ગદ્યસુર

130 ડોલરમાં ઘોડા જોયા!

July 25, 2008 · 9 Comments

     આ વાત 2001ની સાલની છે.

    મારે અમેરીકા આવ્યે છ એક મહીના થયા હશે. અમેરીકા પારકો દેશ હોવા અંગેનું શરુઆતનું વલણ કુણું પડ્યું હતું, અને ધીમે ધીમે અહીંની જીવન પધ્ધતીથી માહેર થતો ગયો હતો. મારી દીકરીને બે દીકરા છે. એમની સેવા એ મારી નવી નોકરી! પણ દીકરી અને જમાઈને સતત એમ લાગ્યા કરે કે, આખી જીંદગી ઘરની બહાર રહેલ આ જીવ ઘરમાં મુંઝાતો હશે. આથી હું અહીં આવ્યો કે તરત જ મને એની જુની કાર આપી દીધેલી. નાના દીકરાને એક બેબી સીટરને ત્યાં મુક્યો હતો, જેથી મને ચારેક કલાક રાહત મળે. હું જ બેબી-સીટરને ઘેર એને મુકી આવું; અને પાછો લઈ આવું. દેશમાં હતો ત્યારે તો મારી ગાડી ચલાવવા કમ્પનીએ ડ્રાઈવર આપેલો; અહીં તો હું જ ડ્રાઈવર! અને મનેય આ નોકરી બહુ ગમતી. બાબલાને મુકીને થોડું ફરી આવતો. કો’ક વાર લાયબ્રેરીમાં તો કો’ક વાર ‘મોલ’માં. પગ ઠીક છુટો થતો અને નવું નવું ઘણું જાણવા પણ મળતું. મારી પત્ની પણ કો’ક વાર મારી સાથે આ સહેલ માણવા આવતી.

     એક દીવસ એ બેબી-સીટર રહેતી હતી, તેના ઘરથી આગળ જવા મન થયું. અમે રહેતા હતા તે શહેરનો ત્યાં અંત આવી જતો હતો. રસ્તાની બન્ને બાજુએ મોટાં કમ્પાઉન્ડવાળાં મકાનો હતાં. થોડેક આગળ તો મોટાં રેન્ચ આવી ગયાં. અહીં શોખીન માણસોના ઘોડાર હતા. ઘણા બધા ઘોડા હતા. એક બે રેન્ચમાં અલમસ્ત ગાયો અને ગોધા પણ હતા. મને મજા આવી. મનમાં થયું , ‘કાલે બાબલાને આ બતાવીશ. એને મજા આવશે.’ નહીં તો આ સાફ સુધરા શહેરમાં કારોની વણજાર જ જોવા મળે, પ્રાણી એક પણ નહીં.

    બીજા દીવસે બાબલાને પાછો લઈને, હું એને આ વીસ્તારમાં લઈ ગયો. સાવ સુનકાર રસ્તો હતો. ખાસ અવરજવર ન હતી. મુખ્ય રસ્તાથી બાજુના રસ્તે મેં ગાડી લીધી , જેથી ઉભી રાખું તો વાંધો ન આવે. હવે તો અમે છેક અંદરના ભાગે પહોંચી ગયા હતા. ઘોડા દીવાય બીજું કોઈ માણસ દેખાતું ન હતું. મેં ગાડી રસ્તાની બાજુમાં પાર્ક કરી, અને બહાર નીકળ્યો.

    અને… રોજની આદત પ્રમાણે મેં ગાડી લોક કરી દીધી. એક જ સેકન્ડમાં આ ક્રીયા પતી ગઈ. તરત મને ખ્યાલ આવ્યો કે, ગાડીની ચાવી તો અંદર રહી ગઈ છે. જો થઈ છે !

