એક અંગ્રેજી સત્યકથાનો ભાવાનુવાદ
હું સવારના 3 -30 વાગે જ્યાંથી પેસેન્જરને લેવા કોલ મળ્યો હતો, તે ઘેર પહોંચ્યો. ભોંયતળીયાના એક રુમની બત્તી જ ચાલુ હતી. કોઈ ઘરમાં હોય તેવા કોઈ ચીહ્ન જણાતાં ન હતાં. મોટે ભાગે તો આવી રાતના સમયે જેણે ટેક્સી મંગાવી હોય તે રાહ જોઈને તૈયાર જ બેઠું હોય. અને બારણું ખોલીને તરત બહાર આવી જાય. પણ અહીં તો કોઈ બહાર ન આવ્યું.
હું મકાનના બારણા આગળ ગયો અને ઘંટડી વગાડી. કદાચ મુસાફર શરીરથી અશક્ત હોય અને તેને મારી મદદની જરુર હોય. અંદરથી એક ઘરડી સ્ત્રીનો ધીમો અવાજ આવ્યો ,” એક જ મીનીટ.” અંદરથી ફર્શ ઉપર કોઈ ભારે વસ્તુ ઢસેડવાનો અવાજ પણ આવ્યો.
ઠીક ઠીક વાર પછી બારણું ખુલ્યું. મેં જોયું કે, નેવું એક વરસનાં એક ડોશીમા મારી સામે ઉભાં હતાં. તેમણે બહુ જુની ફેશનનાં કપડાં પહેરેલાં હતાં અને માથે 1940માં પહેરાતી હતી તેવી હેટ પહેરેલી હતી. તેની બાજુમાં એક નાયલોનની સુટકેસ હતી. એક જ રુમના એ એપાર્ટમેન્ટના ઓરડામાં ખાસ કોઈ સામાન પણ દેખાતો ન હતો. માજી બહારથી ખાવાનું મંગાવીને ખાતાં હશે તેમ સ્પશ્ટ જણાતું હતું. દીવાલ ઉપર કોઈ ઘડીયાળ પણ ન હતી. ખાસ કોઈ ફર્નીચર પણ ન હતું.
માજીએ કહ્યું,” ભાઈ! મારી બેગ ગાડીમાં મુકી આપીશ?”
હું તેની સુટકેસ ઉંચકીને ગાડીમાં લઈ ગયો. પાછા વળી મેં માજીનો હાથ પકડીને તેમને ગાડી તરફ લઈ ગયો. તે સતત મારો આભાર માની રહ્યાં હતાં. મેં કહ્યું,” અરે! એમાં આભાર શાનો? તમે તો મારાં માની સમાન છો.”
માજી બોલ્યાં,” અરે, દીકરા, તું કેવો સજ્જન છે? ” તેમણે મને એક હોસ્પીસનું સરનામું આપ્યું અને કહ્યું,” મને ડાઉન ટાઉનમાં થઈને લઈ જઈશ? “
મેં કહ્યું,” પણ એ તો બહુ લાંબું પડશે.”
તેમણે કહ્યું,” ના, મારે પહોંચવાની કોઈ ઉતાવળ નથી. મારે કોઈ કુટુંબીજન તો છે નહીં. અને ડોક્ટર કહે છે કેમ હું હવે લાંબું જીવવાની પણ નથી.”
મારી આંખો ભીની થઈ ગઈ. મેં કહ્યું,” ચાલો તમે કહેશો ત્યાં હું તમને લઈ જઈશ.”
પછીના બે કલાક અમે શહેરમાં ખુબ રખડ્યાં. તે લીફ્ટ ઓપરેટર તરીકે જે મકાનમાં કામ કરતી હતી તે મકાન તેણે મને બતાવ્યું. તેણી અને તેનો પતી પરણીને તરત જે મકાનમાં રહ્યા હતાં તે મકાન પણ તેણીએ મને બહુ રસપુર્વક બતાવ્યું. એક ફર્નીચરના ગોદામ આગળ તેણે ટેક્સી ઉભી રખાવી અને કહ્યું કે પહેલાં ત્યાં એક બોલરુમ હતો, અને તેણી ત્યાં નાચવા જતી હતી.
