અહીં, અમેરીકામાં ખાદ્ય સામગ્રીના પેકીંગ ઉપર તેના છેલ્લા વપરાશની કે વેચાણની ( એક્સપાયરીની) તારીખ લખવી ફરજીયાત હોય છે. ખરેખરા વેચાણના સમયે, ખોરાકી પદાર્થની ગુણવત્તા માન્ય સ્તરની જળવાઈ રહેવી જોઈએ – તે આ માટેનો પાયાનો સીધ્ધાંત હોય છે.
ભારતીય ગ્રોસરી સ્ટોરમાંથી અમુક માલ લઈ આવ્યા. તે દીવસે મેં કુતુહલથી આવી માહીતી તેની ઉપર છે કે કેમ; તેનું ‘અવલોકન‘ કર્યું! ચાર પાંચ ચીજ તપાસી. એકેયની ઉપર આવી માહીતી મળી નહીં. ફેક્ટરીનો બેચ નંબર લખેલો હતો. પણ બનાવટની તારીખ કે છેલ્લા વપરાશની તારીખ ક્યાંય દેખાયાં નહીં.
કદાચ વેપારીને મળેલ મોટા પેકીંગની ઉપર આવી માહીતી હશે. પણ ગ્રાહકને મળતા માલ ઉપર તો ક્યાંય આવી માહીતી ન મળી.
‘મેઈડ ઈન ઈન્ડીયા’ !
1 response so far ↓
Chirag Patel // July 23, 2008 at 8:03 am |
દાદા, અહીં જો કે મોટાભાગની દેશી વસ્તુઓ પર ‘મેન્યુફેક્ચરીંગ’ની તારીખ લખી હોય છે અને સાથે લખ્યું હોય કે એના કેટલા મહીના પછી ‘એક્સ્પાયર’ થાય.