ગદ્યસુર

દીવો – એક અવલોકન

November 21, 2008 · 6 Comments

    રસોડાની છતમાં દીવો છે. આખા રસોડાને એ અજવાળે છે. એક દીવસ એ ઉડી જાય છે – આકાશમાં નહીં, પણ એમાંનો ગોળો નકામો થઈ જાય છે! હું એ ગોળો બદલવા સીડી ઉપર ચઢું છું. એની શેડ છુટી જ મુકેલી છે; કદાચ ભુલથી એમ હશે. ગોળો બદલવા હું શેડને ઉંચી કરી, પકડી રાખું છું.

   અને ત્યાં એ દેખાય છે.

   શેડની પાછળનો અંધકાર, કરોળીયાનાં જાળાં, ધુળ અને કચરો. દીવાની નીચે તો કેવો સરસ ઉજાસ હતો? એના થકી આખું રસોડું ચકચકાટ હતું. અને એની પાછળ? અને દીવાના પ્રકાશને પરાવર્તીત કરતી એ શેડ પણ કેટલી ગંદી હતી?

……….

    એ તો એમ જ હોય. દીવા તળે અંધારું જ હોય. બધેય એમ જ હોય. રાજ્યવહીવટ હોય કે સંસ્થા કે કોઈ કમ્પનીનો વહીવટ હોય કે, મંદીરનો વહીવટ હોય કે, આપણા અંગત જીવનનું પડદા પાછળનું દ્રશ્ય હોય.

    બધે આગળના ઉજાસની પાછળ અંધકાર જ હોય. અરે મુળ ગોળાના પ્રકાશને- એના ઉજાસને પરાવર્તીત કરતી શેડ જેવા, મુખ્ય વ્યક્તીની આગળ પાછળના પરાવર્તકો પણ એવા જ ગંદા હોય.

Categories: અવલોકન · સુરેશ જાની
Tagged:

6 responses so far ↓

  • pragnaju // November 21, 2008 at 11:20 am | Reply

    દીવા તળે જ અંધારું હોય છે. એક કોડિયું આખા ઘરને પ્રકાશિત કરે છે ફકત તેના પરિધમાં જ અંધકાર હોય છે.તેવી જ રીતે કોડિયાં બનાવવામાં નિષ્ણાત અંધજન શાળાના વિધાથીર્ઓ આખોથી પ્રકાશને જોઇ શકતા નથી, છતાં તેઓ સમાજમાં પોતાની અંદર છુપાયેલી કલાનો પ્રકાશ આખા જગતમાં ફેલાવવા માગે છે.

  • Chirag Patel // November 21, 2008 at 12:53 pm | Reply

    આપણને કોડીયામાં દીવો પ્રગટાવવાની ટેવ છે, એટલે એની તળે અન્ધારું તો રહેવાનું જ. જો સુરજ જેવું કાંઈક કરી શકીએ તો…

  • atuljaniagantuk // November 21, 2008 at 11:17 pm | Reply

    વાહ! ચિરાગભાઈનો વિચાર બહુ સુંદર છે.

  • કાસીમ અબ્બાસ // November 22, 2008 at 4:14 pm | Reply

    બધે આગળના ઉજાસની પાછળ અંધકાર જ હોય, તેવી જ રીતે નેતાઓના આગળ ના બગલા ની પાંખ જેવા સફેદ પોષાક ની પાછ્ળ પણ અંધકાર જેવું કાળું દિલ હોય છે.

  • HEMANG NANAVATY // December 2, 2008 at 10:44 am | Reply

    andhakar no ochhayo manasne hamesh ajwalani value no aheshash
    karavto rahe chhe ke maro jivan panth ujjal.

  • arvind // March 15, 2009 at 4:51 am | Reply

    સુરેશ ભાઈ
    આપે જે દીવા પાછ્ળ અંધારાની વાત કરી તે સનાતન સત્ય જ છે. સૂર્ય પણ જ્યારે ઉદય થાય છે ત્યારે પાછળ અંધકાર મૂકી ને જ આવે છે ને !! પૂર્વમાં ઉદય પામતો સૂર્ય પશ્ચિમમાં અંધકાર છોડ્યા પછી જ પૂર્વમાં પ્રકાશ ફેલાવી શકે છે. કદાચ એ પ્રકૃતિની જ મર્યાદા હોય શકે ! મારી સવારમાં પ્રગટાવવામાં આવતા દીવાની મહ્તા અને આપના વિચારો લગભગ અદભુત રીતે સામ્ય ધરાવે છે ખરું કે નહિ ?

Leave a Comment