ગદ્યસુર

હંસ ભીક્ષુક

January 20, 2008 · Leave a Comment

       તે દીવસે મારા બે દોહીત્રોને લઈને હું પાર્કમાં ગયો હતો. હીંચકા, લપસણી વી, કાર્યક્રમ પતાવીને અમે પાર્કમાં આવેલા નાના શા તળાવ પાસે ગયા. અમને જોઈને તળાવમાં તરતા પાંચ છ હંસ ( Goose) બહાર આવી ગયા. અમે ઘણી વાર ઘેરથી બ્રેડ કે પોપ કોર્ન સાથે લઈ જતા અને બતકો અને હંસોને નીરતા.

      તે દીવસે ચાંચો પહોળી કરીને એ બધા બરાડવા લાગ્યા. અમારી પાસે તેમને આપવા લાયક કશું હતું નહીં. એ જનાબો તો અમારી પાછળ જ પડી ગયા; બરાડતા જાય અને અમારી પાછળ પાછળ આવતા જાય – મથુરાના ચોબાઓની જેમ! મારા બન્ને દોહીત્રો તો ભાગ્યા. મારે આ લપને હાકોટો મારીને વીદાય કરવી પડી! અને નક્કી કર્યું કે હવે પાર્કમાં આવીએ ત્યારે આમને માટે કાઈક પ્રસાદ લઈને જવું.

—–

      માછલી ખાનારા આ જીવો માનવ સહવાસમાં રહીને ભીક્ષુકો બની ગયા હતા!

Categories: અવલોકન

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment