ગદ્યસુર

આજનો સુવીચાર

April 8, 2008 · 1 Comment

        બીજી કોઈ પણ વસ્તુ કરતાં સંકલ્પ વધુ બળવાન છે. સંકલ્પ આગળ કોઈ પણ વસ્તુને ઝુકવું પડે, કારણ કે તે ઈશ્વરમાંથી અને સ્વયં ઈશ્વરમાંથી જ ઉદ્ભવે છે; શુધ્ધ અને દ્રઢ સંકલ્પ એ સર્વ શક્તીમાન છે. શું તમને તેમાં શ્રધ્ધા છે?

- સ્વામી વિવેકાનંદ

Categories: સુવીચાર

1 response so far ↓

  • pragnaju // April 8, 2008 at 8:47 am | Reply

    આ સંકલ્પ એટલે શું?તે કેવી રીતે કરાય?મનમાં કેવો નિશ્ચિય અને દ્રઢ ઈચ્છા શક્તિ હોય છે?
    તમારે ટ્રેઈન પકડવી હોય અને ગાર્ડે વ્હીસલ મારી દીધી હોય પછી તમે કેવા મુઠ્ઠીવાળીને દોડો છો?
    આ ઉદાહરણ આપાત્કાલીન પરિસ્થિતિમાં ઈચ્છિત ઘ્યેય પ્રતિ માટેની પ્રબળ ઈચ્છાશક્તિને લગતા છે.રોજ બરોજના જીવનમાં તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આવી ઈચ્છાશક્તિ પેદા કરવા શું કરવું? મનનું કામ છે વિચારવાનું.
    આ વિચારો તેમની એક તરાહ બનાવે છે.આશવાદી વિચાર કરો તો મનમાં આશાવાદી વિચારોની પેટર્ન તૈયાર થાય છે.દસમાંથી બે નિર્ણયને તમે મનમાં વારંવાર મમળાવો છો એ બનશે નિશ્ચય.
    આમાંથી એકને પસંદ કરી સિઘ્ધ કરવા પ્રતિજ્ઞા કરો.એ બનશે સંકલ્પ.
    તમારા ઘ્યેયની પ્રાપ્તિ માટે વિચારોમાંથી એક સંકલ્પ કરવાનો છે.
    સંકલ્પ વ્યક્તિના મનમાં વિચારના આંદોલનો પેદા કરે છે.
    સંકલ્પ કેવી રીતે દોહરાવવો?બ્રાહ્મણો સંકલ્પ કરાવે ત્યારે હાથમાં પાણી લઇ બોલવાનું કહે છે.‘અગ્નિદેવની સાક્ષીએ હું સંકલ્પ કરું છું કે.’ તમે પણ સંકલ્પ કરો જેમ તમારે સિઘ્ધ કરવો જ પડે.તમે કરેલો સંકલ્પ તમારા અર્ધજાગ્રત મનમાં ઉતરી જશે. તમારૂં અર્ધજાગ્રત મન એને સિઘ્ધ કરવા માટે તમને દોરવણી આપશે.સંકલ્પ તમને અનેરૂં બળ આપે છે. જેથી ગમે તેવા ઝંઝાવાતો સામે તમે ડગી જતા નથી.

Leave a Comment