બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
- રજની ‘પાલનપુરી’
મને બહુ જ ગમતો આ શેર છે. સમય આગળ આપણું કશું ચાલતું નથી ; સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન – આવા ઘણાં બધાં વીધાનોના મારાથી આપણને બંદીવાન બનાવી દેવામાં આવ્યા છે. આપણી ઉડવા માટેની પાંખો કાપી નાખવામાં આવી છે.
પણ જો આપણે આપણા ખયાલ, આપણા પ્રતીભાવ, આપણું સંજોગો પ્રત્યેનું વલણ બદલી શકીએ, તો એક નવી આઝાદી આપણે પ્રાપ્ત કરવા સક્ષમ છીએ. માનવીનું મન અને વીચાર કરવાની શક્તી, એ એને મળેલી સૌથી મોટી મુડી છે. આવી આઝાદી જો મળે તો સમય આપણને આધીન થયો જ સમજો. જ્યારે ‘અંતરની વાણી’ આપણે સાંભળવા લાગીએ છીએ; ત્યારે આ નવી આઝાદી આપણને હાથવગી થઇ શકે છે.
પણ આ લખવામાં જેટલું સરળ છે તેટલું આચરણમાં મુકવું સરળ નથી - તે આપણી સૌથી મોટી મનોવેદના છે. જે આવું કરી શક્યા છે; તેમના અનુયાયીઓએ આ કામ સરળ કરી આપવા એટલા બધા રસ્તા બનાવી આપ્યા છે કે, કયો રસ્તો લેવો તેની બીજી શીરોવેદનામાં આપણે પાછા ફસાઇએ છીએ.
અને એ રસ્તાઓના મતમતાંતર , અને ઝગડા અને લોહીયાળ યુધ્ધો, નવા બંધનો, નવી વ્યથાઓ અને નવી કેદો….
અહીં આપણો પ્રયત્ન એ અંતરની વાણીને ઉજાગર કરવાનો છે. આ કામ આપણે જાતે જ કરવાનું છે. કોઇ તેમાં મદદ ન કરી શકે. આપણે જ પહેલું કદમ ઊઠાવવાનું છે અને સતત એ દીશામાં ચાલતા રહેવાનું છે.
આઝાદ બની ઊડવું હોય તો પાંખો તો ફફડાવવી જ પડે ને ?
આપણે એમ માનવા લાગીએ કે ‘આઝાદ બનીએ એટલે આપણે બહુ સુખી થઇ જઇએ કે, આપણા બધા સાથે સંબંધો સુધરી જાય. આપણી ભૌતીક સમૃધ્ધી વધવા માંડે.’
આમ થાય કે ન પણ થાય. આમ થાય તો તે એક આડપેદાશ જ થઇ ગણાય. અત્યારે તો સુખ અને દુખ બન્ને આપણને બંધનકર્તા છે. મુખ્ય વાત તો એ છે કે, પછી આપણે સુખ અને દુખ બન્નેના બંધનોથી પર થઇ શકીએ.
અભીગમ બદલાય એટલે બધું હતું તેમનું તેમ રહેવા છતાં, બધું જુદી જ રીતે દેખાવા લાગે. અને જ્યારે આમ થાય ત્યારે વસ્તુ અને ઘટનાના બીજાં પાસાં પણ આપણને દેખાવા લાગે. નવા વીકલ્પો જડવા લાગે. પ્રતીક્રીયા ન કરો એટલે, નવી ક્રીયાઓ સુઝે – નવી શક્તીઓ પ્રગટે – નવા રસ્તા દેખાવા માંડે. સમય આપણને આડખીલીરુપ નહીં , પણ સહાયક લાગવા માંડે.
સમયના આધીન આપણે નહીં, સમય આપણને આધીન થઇ જાય.
—————————-
23 responses so far ↓
rajeshwari // October 26, 2006 at 4:24 pm |
બહુ જ સરસ વાત લખી છે……..પણ જો આપણે આપણા ખયાલ, આપણા પ્રતિભાવ, આપણું સંજોગો પ્રત્યેનું વલણ બદલી શકીએ તો એક નવી આઝાદી આપણે પ્રાપ્ત કરવા સક્ષમ છીએ. માનવીનું મન અને વિચાર કરવાની શક્તિ એ એને મળેલી સૌથી મોટી મૂડી છે.
