ગદ્યસુર

Entries from January 2009

બગલો – ઓરીગામી

January 31, 2009 · Leave a Comment

 

CRANE

બગલો

 ચોરસ કાગળમાંથી બનાવેલું આ મોડલ જાતે શોધી કાઢેલું છે.

Categories: ઓરીગામી · સુરેશ જાની
Tagged:

પરીવર્તન – 5 : સફેદ રેતી

January 31, 2009 · 16 Comments

white_sand_1      સફેદ રેતી?

     હા! આ ધોળીયાઓના દેશમાં એવું હોય તેની નવાઈ શાના પામો છો? જો કે, એ સાવ સાચી વાત છે કે, આખી દુનીયામાં માત્ર એક જ જગ્યાએ એ જોવા મળે છે – અમેરીકાના ન્યુ મેક્સીકો રાજ્યના અલામો ગોર્ડો શહેરની નજીક. એનું નામ જ ‘વ્હાઈટ સેન્ડ’. અમે એના પ્રવાસે ગયા હતા. 

      માઈલોના માઈલો સુધી સફેદ રેતીના ઢગલે ઢગલા. ધોળી બખ્ખ રેતી જ રેતી. વાયરાથી ફરફર ઉડતી રેતી. રેતીના નાના ને મોટા ઢગલા જ ઢગલા. અમુક ઢગલા તો ખાસી ઉંચી ટેકરી જેટલા- પચાસ સાઠ ફુટ ઉંચા. સુર્યનો તડકો પડતો હોય તો આંખો અંજાઈ જાય એટલું બધું ધોળાપણું. બધું દ્રશ્ય દેખીતી રીતે સ્થીર લાગે પણ , એ રેતીના ઢગલા પણ જીવતા. પવનથી ઉડીને આવતી રેતીથી ઉંચા ને ઉંચા થતા રહે. અને બહુ ઉંચા થાય એટલે એની કોર ધસી પડે. પવનની તરફની કોર મંથર ગતીએ આગળ વધતી રહે. ટોચના ભાગની છેક નીચેની રેતી દબાઈને કઠણ ખડક જેવી થઈ હોય. ટેકરીની નીચલી કોર નજીક એના સગડ પારખી શકાય. એક સૈન્ય પસાર થઈ ગયું હોય તેના અવશેષો જેમ દેખાઈ આવે તેમ; ટેકરીની ટોચના ભુતકાળના સ્થાનની સાક્ષી પુરતા આ સગડ એ ટેકરી જીવંત છે એની આપણને ખાતરી કરાવી દે.

     ક્યાંક ક્યાંક રડ્યાં ખડ્યાં આ રેતી અને સમ ખાવા બરાબર પાણીના અને ઝાકળના બુંદ પર ગુજારો કરતાં ઘાસ અને નાના છોડ અહીં પણ જીવન ધબકતું હોવાની ચાડી પારતા રહે. કહે છે કે, રાત્રે આવો તો નાનકડાં જંતુઓ અને ગરોળીઓ બહાર નીકળી આવે. સફેદ રેતીમાં પણ નાઈટ લાઈફ ખરી હોં!

      તમે ભુલા ન પડો તે માટે થોડે થોડે અંતરે ધાતુના ચાર ફુટ ઉંચી પટ્ટીઓ પણ ગોડેલી રાખી હોય. બાકી આ રણમાં ભુલા પડો તો ફસાતા જ રહો.

     કદીક અહીં મધદરીયો હતો. એમાં માછલીઓ અને દરીયાઈ જળચર તરતાં હતાં. પછી ત્યાં ડુંગર બન્યા અને પછી ખીણ અને પછી સરોવર અને છેવટે આ દલદલ.

    સાવ સ્થીર લાગતો આ માહોલ……. સતત પરીવર્તનશીલ. ધીમો બદલાવ. પણ અચુક બદલાવ.

…………….

      white-sands

      લગભગ 247 માઈલની લંબાઈમાં પથરાયેલ આ જગ્યા વીશ્વની એક કુદરતી અજાયબી છે.

     ભુસ્તરશાસ્ત્રીઓના માનવા પ્રમાણે, 25 કરોડ વર્ષ પહેલાં અહીં એક દરીયો હતો. એના પટના તળીયે જમા થતા રહેતા, જીપ્સમનું જાડું પડ હતું. પાણીના દબાણ હેઠળ એ દબાઈને ખડક બની ગયું હતું. સાતેક કરોડ વર્ષ પહેલાં ભુસ્તરીય ફેરફારોને કારણે આ જગ્યાએ જમીન ઉંચકાઈ આવી અને એક લાંબો પર્વત બની ગયો. એક કરોડ વર્ષ પહેલાં, આ જગ્યાની પશ્ચીમે રોકી પર્વતમાળા અસ્તીત્વમાં આવી; ત્યારે આ પર્વત નીચે બેસી ગયો. આને કારણે ટુલારોસા બસીન બન્યું. એની ધાર પર સાન આન્દ્રેસ અને સેક્રામેન્ટો પર્વતો બાકી રહ્યા. આ પર્વતો પર થતી વરસાદ અને સ્નોની વર્ષાને કારણે પર્વતની ઉપર અને અંદર રહેલા જીપ્સમના થર ઓગળી ઓગળીને આ બસીનમાં ખડકાતા રહ્યા. ચારે બાજુ પર્વતો હોવાને કારણે આ પાણી કોઈ દરીયામાં વહી શકે તેમ ન હતું. આથી ભુતપુર્વ ઓટેરો લેકમાં આ બધું પાણી જમા થવા માંડ્યું. સુકાવાના કારણે અને નીચેની રેતીમાં શોષાવાના કારણે જીપ્સમના થર વધવા માંડ્યા. કાળક્રમે ઉંચી અને લાંબી રોકી પર્વતમાળાના વર્ષાછાયામાં ન્યુ મેક્સીકોનો આ પ્રદેશ રણમાં પરીવર્તન પામતો ગયો. સાન આન્દ્રેસ અને સેક્રામેન્ટો પર્વતો પર પડતા વરસાદ અને સ્નોને કારણે એમની ઉપર તો સરસ મજાનાં જંગલો છે પણ એ પાણી લેક ઓટેરોને યથાવત રાખવા પર્યાપ્ત ન હતું. તે સુકાતું ગયું અને સાવ નાનકડું લેક લુસેરો જ બાકી રહ્યું; જે પણ દીન પ્રતીદીન નાનું ને નાનું થતું જાય છે.

     આ ભૌગોલીક પરીવર્તનોના કારણે ત્રણ બાજુ પર્વતોથી ઘેરાયેલા આ પ્રદેશમાં જીપ્સમની રેતીના ઢગના ઢગ ભેગા થયા છે. ન્યુ મેક્સીકોનું રણ, તેની વચ્ચે લીલાંછમ પર્વત અને તેની વચ્ચે સફેદ રેતીનું આ રણ – આમ દુનીયાની એક અજાયબી જેવી ભૌગોલીક રચના અસ્તીત્વમાં આવી છે.

.     એની મોટા ભાગની પરીમીતી ઉપર પર્વતો છે. એમાંના ઘણા જીપ્સમ નામના પદાર્થના ખડકોના બનેલા છે. કાળક્રમે આ પ્રદેશનું હવામાન બદલાયું અને વરસાદની માત્રા ઓછી થઈ ગઈ. એટલે એ સરોવર સુકાઈ ગયું. અને જીપ્સમના બારીક પાવડરથી ભરાઈ ગયું. હજુ પણ નાનાં નાનાં ઝરણાં વડે ખડકોમાંથી ધોવાયેલો જીપ્સમ અહીં ઠલવાયા જ કરે છે. પણ થોડેક જ દુર જઈને એનાં ખાબોચીયાં, સુકાવા માટે તૈયાર હોય છે. આ વીસ્તારમાં લાખો વર્ષોથી ભેગો થતો રહેલો જીપ્સમ, આજુબાજુના ઉંચા પર્વતોને કારણે બીજે ક્યાંય ઉડીને જઈ શકતો નથી.

     આથી આ સફેદ રેતીની અસંખ્ય ટેકરીઓ અહીં અહર્નીશ મોજુદ હોય છે. અમેરીકામાં બધે મુક્ત રીતે ફરફરતો વાયરો અહીં પણ શાનો સખણો રહે? એટલે આ ટેકરીઓ ધીમે ધીમે ખસતી જ રહે. અમુક ટેકરીઓ તો સોએક ફુટ ઉંચી થઈ ગયેલી હોય છે.

 

વધુ જાણો

Categories: નીબંધ · સુરેશ જાની
Tagged:

ઉંટ – ઓરીગામી

January 30, 2009 · 1 Comment

 

CAMEL

ઉંટ

 ચોરસ કાગળમાંથી બનતું આ મોડલ એક ચોપડીમાંથી શીખીને બનાવેલું છે.

Categories: ઓરીગામી · સુરેશ જાની
Tagged:

ટેન્ક – ઓરીગામી

January 29, 2009 · 1 Comment

 

TANK

લશ્કરી ટેન્ક

   ચોરસ કાગળમાંથી બનતા આ મોડલમાં થોડાક જ ફેરફાર કરવાથી જાતજાતના આકાર બનાવી શકાય છે. આની પધ્ધતી જાતે શોધી કાઢેલી છે.

Categories: ઓરીગામી · સુરેશ જાની
Tagged:

ફ્લેમીન્ગો – ઓરીગામી

January 28, 2009 · 1 Comment

flamingo_1

    લંબચોરસ કાગળમાંથી કાપીને, શક્કરપારા આકારના કાગળમાંથી  બનતું હોવાના કારણે, આ મોડલ શાસ્ત્રીય રીતે ઓરીગામી મોડલ ન કહી શકાય. પણ એનો ઉંચો આકાર આ કારણે શક્ય બને છે.  

Categories: ઓરીગામી · સુરેશ જાની
Tagged:

આજે બુધવાર છે – એક બાઘો, સામાન્ય માણસ

January 28, 2009 · 20 Comments

મુંબાઈમાં આતંકવાદી ધડાકા થયા. 

મન ક્ષુબ્ધ થઈ ગયું. આક્રોશ વ્યક્ત કરવા કોઈ શબ્દો ન જડ્યા.

અહીં ક્લીક કરો.

‘વેડનસડે’  ફીલ્મ જોઈ.

 જવાબ મળી ગયો. 

- એક બાઘો, સામાન્ય માણસ ( A stupid common man) 

તા.ક.  -  તમે આ ફીલ્મ ન જોઈ હોય તો જોવા ખાસ ભલામણ છે.

Categories: સમાચાર · સુરેશ જાની
Tagged:

પરીવર્તન- 4 : ઉલ્કાપાત

January 24, 2009 · 7 Comments

58,000 ની વસ્તીવાળા, એક નાનકડા શહેરના
પુસ્તકાલયના બાળકો માટેના વીભાગમાંથી મળેલા, 
જીવંત લાગે તેવાં ચીત્રોથી સભર
પુસ્તકનો અતી સુક્ષ્મ સંક્ષેપ  

—————————————————– 

       બીગ બેન્ગની ઘટના ઘટી ગયે, કરોડો વર્ષો વીતી ગયાં હતાં. બળબળતા વાયુઓના અતી પ્રચંડ સમુહો તીવ્ર વેગે દુર અને દુર ફંગોળાતા રહ્યા. પણ ગુરુત્વાકર્ષણના બળે,  નજીકની મતા ભેગી પણ થતી ગઈ. જેમ જેમ આ ભેગી થતી મતા નજીક ને નજીક આવતી ગઈ; તેમ તેમ તેમનો નજીક આવવાનો વેગ પણ વધતો ગયો. અને વળી પાછું દ્રવ્ય ઘનીભુત થતું ગયું. તારાઓ અસ્તીત્વમાં આવ્યા. આવો એક તારો તે આપણો સુર્ય.

