તે દીવસે હું પાર્કમાં મારા દોહીત્ર સાથે ગયો હતો. અમારી વચ્ચે વાતચીતના વીશયો જાતજાતના ને ભાતભાતના હોય. તે દીવસે અમે જુદી જુદી વસ્તુઓની લંબાઈ કે ઉંચાઈ કેટલી હોય તેનો અડસટ્ટો કાઢવા પર ચઢી ગયા. નાની નાની વસ્તુઓનાં માપનો અંદાજ લગાવવાનું હું તેને પુછું, અને તે મને જવાબ આપે. અને મારો બેટો ચાલાક એટલો કે, તેના જવાબ લગભગ સાચા હોય. મને તેની અંદાજશક્તી માટે માન થયું.
હવે હું તેને થોડાં કપરાં ચઢાણ તરફ દોરી ગયો. મેં તેને પુછ્યું,” ચાલ, આ સ્ટ્રીટલાઈટની ઉંચાઈ કેટલી હશે? “
એમાં એ ભાઇ ગોથાં ખાવા માંડ્યા. અલબત્ત આઠ જ વરસની તેની ઉમ્મર માટે આ અઘરો સવાલ હતો. તેણે મને સામો સવાલ પુછ્યો ,” તો તમે જ કહો ને, કેટલો ઉંચો હશે?”
મેં જવાબ આપ્યો ,” મને અંદાજે તે વીસ ફુટ ઉંચો લાગે છે. પણ તને ખબર છે, તે કઈ રીતે મપાય? “
તેણે કહ્યું,” કેમ વળી મોટી સીડી લઈ તેની ઉપર ચઢીને જ તો.”
મેં તેને કહ્યું,” પણ આપણી પાસે એટલી મોટી સીડી ક્યાં છે? મારે તો માત્ર માપપટ્ટી ( મેઝર ટેપ ) વડે જ માપવું છે. “
તે કહે,” ગપ્પા ન મારો. સીડી વગર તો શી રીતે મપાય?”
પછી મેં તેને સરુપ ત્રીકોણોનો સીધ્ધાંત સમજાવ્યો અને કહ્યું,” તારી ઉંચાઈ, તારા પડછાયાની લંબાઈ અને આ થાંભલાના પડછાયાની લંબાઈ, આ ત્રણ માપીએ એટલે આપણે થાંભલાની ઉંચાઈ ગણી શકીએ. “
અને તમે નહીં માનો. એ નાના અમથા લેંડોળીયાના મગજમાં આ વાત ચપોચપ ઉતરી ગઈ.
હવે ભાયું ને બેન્યું, આ વાત અહીં એટલા માટે કરી કે, ગણીતના સીધ્ધાંતોની મદદથી આવાં ઘણાંયે મુશ્કેલ પ્રશ્નો તો ઉકેલી શકાય છે.
પણ ….
આપણે જેટલા ઉંચા એટલો આપણો પડછાયો લાંબો. સાવ તણખલા જેવાનો તો પડછાયોય તરત નજરે ન ચઢે. અને તાડનો પડછાયો પણ તાડના પ્રમાણમાં જ હોય ને? આપણાં ખયાલોનો અંદાજ આપણાં કાર્યો આપી દેતાં હોય છે. આપણે એવાં કામ કરીએ કે જેના લીસોટા કે પડછાયા આપણે ન હોઈએ તો પણ રહી જાય.
तृणानि नोन्मूलयति प्रभंजनो,
मृदूनि नीचैः प्रणतानि सर्वशः
समुछ्रीतान्नैव तरून् प्रबाधते,
महान् महस्त्वैव करोति विक्रमम् ।
( વાવાઝોડું નીચે નમી ગયેલા તરણાંઓને ઉખેડી નાંખતું નથી.
તે તો ઉન્મત્ત થઈ ઝુલતા મોટાં વ્રુક્ષોને જ ઉખાડી નાંખે છે.
જે મહાન છે , તે મહાન કાર્યો જ કરે છે.)
खंडहर दीखा रहे है कि, ईमारत कीतनी बुलंद रही होगी.
લ્યો , થાંભલાની ઉંચાઈ માપતાં માપતાં ક્યાંના ક્યાં પહોંચી ગયા? !
