બધી જાતની ગુફાઓમાં સૌથી વધારે આકર્ષક આ જાતની ગુફાઓ હોય છે. જમીન કોતરીને માણસે ઘણાં બોગદાં બનાવેલાં છે. ઈન્ગ્લીશ ચેનલની નીચે ટ્રેન અને કાર જેવાં વાહનોને પસાર કરતું બોગદું (ટનલ) એ માનવીની કાબેલીયતનો ઉત્કૃષ્ઠ નમુનો છે. હેરત પમાડે તેવી આવી માનવીય રચનાઓ થોડાંએક મહીના કે બે ચાર વરસમાં જ બનાવી શકાતી હોય છે.
પણ કુદરતે બનાવેલી સોલ્યુશન ગુફાઓ લાખો અથવા કરોડો વરસની પ્રક્રીયાના કારણે બનતી હોય છે. મહાસાગરના તળીયે પ્રવાળ, છીપલાં, શંખ, જેવાં દરીયાઈ જીવોનાં કંકાલ હર ક્ષણે ખડકાતાં હોય છે. આ ઘટના માઈલોના માઈલો સુધી દરીયાના પટમાં સતત ચાલતી જ રહેતી હોય છે. કરોડો વર્ષ પહેલાં પણ આમ બનતું આવતું હતું. આ કંકાલ ઉચ્ચ કક્ષાના કેલ્શીયમથી ભરપુર હોય છે. વરસો વરસ આમ થતું રહેવાના કારણે અત્યંત જાડો, કેલ્સાઈટનો થર દરીયાના તળીયે જમા થતો રહે છે. ક્યાંક તો આ થર સેંકડો ફુટ જાડો બની જાય છે. પણ આ થર ખાલી કેલ્સાઈટનો જ હોય એમ તો ક્યાંથી બને? એમાં રેતી, માટી, કાદવ અને બીજા પદાર્થો પણ ભળેલા હોય છે. અથવા એની ઉપર બીજા પદાર્થોના થર પણ જામતા રહે છે. દરીયાના પાણીના દબાનને કારણે આ થર દબાઈ દબાઈને કઠણ ખડક બની જાય છે. આને લાઈમસ્ટોન અથવા ચુનાના પથ્થર કહે છે.
અને કોઈક ક્ષણે, ભીષણ ધરતીકંપના પ્રતાપે પૃથ્વીનો નકશો બદલાઈ જાય છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ અને સ્થળ હોય ત્યાં જળ – એમ બધું ઉપરતળે થઈ જાય છે. ક્યાંક દરીયો નીચે પણ બેસી જાય છે. આમ લાઈમસ્ટોનનો આ જથ્થો જમીન ઉપર આવી જાય છે. જ્વાળામુખીમાંથી ફેલાતા લાવાના પ્રતાપે એની ઉપર ખડકોના થરના થર જામતા રહે છે.
સોલ્યુશન ગુફાઓ માટે આ પાયાની સામગ્રી હોય છે. વરસાદનું પાણી જમીનમાં અને ખડકો વચ્ચેની ફાટોમાથી નીચે ઉતરતાં આ લાઈમ સ્ટોનમાંનો ચુનો ઓગળવા માંડે છે. હવામાંનો કાર્બન ડાયોક્સાઈડ વાયુ પાણીમાં ભળવાના કારણે પાણી થોડું એસીડીક પણ હોય છે. આને કારણે ચુનો ઓગળવાની પ્રક્રીયા વેગ પકડે છે. ક્યાંક જમીનના તળીયેથી નીકળતા કુદરતી વાયુમાં હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા વાયુઓ પણ આ પાણી સાથે સંયોજાઈ તેનું વધારે જલદ એસીડમાં રુપાંતર કરે છે. જેમ જેમ આવું પાણી નીચે ઉતરતું જાય છે; તેમ તેમ તેનો જથ્થો સંઘરાતાં જતાં, જમીનની નીચે પાણીનાં સરોવરો, ઝરા અને નદીઓ ઉદ્ભવવા માંડે છે. આને કારણે લાઈમસ્ટોન ઓગળી ઓગળીને ખડકોની વચ્ચે પોલાણ થવા માંડે છે. અને એસીડીક પાણીના ઝરા વધારે વેગથી ત્યાં વહેવા માંડે છે. ધોવાણની પ્રક્રીયા વધારે વેગ પકડતી જાય છે. પહોળી, ઉંચી અને લાંબી ગુફા આકાર લેવા માંડે છે. લાઈમસ્ટોન, જીપ્સમ કે ડોલોમાઈટના ખડક જ આમ ધોવાઈ શકે છે. બીજી જાતના ખડકો એમના એમ રહી જાય છે. આથી ગુફાનો આકાર ચીત્ર વીચીત્ર બને છે.
