ગદ્યસુર

પુલમાં તરતાં – એક અવલોકન

June 20, 2008 · 6 Comments

        હું જે પુલમાં તરવા જઉં છું, તે ઈન્ડોર( આંતરીક / બંધ મકાનમાં?) પુલ છે. હું તેમાં ત્રણ લંબાઈ એક બાજુ અને ત્રણ લંબાઈ પાછા વળતાં એમ કુલ છ લંબાઈ તરું છું. પાછા વળતાંની લંબાઈ પીઠ નીચે હોય તે રીતે તરું છું. એ રીતમાં થાક ઓછો લાગે; અને અગાઉની સામાન્ય રીતે તરવાની રીતે લાગેલ શ્રમમાં થોડી રાહત મળે. જ્યારે સીધો તરતો હોઉં ત્યારે પુલના તળીયા પર દોરેલ પાટો દેખાતો હોય. પાછા વળતાં નજર સામે છત હોય. પણ ત્યાંય છતના કોન્ક્રીટના બે બ્લોકને જોડતી પટ્ટી દેખાય. આથી બન્ને તરફની આખી લંબાઈ વાંકા ચુકા થયા વીના સીધા તરી શકાય. પાછા વળતાં જો બેધ્યાન રહું અને સીધાણ ચુકાઈ ગયું હોય તો, તરવાના પટા માટે સળંગ લટકાવેલા દોરડા સાથે હાથ અડકી જાય, અને તરવાનું પાછું સીધું કરી દઉં.

       અમારા નવા રહેઠાણની કોલોનીમાં એક આઉટડોર ( બાહ્ય/ ખુલ્લો?) પુલ છે. અમે અહીં શીયાળામાં રહેવા આવેલા એટલે એ પુલ તો બંધ કરેલો હતો. પણ હવે ઉનાળો આવતાં એ પુલ ચાલુ થયો છે. બે દીવસથી અમે બધાં એમાં તરવા જઈએ છીએ. છોકરાંવને બહુ મજા આવે છે. નવા મીત્રો પણ થયા છે. એમાં ગઈકાલે હું પહેલી વાર મારી રોજની આદત પ્રમાણે તર્યો. સીધા તો બરાબર તરાયું કારણકે. બહારનું બધું દ્રશ્ય બરાબર દેખાતું હતું. પણ પાછા વળતાં તો ઉપર ખુલ્લું આકાશ જ હતું. બીજું કાંઈ દેખાતું જ ન હતું. સામો કીનારો જરા જલદી આવી ગયો. મને થયું, ‘લે! અહીં તો ઝડપથી તરાય છે.’ પણ કીનારો પકડીને જોયું તો હું 90 અંશ ફરી ગયો હતો! સામેના કીનારે પહોંચવાની જગ્યાએ બાજુના કીનારે લાંગર્યો હતો! તરતાં તરતાં ક્યાં દીશા ચુકાઈ ગઈ તે ખબર જ ન પડી.

       અરે! ભાઈ, જીવનના તરાણમાંય આવા કોઈ પટા કે પટીઓ– કોઈ ધ્રુવતારક, કોઈ લક્ષ્ય – જરુરી હોય છે. એના વીના આપણું નાવ ક્યાં અને ક્યારે ખોટા મારગે ચડી ચાય તે ખબર જ ન પડે. ક્યાંક ખોટા કીનારે નાવ પહોંચી જાય. જ્યાં પહોંચવાનું હોય તે લક્ષ્ય તો દુર જ રહી જાય.

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

6 responses so far ↓

  • Chirag Patel // June 19, 2008 at 8:14 pm | Reply

    અંતઃસ્નાનગૃહ અને બહીર્સ્નાનગૃહ ?

    લક્ષ્ય તો હોવું જ જોઈએ. ઘણાં ટુંકા ગાળાના અને લામ્બાગાળાના લક્ષ્યને મદદ કરતાં હોય એવા.

  • સુરેશ // June 20, 2008 at 1:59 am | Reply

    ઈન્ડોર અને આઉટડોર આ શબ્દો પોતીકા ગણી અપનાવી લઈએ તો? નવા શબ્દો ક્રુત્રીમ રીતે બનાવીશું તો પણ તે પ્રચલીત થવાના નથી. રમત ગમત માટેના આ પર્યાય યુરોપીયન સંસ્ક્રુતીની દેણ છે. બાકી આપણી મુળ સંસ્ક્રુતીમાં કદાચ ઈન્ડોર રમતો હતી જ નહીં.

    એ નીર્વીવાદ વાત છે કે, અંગ્રેજી ભાશા અને જીવનપધ્ધતી આપણાં જીવનનાં અવીભાજ્ય અને અપરીવર્તનશીલ અંગ બની ગયાં છે.

  • Dost // June 20, 2008 at 4:41 am | Reply

    Occasionally I go through your “Avlokan”

    Really, over a period of time , it seems, you have developed a habit to think…think..and think.

    Really it forces readers to see the same thing with some new perspective.

    Congratulations and keep it up!!!

  • nilam doshi // June 20, 2008 at 6:00 am | Reply

    saras nirixan..

    jivanama
    pan anek laxyo par karavana hoy che tyare disha chuki n javay te mare careful rahevu j rahyu.

    abhinandan dada

  • Harsukh Thanki // June 20, 2008 at 10:38 am | Reply

    દિશાવિહીન હોવું કે થઈ જવું કોઇને ન પાલવે. રોજિંદી સામાન્ય લાગતી વાત સાથે ઘણી મોટી વાત કરી નાખી.

  • Chirag Patel // June 20, 2008 at 2:45 pm | Reply

    દાદા, ગેડીદડો બહારની રમત હતી અને ચોપાટ ઘરની રમત હતી. चोक्कस, अंग्रेजी ज राखवुं जोईए. मने क्यारेक भद्रम्भद्र थवाना अभरखा उपडे छे!

Leave a Comment