આમ કરતાં સવારના સુર્યનાં પહેલાં કીરણો ક્ષીતીજમાં પ્રગટવા માંડ્યા. તેણે એકાએક કહ્યું,” ચાલ, ભાઈ, હું હવે થાકી ગઈ છું. હવે મને હોસ્પીસમાં લઈ જા.” અમે ત્યાં પહોંચી ગયાં. અને મકાનના પોર્ટીકો આગળ ડ્રાઈવવેમાં મેં ટેક્સી ઉભી રાખી. મારી ટેક્સીનો અવાજ સાંભળી બે નોકર તરત બહાર આવી ગયા. તેમને તેણીના આવવાની ખબર હોય તેમ લાગતું હતું. મેં તેની સુટકેસ બહાર કાઢી એટલામાં તેમણે માજીને વ્હીલચેરમાં બેસાડી દીધાં.
માજીએ પર્સ કાઢીને મને પુછ્યું,” મારે કેટલા ડોલર તને આપવાના છે? “
મેં કહ્યું,” કશું નહી.”
માજીએ કહ્યું,” અરે! પણ ભાઈ તારે જીવન ગુજારો તો કરવાનો છે ને? “
મેં કહ્યું,” એ માટે મને બીજાં મુસાફરો મળી રહેશે. ” આમ કહીને હું માજીને ભેટ્યો.
તેણે મને બે ઘડી પકડી રાખ્યો અને ગળગળા અવાજે બોલી,” તેં આ ઘરડી સ્ત્રીને મજાની બે ઘડી આપી છે. તારો ખુબ ખુબ આભાર.”
મેં તેનો હાથ મમતાથી દબાવ્યો, અને મારી ટેક્સી તરફ ચાલવા માંડ્યો. મારી પાછળ બારણું બંધ થવાનો અવાજ આવ્યો.
એક જીંદગીનો દરવાજો બીડાઈ ચુક્યો હતો. હું કોઈ ધ્યેય વીના ટેક્સી હંકારી રહ્યો હતો. તે દીવસે હું બીજા કોઈ મુસાફરને લઈ ન શક્યો.
7 responses so far ↓
સુરેશ // March 30, 2008 at 11:55 pm |
સંવેદના વીહીન બની ગયેલ શહેરી જીવનમાં ગળાડુબ આપણી આંખોને આ વાત થોડી ભીની બનાવી દે તો પણ ઘણું.
pragnaju // April 4, 2008 at 8:23 am |
હોસ્પીસનો અનુભવ યાદ આવ્યો.
ત્યાં કેવી સારવાર આપે કે ત્યાંથી ફોન પર દું;ખની વાત કે કણસવાનો અવાજ જ ન હોય!
ત્યાંના દર્દી આનંદથી મરે છે,અમારાં દર્દી ં નાં ફ્યુનરલમાં તેનાં પડોશમાં રહેતી વૃધ્ધાએ રડતા રડતા અંજલી આપી કે-” તે સેવા ભાવે મારું બધું કામ કરતો.છેલ્લે લોન વધી ગઈ તે કાપવા ન આવ્યો ત્યારે મેં તેને માટે હવે આળસુ થઈ ગયો છે એમ ખોટું વિચારેલું-પછી મને ખબર પડી તો હું હોસ્પીસમાં આવું તે પહેલા…”પછી અવાક—
Chirag Patel // April 4, 2008 at 10:32 am |
Touching story. Such incidents keep the world flourishing.
Rajendra Trivedi, M.D. // April 5, 2008 at 2:45 pm |
‘હોસ્પીસનો અનુભવ યાદ આવ્યો’.
From 1968 untill now,we have seen many such life events of people before the end their time of the life!
Geeta and Rajendra Trivedi
http://www.yogaeast.net
http://www.bpaindia.org
કલ્પેશ // April 5, 2008 at 8:24 pm |
જીવનમા બનતા આવા નાના બનાવ આપણામા રહેલ માનવતાને બહાર કાઢવામા મદદ કરે છે. રણમા મૃગજળ
સુરેશકાકા, આપના બ્લૉગ પર ગુજરાતીમા લખી શકાય એવુ કાંઇ કરો ને? જેમ રીડગુજરાતી પર છે એ રીતે.
સુનીલ શાહ // April 5, 2008 at 8:45 pm |
સરસ… હૃદયસ્પર્શી વાર્તા.
Divyakant Parikh // April 6, 2008 at 10:38 am |
Very touching story.