ગદ્યસુર

અમેરીકન જુસ્સો : ભાગ -2

September 12, 2008 · 19 Comments

    પહેલા ભાગને બહુ સરસ પ્રતીભાવો મળ્યા- જાતજાતના અને ભાતભાતના પ્રતીભાવો. અમુક નનામા પણ મળ્યા. એ તો કાઢી જ નાંખ્યા!

    પણ એક વાત નીશ્ચીત છે, કે આ દેશને માટે આખી દુનીયામાં લોકોને આકર્ષણ છે. સાચું કે ખોટું, પણ એ છે તો ખરું જ. જુઓ ને, મારું આખું કુટુમ્બ અહીં આવી ગયું જ છે ને?! આપણા લાખો ગુજરાતી લોકો અહીં આવીને વસ્યા છે; અને નવા આવતા જ જાય છે. વળી. આખી દુનીયાની પ્રજાઓને આ નવી દુનીયાનું અજબનું ઘેલું છે જ. આખી દુનીયાના દરેક દેશમાંથી લોકો અહીં આવીને વસેલા છે.

       તો આમ કેમ બન્યું, અને બની રહ્યું છે? 1492 થી 1600ની સાલ સુધી યુરોપથી અહીં ખાસ કોઈ વસાહતી આવ્યા ન હતા. પણ એ બાદ, આ 400 વર્ષમાં, નકર્યા જંગલોથી ભરેલો આ પ્રદેશ કેમ આટલો બધો સમૃધ્ધ બન્યો?

      આ પ્રક્રીયા સમજવી હોય તો અમેરીકાના ઈતીહાસને ફંફોસવો પડશે,

      આજે એની મુળ પ્રજાની વાત કરવી છે; જેને પહેલાં રેડ ઈન્ડીયન કહેતા હતા. હવે એ લોકો નેટીવ અમેરીકન કહેવાય છે. એ મુળ, સાવ જંગલી, અસલી અમેરીકન! અને એ પ્રજા પણ અહીંની મુળ તો નથી જ. રશીયાના સાઈબીરીયા પ્રદેશ અને અમેરીકાના અત્યારના અલાસ્કા રાજ્યને એ વખતે જોડતી જમીનપટ્ટી પરથી, હજારો વર્ષ પહેલાં મુળ મોન્ગોલીયન જાતીના, એસ્કીમો લોકો અહીં ઉતરી આવ્યા હશે; એમ મનાય છે. પછી કાળક્રમે એ પટ્ટી દરીયાની નીચે ગરકાવ થઈ ગઈ, અને આ લોકો વધુ અને વધુ દક્ષીણમાં વસતા ગયા; અને છેક દક્ષીણ અમેરાકાની દક્ષીણ ટોચ, ટેરા ડેલ ફુએગો સુધી પહોંચી ગયા. આમ આ પ્રદેશ મુળે વસાહતીઓનો પ્રદેશ છે.

   આ પ્રજાનો જુસ્સો, એ મુળ અમેરીકન જુસ્સો. એમના માટે અનેક ચોપડીઓ લખાઈ છે. અને હજુ સંશોધનો ચાલુ જ છે. માટે એમના વીશે મારા અલ્પ જ્ઞાન થકી શું લખું? આપણે ભારત પર થયેલા યુરોપીયન આક્રમણ સામે આ પ્રજા પર થયેલા આક્રમણની તુલના જ કરીએ તો? ભારતમાં વાસ્કો ડી ગામા પહેલી વાર આવ્યો ત્યારે ભારતમાં હજારો વર્ષ જુની, બહુ જ વીકસીત સંસ્કૃતી પ્રવર્તમાન હતી. તોપગોળા, ઘોડેસ્વારો અને હાથીદળો પણ હતાં. અને છતાં બહુ ઓછા સંઘર્ષો વીના બધી યુરોપીયન પ્રજાઓ ભારતનો પુર્ણ કબજો લઈ શકી.

     જ્યારે અહીંની અબુધ પ્રજા પાસે સાવ સાદાં શસ્ત્રો હતાં. ઘોડા કે પૈડાં પણ એ વાપરતા ન હતા. અને છતાં એ પ્રજાએ પોતાની સ્વતંત્રતા માટે જે સંઘર્ષ કર્યો છે; એ વીશ્વના ઈતીહાસમાં લાજવાબ છે. ભલે એ લોકો સફળ ન રહ્યા. એમની વસ્તીનો 90 ટકાથી વધુ ભાગ યુરોપીયન વસાહતીઓના પાપે નષ્ટ થઈ ગયો. પણ એ પ્રજાએ ઘોડેસ્વારી, બંદુકો, ગાડાં અપનાવ્યાં અને બહુ જ થોડા વખતમાં એમાં કુશળતા મેળવી. એમાંની ‘ચરોકી’ નામની જાતીઓએ તો પોતાની લેખીત ભાષા અને છાપખાનાં પણ વીકસાવ્યાં. પણ ક્રુર, લુચ્ચા અને આધુનીક યુરોપીયન વસાહતીઓ સામે એ ન ટકી શક્યા. પોતાનાજ પ્રદેશમાં એ સૌ સાવ પાતળી લઘુમતી બની ગયા. અમુક જાતીઓ તો લુપ્ત પણ થઈ ગઈ.

