જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે. જુના ધર્મોએ કહ્યું: ‘જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તીક છે.’ નવો ધર્મ કહે છે: ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે.’
- સ્વામી વિવેકાનંદ
જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે. જુના ધર્મોએ કહ્યું: ‘જેને પ્રભુમાં શ્રદ્ધા નથી, તે નાસ્તીક છે.’ નવો ધર્મ કહે છે: ‘જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તીક છે.’
- સ્વામી વિવેકાનંદ
Categories: સુવીચાર
ધ્રીબાંગ ઢીમ્ ઢીમ્ … ધ્રીબાંગ ઢીમ્ ઢીમ્ ..
રાતની તીવ્ર ઠંડકથી ભરેલા અંધકારમાં મોટા તાપણાની બાજુમાં ઢોલ ધબુકી રહ્યો હતો. કાળઝાળ શીયાળો તો ક્યારનોય પતી ગયો હતો. હવે જ આખા વરસની ખરી કમાઈ કરી લેવાની વેળા ફરી એક વાર આવી ગઈ હતી. એક સશક્ત ‘પેકુની’ (*) જવાન મોટા અમેરીકન પાડાનું મહોરું, ચામડાંનો પોશાક અને ભેંશના ચામડામાંથી બનાવેલા અનેક આભુશણો પહેરી ધુણી રહ્યો હતો. બીજા જવાનીયા તેણે પહેરેલા જાડા ચામડાના ડગલા ઉપર સોટીઓ મારી તેને પાડી નાંખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ધીરે ધીરે ઢોલનો રવ તેજી પકડતો ગયો. નાચનારની ચાલ પણ વેગ પકડતી ગઈ. હવે તે લથડીયાં ખાવા લાગ્યો હતો. સોટીઓનો માર પણ વધતો ગયો. અને છેવટે તે જુવાન ઢળી પડ્યો. ઢોલ વાગતો બંધ થઈ ગયો. બધા બલીદાન પામેલી ભેંસના પ્રાણતત્વને સન્માનતા શાંત બની ગયા. ભેંસ સાથેનો આ તેમનો વીશીશ્ઠ સંબંધ હતો. ભેંસના બલીદાન પર જ તેમનું જીવન નભતું હતું.
બધાએ તેને ઉભો કરી, ખાસ વીધી અને મંત્રોચ્ચારની સાથે પકાવેલા ભેંસના તાજા માંસનો પ્રસાદ ખવડાવ્યો. પછી બધાંએ પણ આ પ્રસાદ આરોગ્યો. આમ આ અત્યંત અગત્યની, ભેંસના પ્રાણને આહ્ વાન આપવાની વીધી પુરી થઈ. હવે બધાંને શ્રધ્ધા બેસી ગઈ હતી કે, બીજા દીવસના મહાન શીકારના ઉત્સવમાં જરુર સફળતા મળશે. ભેંસો જરુર શીકારના સ્થળે આવી જશે, અને પછી આખા વરસની નીરાંત.
(*) ‘પેકુની’ ઉત્તર અમેરીકા અને કેનેડાની બ્લેકફુટ પ્રજાની એક ઉપજાતી છે. બ્લેકફુટ પ્રજા વીશે જાણો
આ જાતીઓ ઉત્તર અમેરીકાના મહાન પ્રેરી મેદાનોમાં હજારો વર્શોથી વસતી હતી. તેમને ખેતી કરતાં આવડતું ન હતું. ઘોડા, પૈડાં કે ધાતુનાં ઓજારોથી એ લોકો સહેજ પણ માહીતગાર ન હતા. તેમના સમગ્ર જીવનનો આધાર ‘બાઈસન’ અથવા ભેંસ હતી. આપણે અહીં તેમને વધારે પ્રચલીત શબ્દ ‘ભેંસ’ જ કહીશું. પરમ તત્વ તેમની ઉપર ક્રુપા કરે તો આ મહાકાય ભેંસનાં ટોળાં મોકલી આપે અને તો તેમનો શીકાર કરી શકાય. ઉપરોક્ત નાચ આ માટેની કતલની રાતની બહુ અગત્યની વીધી હતી.