    એની આજુબાજુ ઠેર ઠેર વેરાયેલા આવા સમુહો અત્યંત નાના હોવાને કારણે જલદી ઠરી ગયા અને નવ ગ્રહો સર્જાયા. સુર્યની બહુ નજીક હોવા છતાં પોતાના પ્રચંડ વેગને કારણે એ સુર્યમાં ન સમાયા . એની આસપાસ ઘુમતા રહ્યા. સુર્યમાળાના મણકા જેવા એ ગ્રહો, અને એમાંની એક તે આપણી ધરતી.

    એનાથી નાના દ્રવ્યકણો તે ઉપગ્રહો, એ ગ્રહોની આજુબાજુ ફરવા લાગ્યા. ધરતીની સાવ નજીક હોવાને કારણે એની આજુબાજુ ફરતો બની ગયો તે આપણો ચન્દ્ર.

    અને સૌથી નાના બાળકો એટલે ગુરુ અને મંગળના ગ્રહની વચ્ચે ફરતી રહેલી, ઓરડાની ફર્શ પરની ધુળ જેવી ઉલ્કાઓ – કોઈક મોટી તો કોઈક નાની. એ રજકણોની સતત વર્ષા બધા ગ્રહો પર અને ધરતી પર થતી જ રહે.

      પણ આજે જે ઘટનાની વાત કરવાની છે તે છે –

      સાડા છ કરોડ વર્ષ પહેલાં….. 

     એ જમાનામાં ધરતી પર અલગ અલગ ખંડો ન હતા. એક મોટો જમીનનો સમુહ હતો – ગોન્ડવાના લેન્ડ. અને તેના ખાડામાં ભરાયેલાં પાણીનો તેનાથી મોટો સમુહ હતો –  એક મહાન મહાસાગર. બન્નેમાં પ્રચંડકાય ડીનોસોર મહાલતાં હતાં. જાતજાતનાં અને ભાતભાતનાં – કોઈ વનસ્પતી આહારી તો કોઈ માંસાહારી. એમના કદને અનુરુપ, પ્રચંડ કદવાળાં વૃક્ષોનાં જંગલો પણ સમસ્ત ધરતીને આવરી રહેલાં હતાં. આ ચીત્રવીચીત્ર દુનીયાનો વ્યવહાર રાબેતા મુજબ ચાલી રહ્યો હતો – અત્યારે ચાલતા, આપણા રાબેતા મુજબના જીવનની જેમ.

      જુરાસીક પછીના ક્રીટેશીયસ યુગની સંધ્યાનો એ અંતીમ તબક્કો હતો. એક નવા યુગની ઉષા ઉગવાની હતી.

     કોઈક ધુમકેતુના સુર્યની નજીક આવવાના કારણે, મસમોટી એક ઉલ્કાની ગતી બદલાણી. તે થોડીક પૃથ્વીની નજીક સરકી. અને પછી તો તે સરકતી જ ગઈ; સરકતી જ ગઈ. જેમ નજીક આવતી ગઈ તેમ તેનો વેગ વધવા માંડ્યો. ધરતીમા તેને પોતાની ગોદમાં લેવા આતુર હતી ને!

       ધરતી કરતાં આમ તો તે ઉલ્કા સાવ નાનકડી જ હતી. માંડ 6 માઈલના વ્યાસ વાળી – વજન માત્ર દસ લાખ ટન. જો થોડીક દુર રહી હોત તો, પૃથ્વીથી થોડે દુર રહી, પાછી સુર્યમાળાના એક રજકણની જેમ ફરતી રહી હોત. પણ ભવીતવ્ય કાંઈક અલગ જ હતું. આ માયા ધરતીમાં સમાઈ જવા આતુર હતી.

    અંધાર ઘેરી એ રાત હતી. ઈવડી એ ઉલ્કા કલાકના 7,000 માઈલની ઝડપે ગોન્ડવાના લેન્ડ ઉપર ખાબકી. દસ લાખ ટન વજનની ઉલ્કા અને કલાકના 7000 માઈલ.

    ( એક ટન વજનની કાર એક શીલા સાથે કલાકના 60 માઈલની ઝડપે અથડાય તો એના ભુક્કા બોલી જાય.