    પણ એ પ્રજાની જીવનશૈલી, હાલના અમેરીકન જુસ્સા અને જીવનશૈલીના પાયાની એક નાનકડી ઈંટ જરુર છે. સાવ પ્રકૃતીના આધાર પર પાંગરતું, અથાક શ્રમના પાયા પર રચાયેલું, એમનું જીવન હાલના અમેરીકન લોકોના પ્રકૃતીપ્રેમ અને અપ્રતીમ શ્રમના જુસ્સાના તાણેતાણામાં વણાઈ ગયું છે. એમનું પુજ્ય ગરુડ પક્ષી આજના અમેરીકાનું રાજચીહ્ન બન્યું છે. બીજી કોઈ પણ સંસ્કૃતી સાથે સમ્પર્ક વીના એ પ્રજાએ પોતાની આગવી રીતે વીકાસ કર્યો હતો.

     આધુનીક અમેરીકાએ સાધેલો અપ્રતીમ વીકાસ પણ એનો આગવો જ છે. 1903માં ગણતરીની સેકન્ડો માટે ‘કીટ્ટી હોક’ ખાતે વીશ્વનું પહેલું વીમાન ઉડાવનાર અમેરીકને, માત્ર 65 વરસમાં ચન્દ્રની ધરતી ઉપર પહેલા માનવીનું પગલું પાડ્યું હતું. આ છે અમેરીકન જુસ્સો. હું એના પાયામાં અહીંની કુદરતની વીષમતાઓ સામે મર્દાનગીથી ઝઝુમવાની એ મુળ અબુધ પ્રજાની તાકાત નીહાળું છું.

      જ્યારે સ્પેનના ચાંચીયાઓએ મેક્સીકો કબજે કર્યું ત્યારે હાલના મેક્સીકો શહેરની જગ્યાએ લાખોની વસ્તીવાળું ‘અઝટેક’ પ્રજાનું એક મોટું નગર ધબકતું હતું. એમના અને ‘માયા’ પ્રજાના મોટાં મોટાં મંદીરોનાં ખંડેરો ઉત્તર અમેરીકાના આ પ્રદેશોમાં આજે પણ એ સંસ્કૃતીની ગાથા ગાતાં ઉભાં છે. અલબત્ત એ મંદીરો ક્રુરતાની પરાકાષ્ટા જેવા હતા. ત્યાં જીતાયેલા લોકોના માનવબલી ચઢતા અને આરોગાતા.

     કદાચ નવા વસાહતીઓ એમનાથી પણ વધારે ક્રુર સાબીત થવાના હતા! મારા મતે આ પ્રદેશની આ પાયાની રુક્ષતા (Ruthlessness) છે. હાલનો અમેરીકન આ ક્રુર, જવાંમર્દ પણ ભોળી પ્રજાનું જાલીમ શોષણ અને નીકંદન કરીને પાંગર્યો છે. અમેરીકન રુક્ષતા પાછળનુ કદાચ આ પણ એક પરીબળ છે. મુળ પ્રજા દ્વ્રારા કરાતા અમેરીકન બાઈસનના શીકારની વાત આ અગાઉ કરેલી છે.

     એ વાંચવા અહીં ‘ક્લીક’ કરો    ……….     અને અહીં પણ    …

    એ ઝનુન અત્યારના ક્રેઝી અમેરીકનનું એક પ્રતીક છે એમ હું માનું છું.

 - વધુ આવતા અંકે

Categories: અમેરીકા · સુરેશ જાની
Tagged:

19 responses so far ↓

  • ગાંડાભાઈ વલ્લભ // September 12, 2008 at 3:01 am | Reply

    રસપુર્વક વાંચ્યું સુરેશભાઈ. ગમ્યું. આભાર.

  • neetakotecha // September 12, 2008 at 7:47 am | Reply

    દાદાજી લખતા રહેજો..બહુ સમય વચ્ચે આવી જાય છે તો એક link તુટી જાય છે..
    દાદાજી હુ એક વાત માનુ છુ કે એ લોકો કામ ની કદર કરી જાણે છે..અહિયા આપણા દેશ માં આપણા કામ ની કદર નથી ..

    હજી હુ એહીયા થી ત્યાં વસેલા આપણા જ લોકો ની માનસીકતા ેવિષે આપની પાસેથી જાણવાની ઇચ્છા રાખુ છુ..હુ સવાલ પુછીશ ..આપ મને થઈ શકે ત્યા સુધી સંતોષ કારક જવાબ આપવાનો પ્રયત્ન કરજો plsssss..

