શું તમે એ જાણો છો કે તમારા આ દેહની અંદર હજી પણ કેટલી બધી શક્તી, કેટલી બધી તાકાત છુપાઈને પડેલી છે? માણસમાં જે કંઈ છે તે બધું કયા વૈજ્ઞાનીકે જાણ્યું છે? મનુશ્યે અહીં પ્રથમ પગ મુક્યો તેને લાખો વર્શો વ્યતીત થઈ ગયાં છે – અને છતાંયે તેની શક્તીઓનો કેવળ અલ્પતમ ભાગ જ અભીવ્યક્ત થયો છે. માટે આપણે દુર્બળ છીએ એવું તમે લેશમાત્ર કહેશો નહીં. સપાટી ઉપરના પતનની પાછળ કેવી મહાન શક્યતાઓ રહેલી છે એ તમે કેવી રીતે જાણો!
તમારી અંદર જે પડેલું છે તેનાં વીશે તમે ભાગ્યે જ કાંઈ જાણો છો. તમારી અંદર તો અસીમ શક્તી અને ધન્યતાનો મહાસાગર ઉછળી રહેલો છે.
- સ્વામી વિવેકાનંદ
2 responses so far ↓
pragnaju // March 31, 2008 at 1:11 pm |
મહાબળી હનુમાનજીને પણ તેની અનુભૂતી કરાવીે જણાવ્યું ત્યારે તેઓ સહેલાઈથી પરાક્રમો કરી શક્યા
Chirag Patel // April 1, 2008 at 9:10 am |
આજ બાબતે ‘હીપ્નોટીઝમ’થી થતાં કલ્પનાતીત અનુભવો વીશે જાણવા મળ્યું!