      કલાકના 600 માઈલની ઝડપે અથડાય તો, તે આગનો અને ઓગળેલા લોખંડનો ગોળો બની જાય. પેલી શીલા પર તો નાનો અમથો ગોબો પડે એટલું જ.

     અને કલાકના 6000 માઈલની ઝડપે અથડાય તો?આખી શીલાના ભુક્કી ભુક્કા બોલી જાય અને તે બળવા લાગે! )

      અને પેલી માયા તો માળી ખાબકી હોં !

    અને મધરાતે સો સો સુર્ય ઝળહળી રહ્યા હોય એટલું અજવાળું થઈ ગયું. બળબળતી એ ઉલ્કા ધરતીની અંદર સમાઈ ગઈ – . સેકન્ડના કંઈ કેટલાય માઈલની ઝડપે – બહુ જ ઉંડે ને ઉંડે. ધરતીના પડને ચીરીને ધગધગતા લાવાની અંદર ખાબકી એ તો.

   ખર્વોના ખર્વોની સંખ્યામાં ફટાકડા ફુટતા હોય એમ, સેંકડો જ્વાળામુખીઓ ભભુકી ઉઠ્યા. ધરતીના ટુકડે ટુકડા થઈ ગયા. મહાસાગરનાં પાણી ધગધગતી વરાળ બનવા માંડ્યા અને આખા પર્યાવરણમાં ફેલાવા માંડ્યા. ધરતીમાંથી નીકળેલી લાવારસની જ્વાળા પણ આની હોડ બકતી ચોગમ ફેલાવા લાગી.

    આ બે બળબળતી માયાઓ વચ્ચેનું તુમુલ યુધ્ધ, વર્ષો સુધી જારી રહ્યું. બળબળતા અગ્ની અને વરાળનું આ મહાવાદળ ધરતીને વીંટળાઈને પર્યાવરણની બહારની સપાટી સુધી પુગી ગયું. અને ત્યાં પહોંચતાની સાથે જ શુન્યાવકાશની અત્યંત ઠંડીથી ઠરવા માંડ્યું.

    અને ધરતી ઉપર શી હાલત હતી? બળબળતી ગરમી અને કરોડો તીવ્ર માત્રાના ધરતીકંપોનાં સતત જારી રહેતા આંચકાઓ વચ્ચે જંગલો અને પ્રાણીઓ બળીને ભસ્મ થઈ ગયા. પૃથ્વી પરનો પ્રાણવાયુ એમને બાળવા માટે પુરતો ન હતો. અબજો પ્રાણીઓનાં ભડથું થઈ ગયેલાં ખોળીયાં અને કાળા ભંઠ કોલસા બની ગયેલાં જંગલો; ધુળ અને ખડકોના ઢગલે ઢગલા. બળબળતા વાયરાની સંગાથે આ બધાનાં ચક્રવાત અને પ્રતીચક્રવાત – એક જગ્યાએ નહીં – ઠેર ઠેર.

     ધરતી પરનું અને વાતાવરણનું આ તાંડવ ધીમે ધીમે શમવા લાગ્યું. ઘટાટોપ ધુળ અને પાણીની બાષ્પનાં વાદળો ટુકડે ટુકડા થઈ ગયેલી ધરતી પર છવાઈ ગયાં. ધુળની સાથે લાવામાંથી નીકળેલો સલ્ફર પણ હતો જ ને? એસીડની વર્ષા રહી સહી જીવસૃષ્ટીનું નીકંદન કરતી રહી. પ્રચંડ ઉષ્ણતામાનનું સ્થાન હવે પ્રચંડ ઠંડી લેવા માંડી. સમસ્ત ધરતી પર બરફ છવાઈ ગયો.

     સેંકડો વર્ષોની ઠંડી અને અંધાર ઘેરી એ રાત હતી. કોઈ જીવ કે વનસ્પતીનું અસ્તીત્વ શક્ય જ ન હતું. એ બધી સલ્તનતો નષ્ટપ્રાય થઈ ચુકી હતી. ધરતીના ગર્ભમાં એક નવી સૃષ્ટી આકાર લઈ રહી હતી. એક નવી જ શક્યતાના બીજનું સેવન કરીને ધરતી ઠંડીગાર બનીને ચુપચાપ સુતી રહી.

