મને આનો કોઈ ગુજરાતી પર્યાય ન સુઝ્યો એટલે એમને એમ જ આ શબ્દ વાપરું છું.
યુરોપીયન હાઈ રેનેસાંની કલા અને વીજ્ઞાનના ક્ષેત્રે, જગતને અનેક દેણ છે. એની વાત ફરી કોક વાર. પણ એ પ્રક્રીયામાંથી નીપજેલ જ્ઞાન, વીજ્ઞાન અને ટેક્નોલોજીની ચીરંતન ભુખમાંથી જન્મેલ, એક નવા જ શાસ્ત્રની આ વાત છે. શુધ્ધ વીજ્ઞાન અને ટેક્નોલોજી વચ્ચેના સંવાદમાંથી નીપજેલ જ્ઞાનની આ એક નવી શાખા છે.
વપરાશકારને જરુરી ચીજો બનાવનાર ઉદ્યોગ હમ્મેશ એવું કાંઈક નવું શોધવા પ્રયત્ન કરતો રહ્યો છે કે, જેથી વપરાશ કરનારને સુવીધા મળે. વધુ ઉપયોગી ચીજની સતત શોધ અને તે માટેની હરીફાઈમાં એક મહત્વનું પરીમાણ આ શાસ્ત્રે ઉમેર્યું છે. રીડર્સ ડાયજેસ્ટનો … નો અંક વાંચતાં મને આની ખબર પડી.
જ્ઞાનની આ શાખાનો પાયાનો સીધ્ધાંત એ છે કે, કુદરતમાં જીવસ્રુશ્ટી અનેક વીપરીત સંયોગો વચ્ચે પોતાના અસ્તીત્વના સંઘર્શમાં ટકી રહેવા પ્રયત્ન કરે છે. આમ કરતાં એમની શરીર રચના એવા એવા રુપ ધારણ કરે છે કે, જેનાથી તેની વાતાવરણ અને પર્યાવરણ વચ્ચે ટકી રહેવાની ક્ષમતા વધે છે. વપરાશકારને જરુરી ચીજો બનાવતાં વીજ્ઞાનીઓ/ એન્જીનીયરો/ ડીઝાઈનરોનેદ સજીવ સ્રુશ્ટીનો અભ્યાસ હોતો નથી. જ્યારે આવા તજજ્ઞોને પોતાનું જ્ઞાન આ સંદર્ભમાં વાપરી શકાય તેનો ખ્યાલ આવતો નથી અને તે અંગેની તકનીકી જાણકારી તેમની પાસે હોતી નથી.
બાયો મીમીક્રીમાં આવા તજજ્ઞોને ભેગા કરી; પ્રાણી/ વનસ્પતીનો અભ્યાસ કરી; એવી નવી બનાવટો વીકસાવવાનો ઉદ્દેશ્ય હોય છે કે, જે વાપરનારને આ નવી ક્ષમતા પુરી પાડે છે. 1997માં જેનીન બેન્યસે લખેલ પુસ્તક “Biomimicry: Innovation Inspired by Nature” (ISBN 0-06-053322-6) આ શાસ્ત્રનું પહેલું પુસ્તક છે. તેમાં તે લખે છે કે, ‘પ્રુથ્વીના આ ગ્રહ ઉપર અનેક સજીવો કરોડો વર્શથી કુદરત સાથે તાલ મીલાવી પોતાનું જીવન જીવવાની રીત વીકસાવી રહ્યાં છે. આપણે માટે આ બહુ જ ઉપયોગી ઉદાહરણ અને જ્ઞાન પુરું પાડે છે.’
આનો ઉંડાણથી અને આ અભીગમથી અભ્યાસ કરવામાં આવે તો, ઘણી નવી બનાવટો વીકસાવી શકાય; જે માનવ સુવીધાઓને વધુ ઉપયોગી બનાવી શકે.
ચાલો આવી બનાવટોના થોડાક દાખલા જોઈએ.
-
પ્રોજેક્ટ TERMES (Termite Emulation of Regulatory Mound Environments by Simulation)માં સહરાના રણમાં જીવતી ઉધાઈનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સહરાના રણમાં ઉશ્ણતામાન રાતના 3 અંશ સે, (35 અંશ ફે.) થી મધ્યબપોરના 45 અંશ સે. ( 104 અંશ ફે.) સુધી દરરોજ બદલાતું રહે છે. આવી જગ્યાએ લાખો વર્શોથી જીવતી ઉધાઈના રાફડાનું ઈન્ફ્રારેડ સ્કેનીંગ કરી, તેનું ત્રીપરીમાણીય(3-ડી) મોડલ બનાવવામાં આવ્યું હતું. આનો શાસ્ત્રીય અભ્યાસ કરી; ઝીમ્બાબ્વેના પાટનગર હરારે માં એક મકાન ‘ઈસ્ટ ગેટ સેન્ટર ‘ની ડીઝાઈન બનાવવામાં આવી હતી. ત્યાં પણ આવા જ ઉશ્ણતામાનના ફેરફારો થતા હોય છે. પણ આ મકાનમાં જરુરી ઉશ્ણતામાન જળવાઈ રહે છે; અને છતાં ચીલાચાલુ પધ્ધતીઓ કરતાં શક્તીનો વપરાશ માંડ 10% જ થાય છે.
