડ્યે નહીં.
બચ્ચેમેં કહાંસે બૂ આયે મા-બાપકી?
દૂધતો ડીબ્બેકા ઔર કેળવણી સરકારકી
3જણનારીનાં દખ જણનાર જાણે.
અમેરીકામાં તો થનાર બાપ(નમૂનામાં લખ્યું છે તે પ્રમાણે)ને પણ દખ લેવડાવે અને કાતરથી નાળ પણ કપાવે!!
Himanshu // December 14, 2007 at 3:36 pm
Sureshbhai
Enjoyed the proverbs. Is there a site online that has a collection of our Gujarati proverbs? If not, it would be an awesome project to consider for some of our active bloggers.
Perhaps we can have a wiki site where others can contribute as well on these things.
ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો « હાસ્ય દરબાર // December 14, 2007 at 9:54 pm
[...] December 14, 2007 · No Comments ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો… [...]
Neela // December 16, 2007 at 10:27 pm
enjoyed
Leave a Comment