     એક નવા યુગની ઉષા, સુર્યના કીરણોથી એ બીજને સેવવા, પોતાના પ્રસવની પ્રતીક્ષા કરી રહી હતી. 

——————————————-      

    અપ્રતીમ, અભુતપુર્વ, ન ભુતો ન ભવીષ્યતી …  ઉલ્કાપાત.

    પરીવર્તન..,, પ્રચંડ પરીવર્તન.

     પણ બીગ બેન્ગની તુલનામાં?

      એક રજકણ જેવી ધરતી ઉપર હવાની લ્હેરખી માત્ર લહેરાઈ હતી!    સમષ્ટીના સ્થળ અને સમયના પરીમાણના પરીપ્રેક્ષ્યમાં, ક્ષણાર્ધનાય સાવ નાનકડા ભાગ જેવી એક પળ માટે, એક નાનકડી રજકણે પોતાનાથી અત્યંત નાના પાવડરની કણી સાથે આશ્લેષ અનુભવ્યો હતો.    

——————————————-

 

Categories: વાર્તા · સુરેશ જાની
Tagged:

કાગળની હોડી – 13 : ઓરીગામી

January 23, 2009 · 1 Comment

હોડીની શ્રેણીનું આ છેલ્લું મોડલ છે.   

     નાના હતા ત્યારે છરા વહાણ બનાવતા હતા, તે યાદ છે?

     એ કળા સાવ ભુલાઈ ગઈ હતી. ચોરસ કાગળમાંથી સબમરીન બનાવવાની શરુઆત કરી , બે ચાર પ્રયત્ને આ  મોડલ બની ગયું !

boat_16

Categories: ઓરીગામી · સુરેશ જાની
Tagged:

तारे झमीन पर

January 23, 2009 · 5 Comments

      ઈશાન બધાં બાળકોની જેમ કેવળ વર્તમાનમાં જીવે છે. એને ઉડતાં પંખી, તરતી માછલીઓ, હવામાં ફરફરતાં પાંદડાં અને… આવું ઘણું બધું જોવાનું ગમે છે. એ બધું એને જીવનના પાઠ સ્વાભાવીક, સાહજીક રીતે ભણાવી જાય છે. એને દોડવું, કુદવું, ઉલ્લાસવું છે. એને કલ્પનાની પાંખે, સરસ મજાનાં ચીત્રો દોરવાં બહુ ગમે છે.

      પણ એના ભવીષ્ય માટે ચીંતીત એનાં માબાપ એને કખગ અને એબીસીડી શીખવવા માંગે છે. ઈશાનને માટે આ બધા બીન કુદરતી છે; ભયંકર, સુગ ઉપજાવે એવાં જીવડાં છે. ઓલ્યાં જીવડાંને સળવળતાં તો એ કુતુહલથી જોઈ રહે છે; પણ આ કાગળ પરનાં અને બ્લેક-બોર્ડ પરનાં જીવડાં એને અકળાવે છે.

     બે ધોરણ તો એ કાયદેસર ધક્કો મરાવાના કારણે ઉપર ચઢી જાય છે. પણ ત્રીજા ધોરણમાં એની કઠણાઈ છતી થાય છે. બે વાર નાપાસ થવા છતાં એક પણ શબ્દ એ બરાબર લખી નથી શકતો. બીજાં છોકરાં એની હાંસી ઉડાવે છે. એક વખત એ શાળામાંથી ગુલ્લી મારી બજારમાં રખડે છે. એની પોલ ખુલી જતાં એનાં માબાપ એને કમને બોર્ડીંગ સ્કુલમાં દાખલ કરાવે છે. ત્યાં એ સખત શીક્ષા, કડક શીસ્ત અને સ્વજનોના સહવાસના અભાવમાં હીજરાતો, કુટાતો, અફળાતો અંદર ને અંદર ધકેલાતો જાય છે. નીરાશા, હતાશા, અવજ્ઞા, ઉપહાસ, અને લઘુતા ગ્રંથીના ગર્તામાં એ ડુબતો જ જાય છે, નીચે ને નીચે … કેવળ અંધકારથી ભરેલી એક દુર્ગમ ખાઈમાં.