    મેં બધા દરવાજા ખટખટાવી જોયા. પાછળની ડીકી પણ ખોલવા વ્યર્થ પ્રયત્ન કર્યો. પણ ગાડી તો જડબેસલાક બંધ! બાબલો અંદર પુરાયો અને હું બહાર. મેં એને ઘણા ઈશારા કરી સમજાવવા પ્રયત્ન કર્યો કે, બારી ખોલી દે. પણ એ માત્ર બે જ વરસનો હતો. એ મને શી મદદ કરી શકે? અને એને અહીંના કાયદા મુજબ બેબી-સીટમાં બાંધીને બેસાડેલો હતો. એ જાતે છુટી શકે તેમ પણ ન હતું. મારી પાસે તો કદી સેલ ફોન હોતો જ નથી. રસ્તા પર એક ચકલું પણ ન ફરકે. ચારે બાજુ મોટાં કમ્પાઉન્ડવાળાં રેન્ચ અને એમાં ઘોડા. પણ એક માણસ નજર ના આવે. મકાન પણ રેન્ચની અંદર ઘણે દુર હતાં. અને ત્યાં જવામાંય બીક લાગે. બાબલાને ગાડીમાં એકલો મુકીને જવું પણ શી રીતે? એ રડે અને કો’ક ખરાબ જણ એને ઉપાડી જાય તો? મારી તો બુધ્ધી જ બહેર મારી ગઈ. કશું સુઝે જ નહીં.

     ઉપર આભ અને નીચે ધરતી અને વચ્ચે અમે બે ય છુટા પડી ગયેલા. વચ્ચે એક જ ઈંચનું અંતર; પણ એ અંતરપટ શી રીતે ઉતારવો? ખુદ બનાવેલી કેદમાં હું કેદી બની ગયો હતો. આમ તો બાબલો પુરાયો હતો; પણ હું વધારે પુરાયો હતો.ખુલ્લી હવામાં હતો તો પણ. હું તો બાપુ ગજબનો હલવાણો. હવે કરવું શું?

    અને ત્યાં મને એક ફળદ્રુપ વીચાર આવ્યો. ડુબતો તરણું શોધે તેમ મને એક જ માર્ગ દેખાયો. અને તે હતો – બારીનો કાચ ફોડી નાંખવાનો. મને રસ્તાની બાજુએથી એક ઠીક ઠીક મોટો પથ્થર પણ મળી ગયો. મેં જોર કરીને આગળની બારી ઉપર એને ઝીંક્યો. બાબલો જે બાજુ હતો એની સામી બાજુએ. જેથી કાચની કરચ એને ન વાગે. પહેલાજ પ્રયત્ને મેં આ જેલ તોડી. આગળની બન્ને સીટ ઉપર તો કાચના ટુકડા છવાઈ ગયા હતા. બાબલાને તો આ નવી જાતનો ફટાકડો ફુટેલો જોવાની મજા આવી. એ તો માળો તાળીઓ પાડીને ખીલખીલાટ હસે. મને પણ હવે હસવું આવી ગયું. લો! છુટ્યા તો ખરા.

     જે થવાનુ હતું તે થયું; એમ માની મેં બાબલાને બહાર કાઢ્યો અને ઘોડા બતાવ્યા. પછી પાછા ઘેર સીધાવ્યા, અને મારી ઘરવાળીને આ મોંકાણના સમાચાર આપ્યા. સાંજે બધાં ઘેર પાછા આવ્યા ત્યારે મને સધીયારો અપાયો કે, કશો વાંધો નહીં. કારનો કાચ તો નવો નંખાવી દઈશું. તરત જમાઈએ ફોન કર્યો અને કલાકમાં તો આવું કામ કરનાર કારીગર આવી ગયો; અને કાચ બદલાઈ ગયો. કાચની કીમ્મત 30 ડોલર અને મજુરીના 100 ! મુળાના પતીકા જેવા કુલ 130 ડોલરનું મારી એક ભુલના કારણે આંધણ થઈ ગયું.

     અને બોધપાઠ મળી ગયો કે, ચાવી આપણી પાસે હોવી જ જોઈએ – ગાડીની હોય કે જીંદગીની !