હજારો વર્ષ વીતી જાય છે. બીજા કોઈ ધરતીકંપના કારણે આવો પ્રદેશ ઉંચકાઈ જાય છે, અથવા જમીન તળેના પાણીનો પ્રવાહ બીજે ક્યાંક ફંટાઈ જાય છે. અને આના પ્રતાપે ગુફામાં ભરાયેલું પાણી હવે ખાલી થવા માંડે છે. આ પાણી બહાર નીકળીને જે નદીમાં ભેગું થતું હોય, તે પણ ખડકોને કોરી કોરીને નીચે ને નીચે ઉતરતી જાય છે. હવે ગુફા ખાલી થઈ જાય છે. કાળક્રમે ગુફાના તળીયે જ ચુવાતા પાણીનો પ્રવાહ બાકી રહે છે.
અને સૌથી વધારે રસીક તબક્કો હવે શરુ થાય છે. ગુફાની છતમાંથી ચુવાઈને આવતું પાણી હવાના સમ્પર્કમાં બાષ્પીભવન પામે છે. આથી પાણીમાં ઓગળેલો ક્ષાર છત પર જમા થવા માંડે છે. ગુફાના તળીયે ટપકતાં ટીપાંમાંથી પણ બાષ્પીભવનના કારણે ક્ષારનો થર જમા થવા માંડે છે. સાવ ઉલટી જ પ્રક્રીયા! ક્ષાર ધોવાવાની જગ્યાએ ક્ષારના થરના થર જમા થતા રહે છે. અને ગુફાની સર્જકતા હવે પુર બહારમાં ખીલી ઉઠે છે. ટપકતા પાણીના જથ્થાના પ્રમાણ, દીશા, તેમાં ઓગળેલા ક્ષારની જાત આવા વીવીધ કારણોને લઈને જાતજાતના અને ભાતભાતના આકારો ગુફાની છત પર, તળીયે અને બાજુની દીવાલો પર ઉભરવા માંડે છે. આ પ્રક્રીયા પણ હજારો વરસ ચાલતી રહે છે.
જુઓ આવી ગુફાઓના જાતજાતના શણગાર.
ક્યાંક પર્વતના એક કોરાણે આવી ગુફા ખુલતી હોય છે. ક્યાંક એ સાવ છુપાયેલી હોય છે; અને આકસ્મીક જ માણસના ધ્યાન પર તે ચઢી શકે છે. ન્યુ મેક્સીકોની કાર્લ્સબાડ ગુફા, તેમાંથી બહાર ઉડીને આવતાં અસંખ્ય ચામાચીડીયાઓ એક ભરવાડ(કાઉ બોય)ના છોકરાની નજરે ચઢી જતાં શોધાઈ હતી. ટેક્સાસના જ્યોર્જ ટાઉન પાસેની ગુફા હાઈવે બનાવવાને આનુષંગીક, જમીન પરીક્ષણ માટેના બોર શારતાં મળી આવી હતી.
કાર્લ્સબાડ ગુફા, ન્યુ મેક્સીકો અંગે વીશેષ માહીતી
જ્યોર્જ ટાઉન, ટેક્સાસ નજીક આવેલી, ઈનર સ્પેસ ગુફા અંગે વીશેષ માહીતી









10 responses so far ↓
dhavalrajgeera // July 14, 2009 at 10:00 pm |
Next topic Mountains!!!
http://www.yogaeast.net
http://www.bpaindia.org
pragnaju // July 15, 2009 at 12:03 pm |
સુંદર માહિતીપૂર્ણ લેખથી વધુ સુંદર ફોટા
Chirag Patel // July 15, 2009 at 2:33 pm |
અદ્ભુત ! તરંગોનું શાસ્ત્ર કુદરતી રીતે સરજાતા આકારોને સમજવા માટે બહુ મદદગાર બને છે.
dave.jyotsna // July 15, 2009 at 2:34 pm |
very nice, suresh bhai ave saras nolej apo chho ? very thanks
Ramesh Patel // July 15, 2009 at 7:30 pm |
Thanks to share such wonderful information and photographs,
ramesh Patel(Aakashdeep)
RAMESH K. MEHTA // July 16, 2009 at 3:28 am |
SUPERB & WORTH SEEING.
Ullas Oza // July 16, 2009 at 1:57 pm |
સુંદર માહિતી સભર લેખ. વાંચીને આવી જગ્યાઍ જવાનુ મન થઈ જાય.
Dilip Gajjar // July 16, 2009 at 4:12 pm |
ખુબ આશ્ચર્યજનક લેખ અને માહિતિ અએમ થાય કે આવું ન જોયુ હોય તો જીવન નકામુ ગયું..તેવું ક્ષણભર પણ લાગે ખરું…વૃથા ગતં તસ્ય નરસ્ય જીવનમ….Aaja gufao me aaaaaa…
hemant doshi // July 17, 2009 at 10:28 pm |
we have seen aostin caves last year when we are in houstan with family for 3 mouth
thank you.
hemant doshi at mumbai.
nilam doshi // July 23, 2009 at 10:55 am |
ટેનેસીમાં જોયેલ ગુફાઓ યાદ આવી ગઇ. સુન્દર લેખ..
ઘણાં સમય પછી ….નેટવિશ્વમાં ફરી એકવાર પ્રવેશ આજે જ …