ક્ષણમાં જીવો « અંતરની વાણી // March 13, 2007 at 1:48 am |
[...] ‘બની આઝાદ ‘ શ્રેણી વાંચો ભાગ : - 1 - ………. ભાગ : - 6 - [...]
બની આઝાદ – 6 « અંતરની વાણી // July 4, 2007 at 3:50 am |
[...] ભાગ -1 : ભાગ – 2 : ભાગ- 3 : ભાગ – 4 : ભાગ - 5 : ભાગ - 6 [...]
બની આઝાદ - 2 - સુરેશ જાની « અંતરની વાણી // July 4, 2007 at 3:55 am |
[...] ભાગ -1 : ભાગ- 3 : ભાગ – 4 : ભાગ - 5 : ભાગ - 6 [...]
બની આઝાદ - 3 - સુરેશ જાની « અંતરની વાણી // July 4, 2007 at 3:56 am |
[...] ભાગ -1 : ભાગ – 2 : ભાગ – 4 : ભાગ - 5 : ભાગ - 6 [...]
બની આઝાદ – 4 - સુરેશ જાની « અંતરની વાણી // July 4, 2007 at 3:57 am |
[...] ભાગ -1 : ભાગ – 2 : ભાગ- 3 : ભાગ - 5 : ભાગ - 6 [...]
બની આઝાદ – 5 - સુરેશ જાની « અંતરની વાણી // July 4, 2007 at 3:57 am |
[...] ભાગ -1 : ભાગ – 2 : ભાગ- 3 : ભાગ – 4 : ભાગ - 6 [...]
wafa // September 25, 2007 at 11:12 pm |
- “તઝમીન’
કદીકો’ ચાલ બદલે છે ,કદી તો તાલ બદલે છે. ગુજારો જિંદગીનો થાય માટે હાલ બદલેછે.
જમાનાને ગળે બંધાયલી કોઇ કાલ બદલેછે
બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
‘વફા’
Mukund Desai-"MADAD" // August 8, 2008 at 7:27 am |
nice
nilam doshi // August 8, 2008 at 9:27 am |
true…dada, carry on..
u can put mine too.no problem.
Chirag Patel // August 8, 2008 at 9:28 am |
દાદા, સરસ વાત લખી. નામ-રુપ કે સ્થળ-કાળથી આઝાદ થઈએ એ જ મુક્તી. વીપશ્યના કદાચ એ જ શીખવે છે?
nrmunshi // August 8, 2008 at 10:46 am |
read ur thought. world is how u look it.if u change ur perception world is different. world is consisting of good and bad thinga. do not waste limited time of life looking at bad.
સુનીલ શાહ // August 8, 2008 at 11:29 am |
વાહ..! સરસ ચીંતન. તમારા ભાથામાંથી અવનવા, મઝાના, એકએકથી ચડીયાતા તીર નીકળી રહ્યા છે..!
pragnaju // August 8, 2008 at 2:30 pm |
“અભીગમ બદલાય એટલે બધું હતું તેમનું તેમ રહેવા છતાં, બધું જુદી જ રીતે દેખાવા લાગે. ”
સંતોની અનુભવવાણીંમાં આ વાત વારંવાર મૂકી છે જ.
ચિંતકો-વિચારકો પણ આ સત્યનો અણસાર થયો છે
સામાન્યજનને પણ શ્રધ્ધા છે કે -દ્રુષ્ટિ તેવી સૃષ્ટિ
ધૈવત લખે છે
દ્રુષ્ટિ થકી જોવાય સ્થિર
અને જોવાય ચંચળ
મળે જોવા નજદીક ને અંતર
બાહર અને ભીતર…
chetu // August 8, 2008 at 2:34 pm |
અભીગમ બદલાય એટલે બધું હતું તેમનું તેમ રહેવા છતાં, બધું જુદી જ રીતે દેખાવા લાગે.
સાવ સાચી વાત …! .. દાદા.. આપની વાતો જ એટ્લી પ્રેરણાદાયક હોય છે …આવી જ રીતે આપના વિચારો થી અમને પ્રેરણા મલતી રહે એવી આશા…!
readsetu // August 9, 2008 at 11:52 am |
saras bhav…
Lata Hirani
chandra. // August 9, 2008 at 12:22 pm |
bahuj saras waat lakhi chhe,
arth samjwa jevo chhe.
Chandra
ગાંડાભાઈ વલ્લભ // August 9, 2008 at 4:52 pm |
“આવા ઘણાં બધાં વીધાનોના મારાથી આપણને બંદીવાન બનાવી દેવામાં આવ્યા છે. આપણી ઉડવા માટેની પાંખો કાપી નાખવામાં આવી છે.”
સમાજને ટકાવવા માટે એની જરુર છે, કેમ કે વ્યક્તી એક વાર આઝાદ થઈ જાય પછી એને સમાજનાં બંધનો બાંધી ન શકે અને તો સમાજ ભયમાં મુકાય.
“પ્રતીક્રીયા ન કરો એટલે, નવી ક્રીયાઓ સુઝે – નવી શક્તીઓ પ્રગટે – નવા રસ્તા દેખાવા માંડે.”
કોઈએ આપણને ગાળ આપી હોય તો આપણી સામાન્ય પ્રતીક્રીયા છે આપણામાં ક્રોધ પેદા થવાની. પણ જો પ્રતીક્રીયા ન કરવામાં આવે પણ એનો પ્રતીભાવ (Not reaction but response) આપવામાં આવે તો પરીસ્થીતી સાવ ભીન્ન હશે, કેમ કે પ્રતીભાવ શું હશે તે કહી ન શકાય. તે સંજોગો પર આધાર રાખશે.
વળી સમય એટલે શું? કદાચ મુળભુત પ્રશ્ન તો આ છે. મને લાગે છે કે આઝાદ થવા માટે એની યોગ્ય સમજ ખાસ જરુરી છે.
HANIF // August 11, 2008 at 4:01 am |
આપની વાતો જ એટ્લી પ્રેરણાદાયક હોય છે …આવી જ રીતે આપના વિચારો થી અમને પ્રેરણા મલતી રહે એવી આશા…!
Pradeep H. Desai // August 11, 2008 at 6:38 am |
Everybody is born to be free but parents, society, so called regious leadrers do not all them to be free for their advantage. Always listen to your consicence and follow. This is my own experience. There is no need to have fear of others.
NARENDRA JAGTAP // November 14, 2009 at 12:33 pm |
સમયને સહાયક બનાવવા માટે નવી શક્તીઓ તો પેદા કરવી જ રહી ..આપને વાંચતા રહીએ અમે નાના બાળ તો પણ અમારા માટે પ્રેરણાદાયી છે..આપના અમારા માટે ના સુચનો અને ટીકા પણ અમારા માટે શક્તિસ્ત્રોત છે..નમસ્કાર…
atuljaniagantuk // December 5, 2009 at 12:32 pm |
આઝાદ બની ઊડવું હોય તો પાંખો તો ફફડાવવી જ પડે ને ?
બહુ સાચી વાત કહી.
Ullas Oza // December 6, 2009 at 2:44 am |
ઍક્દમ સાચી વાત કરી – પાંખો ફફડાવ્યા સિવાય ઉડી શકાતુ નથી. મહેનત કરો તો ફળ મળવાની શક્યતા ખરી.
પ્રારબ્ધ અને પુરુષાર્થનો ઍક દાખલો :
૧. બાઇકમા પેટ્રોલ નથી તો ગમે તેટલી કીક મારો તો પણ બાઇક ચાલશે નહી. આ પ્રારબ્ધ.
૨. બાઇકમા પેટ્રોલ ફુલ છે પણ કીક ના મારો તો ચાલવાની નથી. આ બતાવે છે કે પ્રારબ્ધ પણ પુરુષાર્થ વગર સાથ આપતુ નથી.
બીજી વાત અભિગમની. જીવનમા Positve Attitude રાખીશુ તો જરૂર પ્રગતી કરી શકીશુ. ગીતામા પણ કહ્યુ છે “જે થાય છે તે સારા માટે થાય છે”. આપણે કર્મ કરતા જવાનુ.