અમેરીકન ભેંસ ( બાઈસન) વીશે વધુ જાણો
અમેરીકન ભેંસ વીશાળકાય પ્રાણી હતું. પાડો ખભા આગળ સાત ફુટ ઉંચો, બાર ફુટ લાંબો અને પચીસસો પાઉન્ડ વજન ધરાવતો ! માદા ભેંસ પાંચ ફુટ ઉંચી, સાત ફુટ લાંબી અને બારસો પાઉન્ડ વજન ધરાવતી. અમેરીકાના આ પ્રેરી પ્રદેશમાં આ સૌથી મોટું પ્રાણી હતું. તેનો શીકાર કરવાનું કોઈનું સામર્થ્ય ન હતું – સીવાયકે ‘બ્લેક ફુટ‘ જાતી. અને આ જાતી 6000 વર્શથી ભેંસના શીકાર પર જ નભતી. યુરોપીયન લોકોએ આ ખંડ પર પગપેસારો કર્યો ત્યારે એક અંદાજ પ્રમાણે 3 થી 4 કરોડ ભેંસો આ પ્રેરી પ્રદેશમાં મન મુકીને મ્હાલતી હતી. આ ભલું પ્રાણી માત્ર ઘાસ પર નભતું અને બીલકુલ નીરુપદ્રવી હતું. માત્ર સ્વબચાવ માટે જ તે શીંગડાંનો ઉપયોગ કરતું. પણ એક વાર તેના શીંગડાની ઝપટમાં આવી જનારની મગદુર ન હતી કે બચી શકે.
માટે જ પેકુનીઓએ આ ભેંસના શીકાર માટે ખાસ જગ્યા પસંદ કરેલી હતી. આપણે જે નાચની ઝલક જોઈ; તે એક મંદ ઢોળાવવાળા પ્રદેશમાં થઈ રહ્યો હતો. ધીમા અને લાંબા ઢોળાવના ઉપરના છેડે આ સ્થળ આવેલું હતું. આજુબાજુનાં મેદાનો કરતાં આ સ્થળ શીકાર માટે વધુ અનુકુળ હતું. આ સ્થળની નજીકમાં પેકુનીઓનું ગામ હતું . ઢોળાવની બન્ને બાજુએ, સો સો ફુટના અંતરે, પથ્થરના પાંચ છ ફુટ ઉંચા ઢગલા કરેલા હતા. આ ઢગલાની બે હાર ટોચ પાસે ઠીક ઠીક નજીક હતી, પણ નીચે જતાં તેમની વચ્ચેનું અંતર વધતું જતું હતું. આ બે હાર, વીશાળકાય સુપડા જેવો આકાર બનાવતી હતી.
બીજા દીવસની સવાર પડી. જાણભેદુ ખેપીયા ખબર લાવ્યા હતા કે પાંચેક માઈલ દુર ભેંસોનું એક મોટું ટોળું આવી ગયું હતું. બધા સશક્ત જુવાનીયાઓ પુર્ણ તૈયારી સાથે વહેલી સવારે આ મહાન સાહસ માટે નીકળી પડ્યા. માત્ર વ્રુધ્ધ પુરુશો, સ્ત્રીઓ અને બાળકો જ પાછળ ખીણની કોર પાસે આવેલા ગામમાં પાછાં ગયાં. પેકુનીના અનુભવી સરદારના માર્ગદર્શન પ્રમાણે ભેંસોને તેમની વાસ ન આવે તેવી રીતે પવનની વીરુધ્ધ દીશામાં , જ્યાં ભેંસો ચરી રહ્યાના વાવડ આવ્યા હતા, તેની ય પાછળની બાજુએ જવા સૌ ચાલવા માંડ્યા.
