ગદ્યસુર

આજનો સુવીચાર

March 11, 2008 · Leave a Comment

        આત્મશ્રદ્ધાનો આદર્શ એ આપણા માટે સર્વોત્તમ સહાયરુપ છે. જો આત્મશ્રદ્ધાનાં આદર્શનું વધુ વ્યાપક રીતે શીક્ષણ અને આચરણ થયું હોત તો મારી ખાતરી છે કે આપણાં અનીષ્ટો અને દુઃખોનો ભારે મોટો ભાગ અવશ્ય નષ્ટ થયો હોત.

- સ્વામી વિવેકાનંદ

Categories: સુવીચાર

લાકડાનો ટુકડો – એક અવલોકન

March 11, 2008 · 5 Comments

     આજે પાર્કમાં ગયો હતો. પથ્થરની એક નાની દીવાલ પર હું બેહો હતો. નીચે નાની ક્યારીમાં છોડના પોશણ માટે ઝાડના છોડીયાં નાંખેલાં હતાં. ત્રણેક ઈંચ લાંબા એક ટુકડા પર નજર ગઈ. હાથમાં લીધો. અનેક રેસાઓ તરત દેખાઈ ગયા. જરા વધારે ધ્યાનથી જોવા આંખની સાવ નજીક તેને લઈ ગયો. અને એક અજાયબ દુનીયા દ્રશ્ટીગોચર થઈ. જાણેકે ગ્રાન્ડ કેન્યન મારા હાથમાં આવી ગઈ હતી.

      જ્યારે આ ટુકડો જીવંત હશે , ત્યારે તેના આ રેસાઓમાંથી સતત પાણી અને જીવનરસનો પ્રવાહ વહેતો હશે -  મુળથી પાંદડાં સુધી. પેલી ગ્રાંડ કેન્યનના પથ્થરને કાપતો કોલોરાડો નદીનો પ્રવાહ  બહુ મોટા પાયે, હજારો વરસ સુધી વહેતો હશે.  

       એકમાં જીવનનો પ્રવાહ સુક્ષ્મ રુપમાં રેસાની અંદર વહે, બીજામાં બહુ મોટા પાયે અને ધસમસતા રુપમાં બહારથી વહે અને રેસાઓ જેવી લકીરો પેદા કરે. 

      એક અણુની ભીતરની દુનીયાનો રાસ અને બીજો અનંત વીશ્વના, કરોડો પ્રકાશ વર્શ ફેલાયેલો રાસ. પણ મુળ તત્વ તો એક જ.

       પીંડે સો બ્રહ્માંડે……..

Categories: અવલોકન