    પણ એ બોર્ડીંગ સ્કુલમાં, એક દેવદુત, બાળમાનસ અને ડીસલેક્સીઆની પીડાના જાણકાર શીક્ષકના લીબાસમાં આવે છે; તેને આ ગર્તામાંથી બહાર કાઢી, સફળતાના પંથે પ્રયાણ કરાવે છે.

    —-

    ‘તારે જમીન પર‘ની હૈયું વલોવી નાંખે તેબી આ વાર્તા જોઈ મન વીચારે ચઢી ગયું.

    ઉપલા મધ્યમ વર્ગના કુટુમ્બમાં ત્રીશંકુની જેમ અડબડીયાં ખાતા આ ઈશાનનો તો અનેક વ્યથાઓ પછી ઉધ્ધાર થયો. પણ લાખો કરોડો બાળકોનું શું? ગરીબીમાં સબડતા, બહુ મોટા સમાજનું શું? અરે! જડ માન્યતાઓ, જીવન વીશેના ભ્રામક ખ્યાલો, પોતાની જ બનાવેલી પુર્વગ્રહો અને બાંધેલા ખયાલોની( Fixed Ideas) જેલમાં કેદ, આંધળી મુશક દોડમાં સતત દોડતા રહેતા, પોતાનાં અબુધ બાળકોને જોર જુલમથી ધકેલતાં, કહેવાતાં ઉપલા વર્ગનાં, ઉજળીયાત માબાપોનાં શું? કરોડો કુમળી કળીઓ આ અત્યાચારમાં હોમાતી જ રહેવાની – સમૃધ્ધી, પ્રગતી અને શીક્ષણના નામે?

    અરે બાળકોની વાત જવા દો.  આપણી અંદર તરફડતા સબડતા, પીડાતા, બેબસ, બેસહારા એ ઈશાનને કદી નીહાળ્યો છે? ‘ वो कागझकी कश्ती, वो बारीशका पानी.. ‘ જેવાં ગીતો કેમ આપણને બહુ વહાલાં લાગે છે?

    આપણી અંદર પુરાઈને બેઠેલા, સીતારાને કોણ જમીન પર લાવવા તૈયાર છે? કોઈ એવા પ્રયત્ન કરે; એની અવજ્ઞા કરીએ છીએ; એને નાત બહાર કાઢીએ છીએ; હડધુત કરીએ છીએ.

    આ જ વેદનાથી, પંદર પંદર દીવસથી નવી નવી કાગળની હોડીઓ બનાવી આ બ્લોગ પર ‘આજના સુવીચાર’ ની જગ્યાએ મુકતો રહ્યું છું.

લ્યો .. એ બધી હોડીઓ જુઓ !

અને આદરણીય નીલમબેન દોશીની આવીજ મનોવ્યથા પણ વાંચી લો.

      આપણા જીવનનો એક નાનકડો ખુણો આપણા પોતાના માટે; આપણા કે પાડોશીના, વહાલસોયા, ઈશાન કે ઈશાની માટે ફાજલ કરતાં શીખીશું?

      દરરોજ માત્ર એક જ, કાગળની હોડી બનાવીશું, કે લખોટી, કુકા કે કોડીઓ રમીશું કે કશું નહીં તો એમના મુડમાં નીખાર આવે તેવી વાતો કરીશું ?

Categories: વાર્તા · સુરેશ જાની
Tagged:

કાગળની હોડી – 12 : ઓરીગામી

January 22, 2009 · 1 Comment

 

boat_15

11 નમ્બરની હોડીમાં સહેજ ફેરફાર કરવાથી આમ રડર ઉમેરી શકાયું.

Categories: ઓરીગામી · સુરેશ જાની
Tagged: