ઘર માં કોહરામ મચ્યો હતો. કારણ કે ઘર ના વડીલ ‘શૌકત આપા’ આજે ખુદા ની રહેમતે પહોંચી ગયા હતા.પાંચ પુત્રો,એક પુત્રી તથા પૌત્રો પૌત્રીઓ ને,નાતી- નવાસીઓ ને વહુઓ તથા સગા સબંધીઓ ને રડતા મૂકી ને અનંતયાત્રા એ ચાલી નીકળ્યા હતા.ઘર નું વાતાવરણ ગમગીન હતું. રડારડ અને શોરગુલ માં એક અવાજ દબાઇ જતો હતો
….
અલ્લાહે પંદર વર્ષ બાદ તેમની સામે ક્રુપા દ્રષ્ટિ કરી,અને ‘મજલી આપા’ ત્રણ પુત્રીઓ અને એક પુત્ર ની માતા બન્યા.પતિ ‘અલીરઝા’ એક સરકારી કર્મચારી હતા.નાનકડા પગાર માં ત્રણ દીકરીઓ તથા એક દીકરા ની ભણતર ની જવાબદારી કંઇ સહેલી નહોતી.જ્યારે મોટા ભાઇ ’અલીહૈદર’ ની નોકરી પણ છૂટી ગઈ હતી.અલીરઝા મોટા ભાઇ ને પિતા સમાન જ ગણતા. વિધવા માતા પણ અલીહૈદર સાથે જ વતન માં રહેતા.ખૂબજ ગરીબાઇ માં ‘શૌકત આપા-અલીહૈદરે’તેમના પાંચેય પુત્રો ને સારુ શિક્ષણ આપ્યું
….
જીવન ના કદાચ આ જ ઊતાર-ચઢાવ જોઇ ને ‘મજલી આપા’ એ પુત્રી શિક્ષણ પર ભાર મૂક્યો હશે એમ ‘મજલી આપા’ ની ‘મજલી દીકરી’ વિચારતી રહી.અને આજે‘મજલી આપા’ ના પેટે જન્મ લઇ પોતાને ધન્ય માનતી રહી.
—————————————————
આ સત્યકથા આપને સ્પર્શી ગઈ ને?