વાર્તા – ૧
છેલ્લા કેટલાક દીવસથી વરસાદને કારણે ટ્રેલની હાલત ખરાબ થઈ ગઈ છે.
આથી આ રીઝર્વ પ્રવાસીઓ માટે બંધ છે.
ગેરકાયદે પ્રવેશ કરવા પર પ્રતીબંધ છે.
અમે ઓસ્ટીનથી બાર માઈલ કાર ચલાવીને, આશાભર્યા હેમીલ્ટન પુલ રીઝર્વ ખાતે પહોંચ્યા. રીઝર્વનો ઝાંપો બંધ હતો. તેની ઉપર ઉપરોક્ત નોટીસ લગાડેલી અમને વાચવા મળી.
અમારા ચહેરા તો દીવેલ પીધું હોય, તેવા થઈ ગયા.
‘હવે શું કરવું?’ તેની અસમંજસમાં અમે હતા; ત્યાં એક પતંગીયુ જાણે કે આ નોટીસ વાંચતું હોય તેમ, તેની ઉપર બેઠું અને અંદરની બાજુએ ઉડી ગયું.
થોડીક જ વારમાં એક પક્ષી આ નોટીસની એસી તેસી કરી, ઝાંપાની ઉપરથી અંદરની તરફ, બીન્ધાસ્ત ઉડી ગયું.
————————————
વાર્તા – ૨
અમે આ અવઢવને વીસારી, નીકળવાની તૈયારી કરતા હતા; એટલામાં એક વાનમાં એક દમ્પતી પણ ત્યાં આવી પહોંચ્યું.
એમણે પણ આ નોટીસ વાચી. તેમના ચહેરા પણ અમારા જેવા બની ગયા.
અમને થોડોક સંતોષ થયો.
————————-
અમે તો એ રીઝર્વ ન જોઈ શક્યા; પણ એના વીશે જાણવા અહીં ‘ ક્લીક’ કરો.

12 responses so far ↓
Dr. Chandravadan Mistry // October 30, 2009 at 6:56 pm |
A Notice of the Park being Closed….then your Obesravations/Thoughts narrated as a “short story “is nice..enjoyed it !
And then the “Click” & you take the Readers to the “info” on this Park….Thanks for the info !
Chandravadan ( chandrapukar)
Maheshchandra Naik // October 30, 2009 at 10:15 pm |
Thanks for Information of Park……
Dhiren Avashia // October 30, 2009 at 10:52 pm |
Congrats….Wonderful… Keep it up…..
pragnaju // October 31, 2009 at 4:09 am |
નોટીસ લગાડેલી…
બ્રહ્મ પણ નોટીસ બૉર્ડ જેવો છે .
તેના પર ક્યાં ભય છે તે જાણી શકાય પણ
તેનો દરેકે જાતે જ ઉપચાર કરવો પડે!
સમોહં સર્વ ભૂતેષુ=નોટીસ બૉર્ડ
છેલ્લા કેટલાક દીવસથી વરસાદને…
મને તો યાદ આવે—————–
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,.
એવું કાંઈ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો.
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ.
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ.
એવું કાંઈ નહીં !
-ભગવતીકુમાર શર્મા
મને આદિલ આ રચના …
કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !
રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !
કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !
એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.
લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં
વિચારો વરસાદમા અને પછી વરસાદ વિના કેવુ કેવુ થાય..?
————————-
જાતે વરસવું નથીને જે વરસે તેને આવવા દેવું નથી.
.અમને થોડોક સંતોષ થયો.
આ ખૉટો સંતોષ છે…
તેના કરતા પ્રકૃતિની મોજ માણો
Ramesh Patel // October 31, 2009 at 12:20 pm |
આવું પણ થાય
હાલીએ હોંશભેર ને દરવાજા બંધ થાય
કોઈને શોધતાં ખુદ ખોવાઈ જવાય
સમયની બલિહારી રાહબર મળી જાય
આવું તો ભાઈ કોક વાર થાય
વરસે વરસાદ ને આગ પણ બૂઝાય
અંદર જલે તો હૈયે મેઘ છલકાય
ગમતી વાતો હરખ ભેર વાગોળાય
આવું તો ભાઈ વારેવારે થાય
નાની વાતોને મોટી પણ થાય
ને મોટી વાતોને નાની પણ થાય
આવું સમજાય તમને મારા ભાઇ
સંતોષનાં સુખ સર્વ કોઠે ઉભરાય
આવું તો તમે ધારો તો જ થાય
રમેશ પટેલ(આકાશદીપ)
લેપટૉપ પર આવી કવિતા બની જાય…શ્રી સુરેશભાઈ
આવું પણ થાય
હાલીએ હોંશભેર ને દરવાજા બંધ થાય
કોઈને શોધતાં ખુદ ખોવાઈ જવાય
સમયની બલિહારી રાહબર મળી જાય
આવું તો ભાઈ કોક વાર થાય
વરસે વરસાદ ને આગ પણ બૂઝાય
અંદર જલે તો હૈયે મેઘ છલકાય
ગમતી વાતો હરખ ભેર વાગોળાય
આવું તો ભાઈ વારેવારે થાય
નાની વાતોને મોટી પણ થાય
ને મોટી વાતોને નાની પણ થાય
આવું સમજાય તમને મારા ભાઇ
સંતોષનાં સુખ સર્વ કોઠે ઉભરાય
આવું તો તમે ધારો તો જ થાય
રમેશ પટેલ(આકાશદીપ)
લેપટૉપ પર આવી કવિતા બની જાય…શ્રી સુરેશભાઈ
jagadishchristian // October 31, 2009 at 7:57 pm |
Very Nice Sureshbhai. I am sorry to say but I think some of your readers didn’t get it . This is not about rain at all.