8 responses so far ↓
Niraj // April 2, 2008 at 2:42 am |
sunder vat dada..
Rajendra Trivedi, M.D. // April 2, 2008 at 4:28 am |
तृणानि नोन्मूलयति प्रभंजनो,
मृदूनि नीचैः प्रणतानि सर्वशः
समुछ्रीतान्नैव तरून् प्रबाधते,
महान् महस्त्वैव करोति विक्रमम् ।
( વાવાઝોડું નીચે નમી ગયેલા તરણાંઓને ઉખેડી નાંખતું નથી.
તે તો ઉન્મત્ત થઈ ઝુલતા મોટાં વ્રુક્ષોને જ ઉખાડી નાંખે છે.
જે મહાન છે , તે મહાન કાર્યો જ કરે છે.)
खंडहर दीखा रहे है कि, ईमारत कीतनी बुलंद रही होगी.
લ્યો , થાંભલાની ઉંચાઈ માપતાં માપતાં ક્યાંના ક્યાં પહોંચી ગયા? !
Dear Bhai Suresh,
I recall when reading this to day,the Family had four members electricuted on August 8th 1967.
when,Their youngest son was just pointing out Electric live wire too low in their garden.Thanks that all are doing the best and helping others in need!
http://www.bpaindia.org
http://www.yogaeast.net
Chirag Patel // April 2, 2008 at 6:33 am |
Nice. Liked it.
Bhavna // April 2, 2008 at 7:08 am |
Saras avalokan dada!
Group2Blog :: Engineer v/s Manager // April 2, 2008 at 8:01 am |
[...] friends, Read my Observation – http://gadyasoor.wordpress.com/2008/04/01/street_light_pole/ Coincidentally, it is so strange that myself and Animesh both [...]
pragnaju // April 2, 2008 at 8:15 am |
થોડું પડછાયા અંગે …જો વસ્તુ પ્રકાશના સ્રોતની નજીક તો પડછાયો મોટૉ અને વસ્તુમા વળાંક તેટલું પડછાયાનૂં વસ્તુ જેવું ન લાગવું પણ મઝા તો પ્રકાશનો સ્રોત-નોન પોઈન્ટ હોય તો
છત્રી જેવો પડછાયો અને ઘણા પ્રકાશના સ્રોત હોય તો મઝા જ મઝા..આવર્ણનીય મઝા!
तृणानि नोन्मूलयति प्रभंजनो,
मृदूनि नीचैः प्रणतानि सर्वशः
समुछ्रीतान्नैव तरून् प्रबाधते,
महान् महस्त्वैव करोति विक्रमम् ।
આ તો ચાણક્ય નીતિ સમજાવતી વખતે વપરાતો મંત્ર!
——————-
“खंडहर बता रहे है कि,
ईमारत कीतनी बुलंद थी.”
અને
રંગ નીખરે હૈ જ્યું જ્યું બીખરે હૈ !
આ બે વાક્યો તો વૃધ્ધના સન્માનમા અવાર નવાર વપરાતાં!
સુનીલ શાહ // April 2, 2008 at 9:07 am |
સાચી વાત છે સુ.કાકા. સરસ ચીંતન.
જોકે, ઉંચાઈએ પહોંચનારાને માથે જો સુર્યનું તેજ હોય તો તેના પડછાયાનું અસ્તીત્વ રહેતું નથી.ડુબતા સુરજ સામે તો તણખલાનોય પડછાયો લાંબો લાગે, ખરુંને..?
સુરેશ જાની // April 2, 2008 at 9:38 am |
કોઈ પણ ઘટનાને અનેક રીતે અવલોકી શકાય. હું તો તે ક્ષણે મને જે વીચાર ઉપરવાળો સુઝાડે તે લખી નાંખું છું. બસ આમ વીચારતા, મનન કરતા રહેવું તે હવે મારા સ્વભાવમાં વણાઈ ગયું છે. અને એમાંથી જ આ ફુલો સર્જાઈ રહ્યાં છે.
હું કહું છું, તે જ એક માત્ર દ્રશ્ટીબીંદુ છે, એમ હું કદી ન કહું. મને તો બીજાના વીચારો માણવા, વીચારવા પણ ગમે છે. પણ વીચારશુન્યતા નથી ગમતી.