મારો ચા બનાવવાનો નીત્યક્રમ તે દીવસે થોડોક ખોરવાયો.
હું સવારે સ્ટવ આગળ મારી આ મહાન ફરજ નીભાવતો ઉભો હતો. ત્યાં મારા જમાઈને કશુંક જડતું ન હતું. માટે તેમણે મારી મદદ માંગી. હું તે શોધી આપીને પાછો આવ્યો. મારી ચા બનાવવાની પ્રક્રીયામાં ખલેલ પડી. હું કેટલે આવ્યો હતો, તે ભુલી ગયો. મારી ઉમ્મરના લોકો માટે આ સહજ હતું. ચા બની ગઈ, અને પ્યાલા પણ ભરાઈ ગયા. ત્યાં મને શંકા પડી કે, ખાંડ નાખી છે કે, નહીં. ચા ચાખી જોઈ. ખબર પડી કે, ખાંડ નાખવાનું ભુલાઈ ગયું છે. માપસર ખાંડ ઉમેરી. પ્યાલા ટેબલ પર મુક્યા.
પછી દીકરીના દીકરાને સ્કુલમાં લઈ જવા માટેનો નાસ્તો તૈયાર કરવામાં પરોવાયો. ( ચમચીથી હલાવવાનું આ વખતે વીસરાયું!) એ કામ પતાવી હાશ! કરીને ચા પીવા બેઠો. પણ ચા તો મોળી લાગી. મને થયું.. ખાંડ નાખવાનું રહી ગયું લાગે છે, એટલે બે ચમચી ઓર ખાંડ નાંખી. ચમચી વડે બરાબર હલાવી. અને બાપુ! ચાર ચમચી ખાંડ વાળી ચા મને કમને પીધી. બીજાં બધાંની ચા આ દુષ્કૃત્યથી બચી.
પણ. અહીં મારું અવળચંડું અવલોકન…
આપણે એક જ રસમથી કેટલાં બધાં ટેવાયેલાં હોઈએ છીએ? એ રસમમાં અને એ ક્રમમાં સહેજ ખલેલ આવી; અને ક્યાંક, કશીક ગરબડ થઈ જાય. ઘડપણમાં તો ખાસ.
3 responses so far ↓
pragnaju // August 13, 2008 at 8:09 am |
“આપણે એક જ રસમથી કેટલાં બધાં ટેવાયેલાં હોઈએ છીએ? એ રસમમાં અને એ ક્રમમાં સહેજ ખલેલ આવી; અને ક્યાંક, કશીક ગરબડ થઈ જાય. ઘડપણમાં તો ખાસ.”
ઘડપણ માનસિક સ્થિતી છે તેમાંથી બહાર આવી શકાય છે અને નવા જમાનામાં વાઈટ પોઈઝન ગણાંતા ખાંડ,સેચ્યુરેટેડ ફેટવાળું દૂધ અને કેલસીઅમ ઓકસેલેટની પથરી ન થાય માટે દરેક વસ્તુ અલગ આપવાનો વિચાર અપનાવવો જોઈએ…
પછી જેને ધીમો આપઘાત કરવો હોય તેની સ્વતંત્રતા!
readsetu // August 13, 2008 at 1:08 pm |
you accepted old age, problems of old age and find out solutions too… salam..
thats really nice..
Lata Hirani
Patel Ritesh // August 15, 2008 at 4:35 am |
can you send the like for gujarati garba