ગદ્યસુર

ગામડામાં મહીલા વર્ગમાં વપરાતી કહેવતો - 2

December 19, 2007 · No Comments

  1. ભાંગ્યો તોય આદમી. ગાડું તોય તેલ.
  2. દુધ ને દીકરા, બધુંય છે.
  3. આંધળીને પાથરતાં વ્હાણું વાય.
  4. એવું કેવું રળવું કે, દીવો મુકીને દળવું. ( ખર્ચ બચાવવા અંધારામાં દળવું.)
  5. ડાહી બાઈને તેડાવો, ને ખીરમાં મીઠું નખાવો.
  6. ડાહી સાસરે નો જાય, ને ગાંડીને શીખામણ દે.
  7. વગર જણ્યે સુવાવડ શેં વેઠવી? ( કોઈ જાતના લાભ વગર બીજા માટે કેમ દુખ વેઠવું ? )
  8. કરવા ગઈ લાપસી, ને થઈ ગઈ થુલી.
  9. ધાન ધરપત ને ઘી , ઈ સંપત.
  10. આવડે નહીં ઘેંસ, ને રાંધવા બેસ.
  11. ઘરનો રોટલો બ્હાર ખાવાનો છે. ( મહેમાનની આગતા સ્વાગતા માટે.)
  12. ધુમાડાના બાચકા. ( નકામા માણસો પાસે આશા.)
  13. વર વગરની હજો , પણ ઘર વગરની ન હજો.
  14. સડસડતી સોડ્ય કરતાં રોકડો રંડાપો સારો.
  15. હંધામાં ભાગ હોય, રંડાપો સુવાંગ હોય. ( દુખમાં કોઈ ભાગ પાડવા ન આવે.)
  16. પોર મરી જ્યાં સાસુ , ને ઓણ આવ્યાં આંસુ.

સંકલન – જયંતીલાલ દવે

પરીચય

Categories: કહેવતો

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment