ગદ્યસુર

પ્રેરક જીવનપ્રસંગો, સત્યકથાઓ અને લેખો

સ્ટીમ બ્લોઈંગ – એક અવલોકન

      પહેલી જ વાર સ્ટીમ સોનામાં ગયો ત્યારની યાદ તાજી કરી લઉં. ચારે બાજુથી બંધીયાર ઓરડામાં ગરમા ગરમ વરાળ એકાદ મીનીટ માટે છોડાતી હતી. ઉષ્ણતામાન 120 અંશ ફે. જેટલું. જેવું તે ઓછું થઈને 110 અંશ જેટલું થાય કે, તરત ફરી એ વરાળ ફરી છોડાય. શરીરેમાંથી પસીનો રેબઝેબ છુટે.

     એ એક મીનીટ માટે વરાળ છુટે, તે વખતે અમારા પાવર સ્ટેશનના નવા ઉભા કરાયેલા બોઈલરનું સ્ટીમ બ્લોઈંગ કરવાની પ્રક્રીયા યાદ આવી જાય. અઢારેક મહીનાની સતત કામગીરી બાદ 52 મીટર ઉંચું એ બોઈલર અમે ઉભું કરતા. એની અંદરના વરાળ વહી જતા ભાગોની સફાઈ માટેની પ્રક્રીયા, એટલે  સ્ટીમ બ્લોઈંગ.

       બોઈલરમાં પહેલી વાર તેલ સળગાવી વરાળ પેદા કરવામાં આવે; અને વરાળનું દબાણ અમુક સ્તર સુધી પહોંચે ત્યારે એક કામચલાઉ વાલ્વ અને પાઈપ વડે એ વરાળ બહાર છોડવામાં આવે. તીવ્ર ધસારા સાથે એ વરાળ બહાર આવે તેની સાથે અંદર જમા થયેલો બધો કચરો પણ બહાર ફેંકાઈ જાય.

      પહેલાં તો લોખંડના નાના ટુકડા, વેલ્ડીંગ માટે વપરાયેલા રોડના નાના ટુકડા વી, બહાર ફેંકાય. પછી નળીઓની સપાટી પર જમા થયેલો કાટ સુધ્ધાં બહાર ફેંકાઈ જાય. બહાર નીકળતી વરાળનો રંગ આની સાક્ષી પુરે. જ્યારે શુધ્ધ વરાળ નીકળતી જણાય ત્યારે એક ચળકતી સ્ટીલ પ્લેટ તે પ્રવાહની સામે રાખવામાં આવે અને તેમાં કેટલા આંકા પડે છે તેનું અવારનવાર નીરીક્ષણ કરવામાં આવે. જ્યારે એ પ્લેટ પર કોઈ પણ અસર પડતી બંધ થઈ જાય ત્યારે આ પ્રક્રીયા પુરી થયેલી ગણાય.

     બોઈલર જ્યારે વપરાશમાં મુકાય અને તેની વરાળ ટર્બાઈનને આપવામાં આવે તે પહેલાં શુધ્ધીની આ પ્રક્રીયા અનીવાર્ય હોય છે. નહીં તો ટર્બાઈનની નાજુક બ્લેડોને નુકશાન પહોંચે. . સ્ટીમ બ્લોઈંગ બહુ ઘોંઘાટવાળી અને નાશકારક પ્રક્રીયા હોય છે. બધો કચરો ઠાલવી નાંખવાની પ્રક્રીયા હોય છે.

      આપણા મનની પ્રક્રીયાના પરીપાક રુપે આપણાં કાર્યો નીપજતાં હોય છે. જેવા વીચાર તેવાં કાર્યો. સર્વાંગ સફળ કામગીરી માટે મનની આવી નીતાંત સફાઈ, આવું જલદ આંતર દર્શન, આવું વલોણું જરુરી હોય છે. આમ ન કરીએ તો કામમાં ભલીવાર ન આવે. ઓડનું ચોડ થઈ જાય.

One Response to સ્ટીમ બ્લોઈંગ – એક અવલોકન

  1. Pingback: સ્ટીમ સોનામાં વાલ્વ – એક અવલોકન « ગદ્યસુર

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 112 other followers