ભાગ -1
ઈગલ થોડું જ ગરુડ જેવું દેખાતું હતું? એ તો સોનેરી રંગના, ચાર પગવાળા, ધાતુના એક કીડા જેવું દેખાતું હતું. પણ ગરુડની જેમ તે પણ અમેરીકાના ગૌરવનું પ્રતીક હતું. અબજો ડોલરના ખર્ચ અને લાખો લોકોની મહેનતનો તે પરીપાક હતું.
અને ઘોર અંધકાર જેવી એ 31 મીનીટ પછી, હ્યુસ્ટન સાથે સમ્પર્ક ફરી ચાલુ થયો. હ્યુસ્ટનને એ જાણીને ખુશી પહોંચી કે, બન્ને યાન સફળતાથી છુટા પડ્યા હતા. હ્યુસ્ટનનો સંકેત મળતાં ઈગલનું નાનું રોકેટ થોડીક ક્ષણો માટે ધણધણી ઉઠ્યું. એમાંથી પહેલી જ વાર જ્વાળાઓ નીકળી અને તેનું ચન્દ્રની ધરતી તરફ પતન શરુ થયું. પ્રત્યેક ક્ષણે ચન્દ્ર વધુ મોટો ને મોટો બની રહ્યો હતો.
ચન્દ્રની સપાટી હવે સાવ નજીક આવી ગઈ હતી. હવે રોકેટને જમીન તરફની દીશામાં ધક્કો મારવા ફેરવવામાં અને કાર્યરત કરવામાં આવ્યું. ત્યાં જ નીલની નજર મોટી વાન જેવા પથ્થરોથી ભરેલા એક ક્રેટર ઉપર પડી. હવે ઉતરાણ માટેની અલગ ટાંકીમાં 90 સેકન્ડ ચાલે એટલું જ ઈંધણ બાકી રહ્યું હતું. ( પાછા વળવા માટેનું ઈંધણ અલગ ટાંકીમાં ભરેલું હતું.) નીલે મેન્યુઅલ કન્ટ્રોલ વડે ઈગલનું ઉતરાણ ધીમું બનાવ્યું. રોકેટનું ઈંધણ પ્રત્યેક ક્ષણે વપરાઈ રહ્યું હતું. જો થોડીક જ વધારે વાર થાય તો આ યાત્રા મોકુફ રાખવી પડે અને પાછા જવા માટે રોકેટને ઉંધી દીશામાં કાર્યરત કરવું પડે. નહીં તો પ્રચંડ ધડાકા સાથે ઈગલ, નીલ અને બઝની કાયમી કબર ચન્દ્ર ઉપર સર્જાઈ જાય.
60 સેકંડ, 45 સેકન્ડ. બઝ એડ્રીનનો હાથ ‘ એબોર્ટ’ બટન દબાવવા તૈયાર હતો. હવે ઈગલ ચન્દ્રની સપાટીથી માત્ર 75 ફુટ ઉંચે હતું. રોકેટના ધુમાડાથી ચન્દ્ર પરની રેતીના ગોટેગોટા ઉડવા માંડ્યા હતા.
30 સેકંડ.. નીલે જોયું કે ક્રેટર હવે દુર થઈ ગયો હતો અને સપાટ મેદાન આવી ગયું હતું. તેણે ‘ સ્ટોપ’ બટન દબાવ્યું. રોકેટ બંધ પડ્યું.
18 જ સેકન્ડ બાકી… અને હળવેકથી ઈગલે ચન્દ્ર ઉપર ઉતરાણ કર્યું.
હ્યુસ્ટનમાં બધાના પડીકે બંધાયેલા જીવ હેઠે આવ્યા. આખું મીશન કન્ટ્રોલ તાળીઓના ગડગડાટથી ગર્જી ઉઠ્યું. હવે થોડા જ કલાક વધારે, અને નીલ અને એલ્ડ્રીન ચન્દ્રની સપાટી પર સીડી ઉતારી, ઉતરાણ કરવાના હતા.
ચન્દ્રની સપાટી પર દીવસે 120 અશ સે. અને રાત્રે -150 અંશ સે. હોય છે! હવાનો એક કણ પણ નહીં – કેવળ શુન્યાવકાશ. પાણીનો એક છાંટો પણ નહીં! આવી જગ્યાએ આ બે જણે બે કલાક આવા દોજખમાં ગાળવાના હતા, અને શ્રેણીબધ્ધ કામ કરવાનાં હતાં. આ માટે ખાસ બનાવેલો 160 પાઉન્ડ વજનનો સુટ તેમણે પહેરેલો હતો. તેમાં એરકન્ડીશન હવા; શ્વાસ લેવા માટે ઓક્સીજન; ચુસવા માટે પાણી અને એકમેક, કોલમ્બીયા અને મીશન કન્ટ્રોલ સાથે સંદેશા વ્યવહારની સગવડ હતાં. અને આટલું બધું વજન ઉંચકવા છતાં બન્ને હળવા ફુલ જેવા હતા!