-
રડાર જેવી શક્તી હોવાને કારણે ચામાચીડીયાં અંધારામાં પણ ક્યાંય અથડાયા વીના ઉડી શકે છે. આનો ઉપયોગ અંધજનો માટેનાં ઉપકરણો બનાવવામાં Sound Foresight Ltd. નામની કમ્પનીએ ‘અલ્ટ્રાકેઈન’ નામની સસ્તી બનાવટ માટે કર્યો હતો.
-
પાંદડાં સુર્યની શક્તી શી રીતે એકઠી કરે છે; તેનો અભ્યાસ કરી યુનીવર્સીટી ઓફ એરીઝોનાના વૈજ્ઞાનીકોએ એક નવી જાતનો સોલર સેલ બનાવ્યો છે.
આવાં અનેક ઉપકરણો/ પધ્ધતીઓ વીકસાવવામાં આવ્યાં છે. વધુ અભ્યાસ માટે નીચેની વેબ સાઈટો પરથી વધારે માહીતી મળી શકશે.
http://en.wikipedia.org/wiki/Biomimicry
http://www.biomimicryinstitute.org/about-us/what-is-biomimicry.html
આ માટે જીવશાસ્ત્રના વૈજ્ઞાનીકો અને ડીઝાઈનરો/ એન્જીનીયરો વચ્ચે સંવાદ યોજવામાં આવે છે; અને વીચાર પરામર્શના અંતે નક્કર પ્રોજેક્ટો હાથમાં લેવામાં આવે છે. આવી પ્રક્રીયાને ઉતીજન આપવા બાયોમીમીક્રી ઈન્સ્ટીટ્યુટ પણ સ્થાપવામાં આવી છે.
8 responses so far ↓
Chirag Patel // June 30, 2008 at 7:38 am |
મઝાની માહીતી. કુદરતનું અનુકરણ કરવાથી કેટકેટલાં રહસ્યો ખુલે છે અને અજાયબ યંત્રો ખડાં કરી શકાય છે!
Kirit Patel // June 30, 2008 at 8:26 am |
Really Good….. still so many things need to search and at last we find God will make more new… human can do all things but never make a mechenisam like human body.
jugalkishor // June 30, 2008 at 9:40 am |
ખરું શોધી લાવ્યા છો !
આમ જ ટકી રહેવા માટેની સામગ્રી મળતી રહે. પણ માણસ જેવો સ્થીર થવા માંડશે કે જાતજાતનાં નખરાં પણ ઉભાં કરીને બધુ કર્યુકારવ્યું ધુળ મેળવવાનાય પ્રયત્નો ચાલુ કરી દેશે.
એ જ તો જીવન છે !
જીગ્નૅશ અધ્યારુ // June 30, 2008 at 11:37 pm |
wow, this really is new information for me.
I think to use everything positively and to get positive things from nature, for our benefitial use. without harming nature is really going to be a boon
Nice Information
સુરેશ જાની // July 1, 2008 at 12:34 am |
ગઈકાલે જ એક બીજો લેખ રી.ડા. માં વાંચ્યો. એમાં વર્જીનીયાની એક યુનીવર્સીટીની, ચીની મુળની, મીકેનીકલ એંજીનીયરીંગની એક અદ્યાપીકાએ માખીની આંખનો અભ્યાસ કરી, અવાજ માપવાનું એવું ઉપકરણ શોધી કાઢ્યું છે, કે જે અત્યંત સંવેદનશીલતાથી અવાજ રેકોર્ડ તો કરે જ, પણ સાથે સાથે ત્રણ પરીમાણમાં ( 3- ડી) અવાજની દીશા પણ જણાવી દે.
જ્ઞાનની આ સીમાઓ આપણે ક્યારે ખેડતાં થઈશું?
Ramesh Patel // July 1, 2008 at 4:23 pm |
Really nature has endless treasory and to discover for benefit of world is something
amazing wonderful.
Chirag Patel // July 2, 2008 at 4:30 pm |
જૈવીક અનુકરણ કે જૈવીકરણ કહી શકાય?
sunil shah // July 3, 2008 at 9:04 am |
ખુબ સુંદર અને તદન નવી જ માહીતી.