Categories: સુરેશ જાની · સ્વાનુભવ
Tagged:

9 responses so far ↓

  • Chirag Patel // July 25, 2008 at 9:01 am | Reply

    આવો જ કીસ્સો મારી સાથે પણ થયો હતો.

    3 મહીનાના વૃન્દને હું નોકરી પર જતાં પહેલાં બાજેવાળા માજીને ત્યાં મુકવા ગયો હતો. એમના ઘરની ડૉરબેલ વગાડી અને વૃન્દને લેવા પાછો વળ્યો, પણ… ગાડી લૉક થઈ ગયેલી!!! વૃન્દ અન્દર. પણ, મને એક ટેવ કે વૉલેટમાં ઘરની એક ચાવી રાખી મુકુ. એટલે, તરત દોડ્યો અને ગાડીની બીજી ચાવી લાવીને ગાડી ઉઘાડી! ત્યાર પછી તો ગાડીની ડુપ્લીકેટ પણ વૉલેટમાં રાખી મુકતો થયો.

  • chandra // July 25, 2008 at 11:12 am | Reply

    hari hari= desma-thi jyare videsh ma jaiye
    tyan aapna desni jem sentral locking wari car’o nath hoti ane aavi bhul seje thai jay, mane khushi e watni thai ke je bhai par aa vityu saru thayu ke balak ne car ma mukine kyay aagha pachha thhay.
    chandra.

  • kapil dave // July 25, 2008 at 12:54 pm | Reply

    aavu to mari sathe pan thayu hatu

    hu mumbai ma lalbagna ganpatina darshan karva gayo hato tyare
    me gadi lock kari ane chavi andar rahigay hati tyare ratrina 3:30 thaya hata tya publick to ghanu hatu pan koi lock vala na malya

    pan maro jiv tamara jem kach fodvano na chalyo karn ke undar koi nahotu pachi bajuma je ghar hatu tya e lokone jagadya ane scale laine darvajo kholyo

  • pragnaju // July 25, 2008 at 8:46 pm | Reply

    ઘરમાં લોક આઉટનાં કિસ્સા ઘણા સાંભળ્યા-અનુભવ્યો પણ!.
    લોકઅપ ગાડીમા બાળક રહી જાય અને વાર લાગે તો ગુન્હો બને! ત્યારે બીજી તરફ આવી સ્થિતીમા ચાવી વગર દરવાજો મફત ખોલી આપે! અને ખોલે ત્યારે લાગે કે કેટલું સરળ.પણ તાકીદની પરિસ્થિતી આ બહુ સરસ કર્યું.ધન્યવાદ…
    પણ અમદાવાદી સ્વભાવ એટલે $૧૩૦/-ને યાદ કર્યાં! અમારા હુરટી હોય તો $૨૬૦ની પાર્ટી આપે!!

  • Rajendra M.Trivedi,M.D. // July 25, 2008 at 9:58 pm | Reply

    Learn From this!
    Nothing is too late!

    Always,Keep the key with you and Duplicate in the Pocket!
    Now,If one use cell phone – Cell phone can help to open the door! too

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  • Manish // July 25, 2008 at 11:08 pm | Reply

    Think positive.
    Thank god you have found stone.
    and your car has not bullet proof glass.
    I think its not a funny and a great problem of life.I drove my bike five kms. without petrol and I had enjoyed that moment.

  • harnish Jani // July 25, 2008 at 11:13 pm | Reply

    For the last 35 years-I keep my duplicate Car key in small magnetic box and attached it under the car or to the bumper- Some times I have used the duct tape also.

  • Devendra Desai // July 26, 2008 at 1:37 am | Reply

    The moral is: Always keep mobile phone,like Dr.Rajendra Trivedi said,mobile which can open
    the door.

  • nrmunshi // July 30, 2008 at 9:32 am | Reply

    America is a country where man is costlier than material. There is always deal available for material but not for man. You are lucy that it was not saturday/sunday otherwise you would have seen horses in $260 as labourcharges are double on weekend. Please think positive you have saved $100.Nilkanth Munshi.

Leave a Comment