ગદ્યસુર

નીંદણ – એક અવલોકન

February 18, 2008 · 5 Comments

      છેલ્લા અઠવાડીયા કે દસ દીવસથી શીયાળો પુર બહારમાં છે. સવારે ઉઠીએ ત્યારેય થર્મોમીટરનો કાંટો ચાલીશ અંશ ફે. ની નીચે જ હોય. રાત્રે તો 32 ની નીચે થઈ જતો હશે. ઘાસનું એક તણખલું પણ લીલું નથી. બધાં ઝાડ સાવ બોડાં બની ગયાં છે. બધું સાવ સુક્કું અને નીરસ લાગે છે.

      પણ આ સુક્કાભંઠ ઘાસની વચ્ચે રડ્યુંખડ્યું જંગલી નીંદણ લીલુંછમ્મ છે. તેની ઉપર આ ગાત્રો થીજવી દેતી ઠંડીની કોઈ જ અસર થતી નથી. તેની પ્રતીકારશક્તી અનન્ય છે. એને કોઈ માવજતની જરુર નહીં. એ તો ગમે ત્યાં અડાબીડ ઉગી જાય. કદાચ ઝાકળનું પાણી પીને પણ એનો ગુજારો થતો હશે. ખેતરનો બધો રસકસ ચુસી લે. જંગલી ઝાડીઓમાંય આમ જ હોય છે ને? ગમે તેવા ઉપવનને વનમાં ફેરવવાની તેની શક્તી અજોડ છે!

    અમે તો કેટલીય વાર એને કાઢી મુકવા ઝેરી રસાયણો છાંટ્યાં. પણ એ રામ તો એના એ.  આપણી જમીનમાંથી વીદાય લઈ લે, તો પાડોશીના પ્લોટમાંથી એ તો ઉડતાં ઉડતાં આવી જાય. પેલા ફીનીકસ પંખીની જેમ. એ તો બળી જાય તોય રાખમાંથી પણ નવજીવન પામી જાય.  

      માટે તો ખેતરોમાં અને બગીચાઓમાં પાક ઉગાડવા જેટલું જ નીંદામણ કરવું અગત્યનું હોય છે. એ રાક્ષસી માયાને વધવા ન જ દેવાય. બધા રસ્તા અજમાવી એને તો ઝબ્બે જ કરવી પડે.

———————————————————–

      દુર્જનો અને દુર્ગુણોનુંય આમ જ છે ને?

Categories: અવલોકન

5 responses so far ↓

  • jugalkishor // February 18, 2008 at 10:49 pm | Reply

    નીંદણ વીષે સરસ વાત લખી. એની શૈલી પણ ગમી. આને હવે સતત ચાલુ રાખજો. તમારાં લખાણોમાંથી પણ નીંદામણ દુર થતું થતું સુંદર પાક લણી આપશે. [છેલ્લે આપેલું વાક્ય અલગ બતાવીને એને ઉપદેશાત્મક કરી દીધું તેને બદલે વાક્યમાં જ ક્યાંક ઉલ્લેખી લીધું હોત તો ?

  • pragnaju // February 21, 2008 at 10:06 am | Reply

    કબીર કહે છે કે,
    “બુરા જો દેખન મેં ચલા,
    બુરા ન મિલીયા કોઈ,
    જો દિલ ખોજા આપના,
    મુઝસે બુરા ન કોય.”
    આ રીતે જો પોતાના દોષોને જાણીને તેને દૂર કરવાનો સ્વભાવ કેળવવામાં આવે તો નીંદા કરવાની વૃત્તિ ઓછી થઈ જાય છે.
    લોકો ભગવાન રામ અને કૃષ્ણની નીંદા કરવામાં પણ ચુક્યા નહોતા, પછી સામાન્ય માણસની શી વિસાત?
    બુદ્ધિમાનોએ ખોટી નીંદાની ચિંતા ન કરવી જોઈએ. તેણે પોતાનું કર્તવ્ય પુર્ણ નીષ્ઠા અને પ્રામાણિકતાથી કરતા રહેવું જોઈએ.

  • જશવંત // February 25, 2008 at 12:33 pm | Reply

    નીંદણ ઉપર નવું જ અવલોકન. આવા ઝીણા અવલોકનો ધીમે ધીમે અંગત માન્યતાઓથી મુકત થઈ ઉપદેશાત્મક કે લોકાભિમુખ થવાને બદલે અંતઃમુખી થવા માંડે ત્યારે પાકું સર્જન થવા લાગે. તમે હવે પાકા સર્જનની ખૂબ નજીક છો. નીંદણ યાત્રા ચાલુ રાખજો.

    જુગલભાઈ અને પ્રજ્ઞાબેનનાં નિખાલસ અભિપ્રાયો સ્પર્શી જાય તેવાં છે.

  • Jashavant // February 26, 2008 at 1:11 pm | Reply

    Sureshbhai, I have received your reply in email. You could have answered it here. I am sorry if you felt offended about my honest and motivating remark.
    * Jashvant
    ————————————————–
    Your reply:

    Thank you for your comment once again. It is starnge and funny to note that you are advising me, about not advising !!
    Please note that I am INTROVERT from a very early age and make decisions based on my ‘ Antar Ni Wani’. I am not the person to flow with the stream.
    But I have taken up the mission of spreading the most Rational, Radical and Logical reform in Gujarti language and in that process I LIKE TO propagate it.
    If somebody does not like, he/ she may not listen to me.
    I hope this message reaches you and is not anonymous.

  • Jashvant // February 28, 2008 at 7:22 am | Reply

    આભાર, સુરેશભાઈ!
    ————————————————–
    I am sorry. In past , some cowardly person had used your email ID for a nasty comment. Hence I thought, this too was anonymous!

    I appreciate your gesture of motivating me. I will leave my insistance for UNJHA, if somebody convinces me on logical grounds , why it is incorrect.
    Only arguments I have been given are
    It breaks traditions
    It pinces the eye and mind.
    English or Hindi or any other language have not done such reforms.
    All are not acceptable, as any reform begins that way only. For such arguments, beneficiary reforms should not stop. If others do not improve, we too shouid not – Is this a valid argument? (Suresh Jani)
    ————————————————–

Leave a Comment