તમારી બે લઘુકથાની બે ફળકથાઃ
વાર્તા-૧
પતંગિયાં અને પક્ષીઓ ખુશ થયાં કે હાશ આ માણસજાતથી છુટકારો મળ્યો. એકાદ બે દિવસ તો ઠીક ચાલ્યું પછી માણસજાતની ખોટ સાલવા લાગી. પતંગિયાએ કહ્યું હું મારા રંગથી એ નોટિસને રંગી નાખું પણ એનો રંગ ઓછો પડ્યો. પક્ષીએ કહ્યું હું ચરકી આવું પણ એય નોટિસને ઢાંકી ના શક્યું.
વાર્તા-૨
પતંગિયા અને પક્ષીઓએ બહાર એક કુટુંબ જોયું જે નિરાશ હતું. પતંગિયા અને પક્ષીઓ પણ નિરાશ થયા. બીજું કુટુંબ આવ્યું અને નિરાશ થયું. એ જોઈને પહેલું કુટુંબ ખુશ થયું.
Pradumn Dholakia // October 31, 2009 at 9:29 pm |
I am sorry, I can’t type in Gujarati , and I dislike unreadable Gujarati in Roman characters.
——————-
None have got what the author wants to convey.
Story -1
Limitations of city dwellers, seeking cozy fun. Birds etc. have no such limitations. barriers.
If man becomes free like bird/butterfly, he can overcome barriers.
e.g. explorers who tread on unknown tracks facing innumerable hazards.
——————–
Story -2
Human weakness – ailment of others gives a secret pleasure ! The author is frank to admit that he is not above this negative human trait.
Both give an excellent messages for us to carry home; without any sermonizing effort on the aort of the author.
Kudos to Suresh bhai for giving these excellent stories. Wish many more like this will be given by him – short, sweet and deep – coming out of day to day life – like his marvellous Avalokano , a new literature type in Gujarati literature.
સુરેશ જાની // October 31, 2009 at 9:32 pm |
પ્રદ્યુમ્નભાઈનો ખુબ ખુબ આભાર. મારા મનની વાત બહુ ખુબીથી જાણી ગયા.
અવલોકનો માટેના અભીપ્રાયે મારા અહમને સંતોષ્યો !!
Ramesh Patel // November 1, 2009 at 11:05 pm |
Shri Sureshbhai
Pl visit ..મેઘધનુષ- નીલા કડકિઆ, વાલકેશ્વર,મુંબઈ
Ramesh Patel(Aakashdeep)
સુરેશ // November 2, 2009 at 5:12 am |
પક્ષી ઉડ્યું , રમેશ ભાઈને કવિતા સ્ફુરી અને મેઘધનુષ પર સાત રંગે છવાઈ ..
ક્યાંથી ક્યાં બારી ખુલી? અને મુકત ગગનમા6 પક્ષીએ સ્વૈર વિહાર કર્યો?
આ કોમેન્ટ વાંચો …
http://shivshiva.wordpress.com/2009/11/01/po-yani-62/#comment-4922
arvindadalja // November 2, 2009 at 12:42 pm |
શ્રી સુરેશ ભાઈ
ભાઈ પ્રધ્યુમન ભાઈના પ્રતિભાવ સાથે હું સહમત છું આપે સિફતથી સામાન્ય માનવીની નબળાઈ છતી કરી આપ પણ તેનાથી પર નથી તેમ સ્વીકાર્યું પણ છે. ધન્યવાદ !
સ-સ્નેહ
અરવિંદ
Mukund Desai 'MADAD' // November 23, 2009 at 2:26 pm |
Nicely narreted