ગદ્યસુર

છેલ્લો શાવર રુમ – એક અવલોકન

June 18, 2008 · 6 Comments

       અમારા સ્વીમીંગપુલમાં આઠ શાવરરુમ છે – તરવાનું પતાવી આવો એટલે ચોખ્ખા પાણીથી નહાવા માટે. રોજ આગળની પહેલી કે બીજી ઓરડીમાં નહાવાનું પતાવતો. માંડ બીજા બે ત્રણ જણ એકસાથે આ માટે આવતા હોય છે. પણ તે દીવસે મને થયું કે લાવ! આજે છેક છેવાડાની શાવરરુમનો ઉપયોગ કરું. અને આ શું? એ તો સાવ કોરી કટ્ટ હતી. કાંઈ કેટલાય દીવસથી તેનો ઉપયોગ થયો હોય તેમ લાગતું ન હતું.

     પેલી અકબર – બીરબલની વાતમાં આવે છે, તેમ ‘સો શાણા પણ બુધ્ધી એક.’ જેવું. બધાય મારી જેમ આગળની બે ત્રણ ઓરડીનો જ ઉપયોગ કરે! પાછળની એટલે કોરી જ રહી જાય ને?

     આપણા મનની પ્રક્રીયા પર તરત ધ્યાન ગયું. આપણે સૌથી સરળ અને ટુંકો રસ્તો હોય તે જ – શોર્ટ કટ – પકડવા ટેવાયેલા છીએ. ‘તરત દાન અને મહાપુણ્ય.’ દુર સુધી જવાની મહેનત કોણ કરે? પણ જે દીવસે ભીડ વધારે હોય, ઓરડી મેળવવાનું કઠણ હોય ત્યારે છેવાડાની ઓરડીઓ પણ વપરાય.

     નવી જરુર ઉભી થાય તો જ નવા રસ્તા શોધવાની તસ્દી આપણે લેતા હોઈએ છીએ. નહીં તો પડેલા ચીલા પર જ ચાલવાનું!  

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

6 responses so far ↓

  • Chirag Patel // June 18, 2008 at 8:19 pm | Reply

    Necessity is the mother of invention.

  • jugalkishor // June 18, 2008 at 8:33 pm | Reply

    કોમ્પ્યુટર ઉપર આવા શોર્ટ કટસ બહુ બધા હોય છે ! પણ મારા જેવાને યાદ રહે નહીં એટલે પછી ફરજીયાતપણે ઉંધા અને લાંબા હાથે કાન પકડવાનો થાય !

  • સુનીલ શાહ // June 18, 2008 at 9:25 pm | Reply

    સાચી વાત છે..સરળ–હાથવગુ હોય તે જ આપણને ફાવે.

  • અખિલ સુતરીઆ // June 18, 2008 at 11:59 pm | Reply

    સીક્કાની બીજી બાજુ, શક્તિનો બચાવ કે વ્યય થતો અટકાવવાનો જાણ્યે કે અજાણ્યે થઇ જતો પ્રયાસ !

  • chetu // June 19, 2008 at 4:54 am | Reply

    ખરી વાત છે.. અત્યારે ઇમૈલ થતા જ પેન થી લખવાનું આપણે ભુલી જ ગયા છીએ..એવી જ રીતે દરેક વાત મા ..ટાઇપ કરવા મા પણ શોર્ટકટ ..!!.. છે નુ 6 ,FOR નુ 4, YOU – U વિગેરે..( આમા પણ ” વિગેરે ” લખી ને શોર્ટક્ટ ..! )

  • Saawan Jasoliya // June 21, 2008 at 1:45 am | Reply

    Sureshbhai.
    So simple observation but much though-provoking.
    Regards,
    Saawan

Leave a Comment