બે કલાકમાં તો ભેંસોના એ વીશાળ ટોળાની પાછળ એ સૌ આવી પુગ્યા. નહીં ચરાયેલા ઘાસના સાત સાત ફુટ ઉંચા બીડમાં સૌ લપાઈ ગયા. ત્રણેક જવાંમર્દ પેકુનીઓએ વરુના ચામડાં અને મહોરાં પહેરી લીધાં અને બીડમાંથી બહાર આવી, ધીરે ધીરે ભેંસોના ટોળાં તરફ તેમણે સરકવા માંડ્યું. પેઢીઓના અનુભવના આધારે તેમને આ જ્ઞાન મળ્યું હતું કે, ભેંસો વરુઓ પર કદી આક્રમણ કરતી નથી, અને તેમનાથી થોડી દુર રહેવા માંગતી હોય છે; જેથી તેમનાં નાનાં બચ્ચાંને વરુ તાણી ન જાય. ટોળાંએ ટેકરી તરફ ધીરે ધીરે પ્રયાણ શરુ કર્યું. થોડીક જ વારમાં તો જ્યાંથી પેલા પથ્થરોની હાર શરુ થતી હતી તે જગ્યાએ આખું હાઉસન જાઉસન આવી પહોંચ્યું. પાછળ પાછળ શીકારી ટોળી પણ લપાતી છુપાતી પીછો કરતી રહી.
પેકુની ટોળી પણ સતત ચાલવાથી થાકેલી હતી. પણ ગઈ રાતે પ્રસન્ન થયેલું ભેંસનું પ્રાણતત્વ તેમના પગમાં બળ પુરી રહ્યું હતું. અને હવે તો ખરાખરીનો ખેલ શરુ થવાનો હતો. હવે તો ‘આ પાર કે પેલે પાર.’ સરદારે ઈશારો કર્યો અને આખી શીકારી ટોળી ઘાસના બીડમાંથી બહાર આવી ગઈ અને ભેંસોના ટોળાંએ ચરીને સપાટ કરેલી જમીન પર હોંકારા અને પડકારા કરવા લાગી. તેમની પાસે અંગારામાં સળગતી વનસ્પતી પણ હતી. ભેંસોને આની વાસ ગમતી નહીં.
આ બધી ખલેલોથી વાજ આવી જઈ, ભેંસોનું ટોળું તેજ ચાલમાં આગળ ધપવા લાગ્યું. મોટા ભાગના પાડા તો સૌથી આગળ હતા - અને આખા ટોળાને દોરતા હતા. વસંત રુતુની શરુઆતમાં જન્મેલાં વાછરડાં પોતપોતાની માતાઓ સાથે ટોળાંની વચમાં સલામત હતા. બે ચાર અલમસ્ત પાડાઓ આ દુર્જનોની ખબર લઈ નાંખવા પાછળ રહ્યા, અને ખરીઓ ભોંયમાં ખોડી આ દુશ્મનોની ખબર લઈ નાંખવા પ્રતીબધ્ધ બન્યા. ટોળીમાંના સૌથી લડાયક શુરવીરો પથ્થરના ફણાવાળા લાંબા ભાલા અને સળગતા લાંબા ઈંધણના લાકડાના સહારે આ ખુંટોનો પ્રતીકાર કરવામાં પડ્યા. બરાબર ઘમસાણ યુધ્દ્બ જામી ગયું. આ જોરાવર અને મહાકાય પાડાઓથી જાન બચાવી તેમને રોકવા એ કાંઈ આસાન કામ ન હતું. એક જણને તો એક જોરાવર પાડાએ શીંગડે ચડાવી સાત ફુટ ઉંચે ફંગોળ્યો. જમીન પર પડતાંની સાથે જ તેના તો રામ રમી ગયા.
પણ આ ઘમસાણના પ્રતાપે પેલું ધણ તો ક્યાંય આગળ જતું રહ્યું. તેમાં ખાસ કોઇ લડાયક બળ કે વ્રુત્તી પણ ન હતાં. માત્ર આ અડચણથી ભાગી દુર જવાની તાલાવેલી જ હતી. આગળ આ બે ત્રણ હજાર ભેંસો અને પાછળ સોએક પેકુનીઓ.
આમ સરઘસ આગળ ને આગળ ધપવા માંડ્યું - ભયંકર અને કાળજું કંપાવી નાંખે તેવી અપેક્ષીત ઘટનાના તખ્તાની નજીક અને વધુ નજીક……..