નીલ આર્મસ્ટ્રોન્ગ સૌથી પહેલો ઉતર્યો અને પછી એલ્ડ્રીન. ચન્દ્રની ધરતી પરના પોતાના એ પહેલા ડગ વીશે, નીલના એ બહુ જ પ્રખ્યાત થયેલા શબ્દો-
“એક માણસ માટે એક બહુ જ નાનકડું પગલું
- માનવજાત માટે એક મહાન છલાંગ.”
આખા વીશ્વના ટીવી સેટો પરથી કરોડો લોકોએ આ પગલું નીહાળ્યું અને ધન્યતા અને ગૌરવ અનુભવ્યાં. આ માટે ઈગલના પગ ઉપર મુવી કેમેરા ગોઠવવામાં આવ્યો હતો અને કોલમ્બીયામાં રાખવામાં આવેલા ટ્રાન્સમીટર મારફત તે પૃથ્વી સુધી ચીત્ર-સંદેશા મોકલતો હતો.
બધાં પુર્વ નીર્ધારીત કામો પતાવીને, બન્ને ઈગલમાં પાછા વળ્યા. સાથે ચન્દ્રની માટી અને ખડકોના નાના નમુના પણ ભેગા કર્યા. ઈગલમાં પાંચ કલાકના વીરામ બાદ, રોકેટ ચાલુ થયું અને ઈગલ ઉંચકાયું. ચન્દ્રના અલ્પ ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વી કરતાં આ બહુ જ સરળ કામ હતું. ચન્દ્રની ધરતીને અડક્યા પછી એકવીસ કલાકે તેણે પોતાની વલતી યાત્રા આરંભી. વળતી મુસાફરીની બહુજ જોખમી કામગીરી હવે શરુ થવાની હતી. ત્રણ કલાક અને 10 મીનીટ પછી ઈગલ કોલમ્બીયાની નજીક પહોંચી ગયું. પણ બેને સાવ ધીમી ગતીથી, સહેજ પણ અથડાયા વીના, એકમેકની સાથે જોડવાનું અત્યંત કપરું કામ (ડોકીંગ) તેમણે કરવાનું હતું. પૃથ્વી ઉપર આ માટે તેમણે ઘનીષ્ઠ તાલીમ લીધેલી હતી.
આ કામ તેમણે સફળતાપુર્વક પાર પાડ્યું અને ટનલમાંથી સરકીને બન્ને જણ માઈકલને મળ્યા અને ભેટી પડ્યા.
………………………..
નીલ આર્મસ્ટોંગના જીવન વીશે –
જન્મ
-
5, ઓગસ્ટ – 1930
1946
-
પોતાની મહેનતની કમાણીથી 16મી વર્ષગાંઠે પાઈલોટનું લાયસન્સ મેળવ્યું( કાર ચલાવવાનું તો, ત્યાર બાદ ઘણા વખતે મળ્યું!)
1947
-
ગેજ્યુએટ ( ભારતનું મેટ્રીક) થયા બાદ પર્ડુ યુની.માં સાગરસેના(નવલ) કેડેટના અભ્યાસમાં ભરતી.
1949
-
અમેરીકાની સાગરસેનામાં (નેવી) ભરતી, વીયેટનામ યુધ્ધમાં સફળ કામગીરી 1955 – પર્ડુ યુની. માંથી એરોનોટીકલ એંજી.માં બી.એસ.
1956
-
જેનેટ શેરોન સાથે લગ્ન
1962
-
નાસામાં અવકાશયાત્રાની ટ્રેનીંગ માટે જોડાયો.
1966
-
જેમીની- 8 માં પહેલું સ્પેસ ઉડાણ
1969
-
એપોલો-11 મીશનમાં ઉપર મુજબ ભાગ અને ચન્દ્ર પર પહેલો પગ મુકનાર પૃથ્વીવાસી માનવી બન્યો.
1971
-
નાસામાંથી નીવૃત્ત
1971-79
-
સીનસીનાટી યુની.માં એરો સ્પેસ વીજ્ઞાનનો પ્રોફેસર
1978
-
અમેરીકન પ્રેસીડેન્ટ તરફથી સ્પેસ મેડલ મળ્યો

3 responses so far ↓
સુનીલ શાહ // August 7, 2008 at 8:27 am |
નીલ આર્મસ્ટોંગના જીવન વીશે ઉપયોગી માહીતી આપી તે ગમ્યું. ચંદ્રની સફરે ગયેલા અન્ય બે વૈજ્ઞાનીકો વીશે પણ માહીતી આપશો..?
nilam doshi // August 8, 2008 at 9:29 am |
saras information…school ma project karavel on this subject….
remember those days once again.
thanks
rajeshwari shukla // August 8, 2008 at 10:30 am |
Very nice, informative article.