ગદ્યસુર

આજનો સુવીચાર

May 16, 2008 · Leave a Comment

      હે, પ્રભુ! મને તારી શાંતીનો/ની વાહક બનાવ. જ્યાં ધીક્કાર છે, ત્યાં હું પ્રેમ લાવું; જ્યાં જુઠાણું છે, ત્યાં હું ક્ષમાનો ભાવ લાવું; જ્યાં વીસંવાદ છે, ત્યાં હું સંવાદીતા લાવું; જ્યાં અસત્ય છે, ત્યાં હું સત્ય લાવું; જ્યાં શંકા છે, ત્યાં હું શ્રધ્ધા લાવું; જ્યાં નીરાશા છે, ત્યાં હું આશા લાવું; જ્યાં અંધકાર છે, ત્યાં હું પ્રકાશ લાવું; જ્યાં શોક છે, ત્યાં હું આનંદ લાવું; હે, પ્રભુ! મને એવું વરદાન આપ કે,

હું સહાનુભુતી મેળવવા કરતાં કોઈને સહાનુભુતી અર્પી શકું.
બધાં મને સમજે તેના કરતાં હું બધાંને સમજું.
કોઈ મને ચાહે તેના કરતાં હું કોઈને ચાહું.

       કારણકે, પોતાની જાતને ભુલી જવાથી બધું મળી શકે છે; ક્ષમા આપવાથી ક્ષમા મળે છે; ભૌતીકતામાંથી મરણ પામવાથી શાશ્વત જીવનની અનુભુતી થાય છે.

- સંત ફ્રાન્સીસ એસીસી

Categories: સુવીચાર

0 responses so far ↓

  • There are no comments yet...Kick things off by filling out the form below.

Leave a Comment