આઠ જ ચોપડી ભણેલાં સવિતાબેન;પણ એમનું દીલ .. સાગર જેવડું. કામ કરતી બેનોનાં ટાબરીયાંનેસાચવવા આંગણવાડી ચલાવે. એમને રમાડે,જમાડે, થોડું ઘણું શીક્ષણ પણ આપે. અનેકોઈ ધર્મ કે જાતીની આભડછેટ નહીં. રોજ એમની આંગણવાડીમાં નાનકડો અબ્દુલ પણ આવે.પણ એક દીવસ તે આવ્યો નહીં.બીજા દીવસે પણ ન આવ્યો. સવિતાબેનને ચીંતા પેઠી. શું થયું હશે?
લો ! શું થયું હશે તે અને એમના દરીયા જેવા દીલની શીતળતા માણો ...
લાખો સુફીયાણી વાતો, શાયરી કે ફીલસુફી કરતાં આવું એક જ કામ કરોડ દરજ્જે વધારે મહાન છે.
જામનગરના ડો.મૌલિક શાહનો સાદર આભાર - આવી માનવતાની મહેંક પ્રસારતી સત્યકથા વીશ્વગુર્જરીને ચરણે ભેટ ધરવા માટે…