ગદ્યસુર

આશીશ માંકડ

March 13, 2008 · 10 Comments

પીતા -  દીકરા, જરા કાતર લઈ આવને?

  • અને નવ વરસનો આશીશ કાતર લઈ આવી પીતાને આપે છે.

તમે મીત્રો સાત તાળી રમી રહ્યા છો.

  • આશીશ આવે છે અને તમારી સૌની સાથે જોડાઈ જાય છે.

નીશાળ ચાલુ થઈ ગઈ છે.

  • તમારી સાથે આશીશ પણ પાટલી પર બેસી શીક્ષક જે બોલે છે , તે ધ્યાનથી સાંભળે છે.

તમે ગીરમાં સીંહ જોવા જાઓ છો.

  • આશીશ - મારે ય આવવું  છે. મને લઈ જશો?
  • અને તમે એને તમારી સાથે લઈ જાઓ છો.

સી.એ. નું છેલ્લા વીભાગનું પરીણામ જાહેર થયું

  • આશીશનો નંબર પહેલા પચાસમાં છે.

ઘરાક -  મારી ઉપર ઈન્કમટેકસ ડીપાર્ટમેન્ટનો કાગળ આવ્યો છે અને —–  માહીતીની ચોખવટ માટે માંગણી કરી છે.

  • આશીશ – તમારા બેલેન્સ શીટના 50 મા પાને તે છે.

આશીશના ઓફીસની આસીસ્ટન્ટ તેના ગુણો જોઈ તેના પ્રેમમાં પડી જાય છે.

  • અને બન્ને લગ્ન કરી લે છે.

 તમે ગાંધીનગરના ‘રાજશ્રી’ થીયેટરમાં ફીલ્મ જોવા જાઓ છો.

  • આશીશ તમારી બાજુની ખુરશી પર બેઠેલો છે. અને પીકચરને પુર્ણતાથી માણે છે.  

તમે કહેશો : ” આમાં શું? આવું તો હોય. “

         તો નોંધી લો કે -  

         રાજકોટમાં જન્મેલ આશીશ માંકડ જન્મથી અંધ છે. તેનો ઉછેર સારી આંખવાળા બાળકની જેમ જ કરવામાં આવ્યો છે.

—————————–

આ માહીતી આપવા માટે ડલાસ, ટેક્સાસના મારા યુવાન મીત્ર શ્રી. જયદીપ દવેનો ખુબ ખુબ આભાર.

Categories: સત્યકથા

10 responses so far ↓

Leave a Comment