આશીશ માંકડ
March 13, 2008 · 10 Comments
પીતા - દીકરા, જરા કાતર લઈ આવને?
-
અને નવ વરસનો આશીશ કાતર લઈ આવી પીતાને આપે છે.
તમે મીત્રો સાત તાળી રમી રહ્યા છો.
-
આશીશ આવે છે અને તમારી સૌની સાથે જોડાઈ જાય છે.
નીશાળ ચાલુ થઈ ગઈ છે.
-
તમારી સાથે આશીશ પણ પાટલી પર બેસી શીક્ષક જે બોલે છે , તે ધ્યાનથી સાંભળે છે.
તમે ગીરમાં સીંહ જોવા જાઓ છો.
-
આશીશ - મારે ય આવવું છે. મને લઈ જશો?
-
અને તમે એને તમારી સાથે લઈ જાઓ છો.
સી.એ. નું છેલ્લા વીભાગનું પરીણામ જાહેર થયું
-
આશીશનો નંબર પહેલા પચાસમાં છે.
ઘરાક - મારી ઉપર ઈન્કમટેકસ ડીપાર્ટમેન્ટનો કાગળ આવ્યો છે અને —– માહીતીની ચોખવટ માટે માંગણી કરી છે.
-
આશીશ – તમારા બેલેન્સ શીટના 50 મા પાને તે છે.
આશીશના ઓફીસની આસીસ્ટન્ટ તેના ગુણો જોઈ તેના પ્રેમમાં પડી જાય છે.
-
અને બન્ને લગ્ન કરી લે છે.
તમે ગાંધીનગરના ‘રાજશ્રી’ થીયેટરમાં ફીલ્મ જોવા જાઓ છો.
-
આશીશ તમારી બાજુની ખુરશી પર બેઠેલો છે. અને પીકચરને પુર્ણતાથી માણે છે.
તમે કહેશો : ” આમાં શું? આવું તો હોય. “
તો નોંધી લો કે -
રાજકોટમાં જન્મેલ આશીશ માંકડ જન્મથી અંધ છે. તેનો ઉછેર સારી આંખવાળા બાળકની જેમ જ કરવામાં આવ્યો છે.
—————————–
આ માહીતી આપવા માટે ડલાસ, ટેક્સાસના મારા યુવાન મીત્ર શ્રી. જયદીપ દવેનો ખુબ ખુબ આભાર.
Categories: સત્યકથા