ગદ્યસુર

સુર્યકીરણો – એક અવલોકન

August 1, 2008 · 1 Comment

    આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયેલાં છે. સુર્યનું એક પણ કીરણ ધરતી પર પગરણ કરી શકે તેમ નથી. ધોળે દીવસે ઉજાસ ગાયબ થઈ ગયો છે. સમસ્ત વાતાવરણ સુસ્ત અને શોગીયું લાગે છે. આપત્તીઓના બારે મેઘ ખાંગા થઈ, તુટી પડવાની તૈયારી કરી રહ્યાં છે. આવી પડનાર ભવીતવ્યના ઓથારનો ઘટાટોપ ઘેરાયેલો છે; ઝળુંબી રહ્યો છે.

    અને ત્યાં એ ઘટાટોપના કીલ્લામાં એક ગાબડું પડે છે; અને સુર્યકીરણનો પુંજ એમાંથી ઉતરી આવે છે. વાદળાંની કીનાર સોનેરી, રુપેરી રંગે ઝગમગી ઉઠે છે.

“કાળા ઘને
ઉજ્જ્વળ સૂર્યબિંબ ઢંકાયું,
તે ચિત્ર દીસે અગમ્ય ,
પરંતુ તે છાંયની પેલી પારે,
જ્યોતિ રહ્યો ઝળહળી,
ન કદીય ખૂટે.”

- ન. ભો. દિવેટીયા

      આ દ્રશ્ય નીહાળી જીવનમાં આવી ગયેલા આવા પ્રસંગો આકસ્મીક યાદ આવી ગયા.

      બધું જ અંધકારમય હોય; કોઈ માર્ગ સુઝતો ન હોય; કશીયે આશા બાકી ન રહી હોય; આપત્તીઓ સાગમટે ઘેરી વળી હોય; કાળાં ડીબાંગ બોગદાનો કોઈ છેડો જ દેખાતો ન હોય – અને એવી ઘડીએ એક આશાકીરણ જેવો વીકલ્પ મળી જાય; કોઈ બરડે હાથ ફેરવનાર મળી જાય; કોઈ નાનકડી કેડી બતાવી દે; કોઈ આંખના આંસુ પર હાથ ફેરવી સાંત્વનાના બે શબ્દ ઉચ્ચારી જાય – ત્યારે કેવું રુડું લાગે?

     વાદળની ઓલી રુપેરી  કોર જેવું.

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

1 response so far ↓

  • pragnaju // August 1, 2008 at 1:54 pm | Reply

    જેમ સૂર્યપ્રકાશ સહુ માટે સુલભ છે એમ બધા જ પ્રકારના વિચારો પણ સહુ માટે સુલભ છે. પણ વિચારોને પોતાની અંદર બોલાવતાં અને તેનો ઉપયોગ કરતાં માણસને આવડવું જોઈએ. મનની એકાગ્રતાથી એ શક્ય બને છે.

Leave a Comment