હું માત્ર
માણસોના ઉમદા ગુણો જ
જોવાનું પસંદ કરું છું.
હું જાતે
સાવ દોષરહીત બની જાઉં;
તેમ પણ હું ઈચ્છતો નથી.
-ગાંધીજી
સાવ દોષરહીત બની જાઉં;
તેમ પણ હું ઈચ્છતો નથી.
2 responses so far ↓
pragnaju // November 21, 2008 at 11:17 am |
સત્ય છે કે ગુણ અને દોષોથી આ સંસારની રચના કરવામાં આવી છે. તેનાથી મનુષ્ય જ નહીં બધા પ્રાણીઓ પ્રભાવિત છે. બધામાં જ ગુણ અને દોષ હોય છે. તે આપણી દ્રષ્ટી પર આધાર રાખે છે કે પહેલા આપણે ગુણ જોઈએ છિએ કે દોષ. પરંતુ આપણે માત્ર દોષો જ જોઈએ છિએ અને ગુણો નહીં. શ્રીમદ ભગવદ ગીતામાં કહેવાયું છે કે આ સંસારમાં કંઈ પણ દોષરહીત નથી. તેથી સારૂં એ છે કે જ્યારે કોઈના અવગુણોનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેના ગુણોની પણ ચર્ચા કરવી જોઈએ. પરંતુ મોટાભાગે બને છે એવું કે જ્યારે લોકો કોઈની નીંદા કરવાનું શરૂ કરે છે તો પછી તેના ગુણો તરફ ધ્યાન જ આપતા નથી, માત્ર એક પક્ષીય નીંદા કરતા રહે છે.
atuljaniagantuk // November 21, 2008 at 11:13 pm |
ત્રિગુણાત્મક પ્રકૃતિમાંથી ઘડાયેલ આપણા વ્યક્તિત્વના બંધારણીય તત્વો સત્વ, રજ અને તમો ગુણ છે. અને સહુ કોઈમાં તે વધતે ઓછે અંશે હોય જ છે. દરેકમાં રહેલ આ સાત્વિક ભાવ જોવાથી આપણી અંદર રહેલ સાત્વિક ભાવમાં પણ ઊછાળો આવશે એવું જ બીજા બીજા ગુણોનું ચિંતન કરવાથી આપણી અંદર રહેલા તે ગુણોને પ્રોત્સાહન મળતું હોય છે. પૃથ્વિ અને સ્વર્ગમાં કોઈ એવું નથી કે જે આ ત્રણ ગુણોથી મુક્ત હોય.