આ બારી છે – ઘરમાં અજવાળું આવે તે માટેની. અંધ ભીતમાંથી બહાર દર્શન કરવાની બારી. દીવસે તો સુર્યપ્રકાશ એટલો બધો હોય કે, ઘરમાં બત્તી ચાલુ હોય તો પણ બહારનું દ્રશ્ય બરાબર દેખાય. અને સાંજ પડે; સુર્ય આથમવા માંડે; બહાર ધીમે ધીમે અંધકાર ઘેરાવા લાગે. અને ધીમે ધીમે બહારનું દ્રશ્ય ઝાંખું ને ઝાંખું થતું જાય. સુર્યનું અજવાળું હવે ઘરની અંદર ઉજાસ પાથરવા પર્યાપ્ત ન રહે. અને બત્તી ચાલુ કરવી પડે.
અને હવે બહારનું કશુંય ક્યાં બારીમાંથી દેખાય છે? અંદરના દ્રશ્યનું પ્રતીબીંબ જ બારીમાં દેખાવા માંડ્યું. બારી જે માટે સર્જાઈ હતી, તે કામ હવે તે કરી શકે તેમ નથી. હવે આપણી દ્રશ્ટી અંદરના દ્રશ્ય પુરતી જ સીમીત થઈ ગઈ છે.
તમે કહેશો – એ તો એમ જ હોય ને? આમ જ તો રોજ બને છે ને?
….
અરે, ભાયા! આપણા જીવનની બારીની આ વાત છે. સત્ય-સુર્યનો પ્રકાશ મોજુદ હોય તો જ આપણા ઘરની બહાર જોવા માટેની બારી કામની. નહીં તો બધાં આપણાં જ પ્રતીબીંબ આપણે નીહાળ્યાં કરીએ. બહારની દુનીયામાં શું છે, તે કશી ખબર જ ન પડે. માત્ર પોતાની બત્તી, જેટલું સીમીત દ્રશ્ય દેખાડે, એટલું જ જોવાનું. બાકીનું બધું ધબોનારાયણ. કુવામાં દેડકો જોઈ શકે એટલી જ તેની દુનીયા.
આપણને જીવન-ઘરની દીવાલની બહાર જોવા મનની બારી તો મળી છે. પણ એકલી એ બારી પર્યાપ્ત નથી. બહારનો પ્રકાશ, બહારનું જ્ઞાન પણ હોવાં જોઈએ. આપણી એકલાની મતી-બત્તી ન ચાલે.
3 responses so far ↓
Chirag Patel // June 11, 2008 at 1:08 am |
दादा, आ उदाहरणने थोडा जुदां सन्दर्भे जोईए तो – ज्यारे माणस एकांतमां बहारनी मायाना अजवाळाथी दुर बेसे छे त्यारे आत्मानो प्रकाश एना मननी बारीमां देखावा मंडे छे!
અખિલ સુતરીઆ // June 11, 2008 at 11:47 pm |
a coin has head and tail
a face is dark and bright
a force is centrifugal and centripetal
a person is possitve and negative ..
apparently two sides ..
perhaps neutral is equally important what is called – UNbiased. not out of nor inside window, just at the window.
Dhwani Joshi // June 12, 2008 at 12:02 am |
Dada, ketlu saras avalokan..!!! ek rojindi dhatana ane ek ananya Nirupan…!!kub j saras.. aaje ghana divase samay lai ne aapno blog jova bethi chhu..)