    દાદાજી જલ્દી ત્રિજો હપ્તો લખજો ..રાહ જોવ છં…ુ

  • pragnaju // September 12, 2008 at 9:07 am | Reply

    એક તરફ અહીંનુ બધું જ સારું અને બીજી તરફ બધું જ ખોટું વાળા લખાણો વાંચી ગેરરસ્તે દોરવાતા માટે આ તટસ્થ લખાણ આંખ ખોલનારુ થશે.
    લખતા જ રહો…
    અમે માણીએ છીએ
    ઘણી વાતો તો હંમણા જ જાણવા મળી!

  • nirlep // September 12, 2008 at 2:18 pm | Reply

    though, on certain views, i may differ because of my limited views, but I cannot deny the facts, as these are facts…..a lot to learn from country, people & culture, indeed.

    I love to read your wrtings & topics, but this topic is all the more informative & innovative. Keep it up.

  • Suresh Jani // September 12, 2008 at 2:27 pm | Reply

    Dear Nirlep,
    I assure you, there will be many, as I read a lot of American history / spirit. I am on my way for one more book ‘America’ .
    To understand American spirit is necessary, If India wants to be a world leader CULTURALLY. If good things of India and USA are fused, that may be a model for mankind.
    And it is for young people like you , to make that fusion possible.

  • Chirag Patel // September 12, 2008 at 8:55 pm | Reply

    અમેરીકન જુસ્સો એકતાને લીધે છે. ભારતમાં એનો ભારોભાર અભાવ હતો અને છે.

  • j4jules // September 13, 2008 at 3:16 am | Reply

    The progress America has witnessed is indeed a subject of research – it has devloped as SUPERPOWER and many countries legged behind.

    And no matter what debate we carry on with – Its fact that Americans Rule.

    There is something to be learned and implemented from the culture
    Please continue with more on it

  • સુનીલ શાહ // September 13, 2008 at 8:23 am | Reply

    સ્વાગતમ્ લખતાં રહેજો…

  • nilam doshi // September 13, 2008 at 10:05 am | Reply

    અમેરિકાનું સાચું અને તટસ્થ ચિત્રણ ઉઘાડી આપવાનું કામ ખરેખર સુન્દર છે. એક નિરીક્ષકની દ્રષ્ટિએ આ જોવા અને જાણવા , માણવા મળે એ આનંદની વાત છે.

    દાદા, તમારી ઉત્સાહી દ્રષ્ટિ હમેશ કશુ નવુ શોધતી આવે છે.
    સલામ…

  • Maheshchandra Naik // September 13, 2008 at 10:17 am | Reply

    Shri Sureshbhai, reality remains for ever and your views in that prespective very much appreciated, GREAT EFFORTS of puting AMERICA and it’s TRUTH

  • bharat shukla // September 13, 2008 at 10:22 am | Reply

    every time good and interesting articles are given and we are enjoying thoroughly we appreciate in america such a gujarati sahityakar is keeping gujarati people in good contact with this articles. hats off to your spirit.

  • Rekha Sindhal // September 13, 2008 at 1:34 pm | Reply

    સુરેશભાઈ ! અમેરીકા વિષે લખવાની મારી ઈચ્છા તમારા લેખો દ્વારા પૂરી થતી જોઈ આનંદ અનુભવુ છું

  • naimisar // September 13, 2008 at 10:58 pm | Reply

    સુંદર અને રસપ્રદ લેખ

  • HANIF // September 14, 2008 at 2:06 am | Reply

    રસપુર્વક વાંચ્યું સુરેશભાઈ. ગમ્યું. આભાર

  • Dharmesh Vyas // September 14, 2008 at 5:51 am | Reply

    Really nice article, came to know lots of new things and reality about States… never read such things before.. Keep writing..

  • Bharat Pandya // September 14, 2008 at 12:30 pm | Reply

    When I was asked after my visit to USA which is better our country or USA ,iwas nonplussed but then I said , It is different not better or worse.
    Onew of my cousin said ” In india people believe laws are made to harass public and they beeak it while in USA the public believes Law are made to protect them and they obey them religiously.

  • Naresh Kapadia // September 14, 2008 at 3:20 pm | Reply

    Hello,

    A fine article. The American spirit is well known. Its where all cultures meet and live to gather. I like the way you presented sir. Would like to read more. Thanks.

  • dinesh vakil // September 15, 2008 at 6:10 pm | Reply

    new diamension of America. congratulations.
    waiting for the second part.
    dinesh vakil

  • Viren Shah // September 24, 2008 at 10:35 am | Reply

    Nanama pratibhavo kadhi nakhvani su jarur? Jya sudhi koi pan pratibhav Ashlil etle ke jaher ma ruchi bhang karnar na hoy tya sudhi darek pratibhav pragat thay ema su vandho?

    Ane je loko nam ane email lakhe chhe emani pan sachi olakh hoy evu jaruri nathi…kadach impossible to find.

Leave a Comment