ગદ્યસુર

વાણીયાનો અવાજ – એક લઘુકથા

November 2, 2009 · 6 Comments

રમેશ અને નરેશ બપોરના જમવાના સમય વખતે સખત ભીડ અને ઘોંઘાટ વાળા રસ્તા પર ચાલી રહ્યા હતા. બન્ને રસ્તાની બાજુએ આવેલા એક નાનકડા બગીચા પાસેથી પસાર થયા.

રમેશે અચાનક કહ્યું .” મને વાણીયાનો અવાજ સંભળાય છે. “ ( વાણીયો – નાનું જીવડું – cricket)

નરેશ,” તને કાંઈ ભ્રમ થયો લાગે છે. આટલા ઘોંઘાટમાં એવા નાના જીવડાનો અવાજ શી રીતે સંભળાય?”

રમેશ, “ ચાલ આ બગીચામાં જઈ ખાતરી કરીએ.”

બન્ને બગીચામાં પ્રવેશ્યા અને આશ્ચર્ય વચ્ચે, ફુલના એક ઝાડની આજુબાજુ બે ત્રણ વાણીયા ઉડાઉડ કરતા દેખાયા.  નજીક હોવાને કારણે એમનો અવાજ પણ હવે બરાબર સંભળાયો.

નરેશ તો આ માની જ ન શક્યો. તે કહે, “ તને આ શી રીતે રસ્તા પરથી સંભળાયું?”

રમેશ,” આપણે કોઈ પણ અવાજની અપેક્ષા રાખતા હોઈએ તો તે જરુર સંભળાય જ.

નરેશ ,” ગપ્પાં ન માર. “

રમેશ ,” જો , સાબીત કરી બતાવું.”

તેણે ફુટપાથ પર એક આઠ આની ફેંકી, આગળ ચાલતા બે ત્રણ જણે તરત સીક્કાનો રણકાર સાંભળી પાછળ જોયું અને તેમની નજર રગડતા સીક્કા પર તરત ગઈ.

———————————

મુળ અંગ્રેજી પરથી

સાભાર – શ્રી, દીપક પરીખ

————————

આ વાત સાચી છે કે, નહીં તે ખબર નથી. પણ વીચાર જરુર સાચો લાગે છે. આપણને જે મનગમતું હોય તે જ આપણે સાંભળી કે સમજી શકીએ છીએ. બાકીનું બે કાનની આરપાર નીકળી જતું હોતું નથી?

Categories: અનુવાદ · લઘુકથા · સુરેશ જાની
Tagged:

6 responses so far ↓

  • Chirag // November 2, 2009 at 11:10 am | Reply

    True. We hear what we want to listen to. As a trivia, Crickets can help you guess the temperature. Just count the number of chirps in 15 seconds and add 37 to the number. This will help you guess the approximate temperature of your area!

  • foryouworld // November 2, 2009 at 10:35 pm | Reply

    http://foryouworld.wordpress.com/

  • arvindadalja // November 4, 2009 at 4:14 am | Reply

    તદન સાચી વાત ! જે સાંભળવું હોય તે જ સાંભળતા રહે છે લોકો ! કહેવાતા ધ્યાન બહેરા પણ પોતાને ગમતી વાતો તુરત જ સાંભળી લે છે ક્યારે ક તેમની ટીકા કરી જોજો ! તુરત પ્રતિક્રિયા સાંભળવા મળશે !

  • pragnaju // November 11, 2009 at 5:26 am | Reply

    અનુભવની વાત
    બહેરાસની તપાસ પૂરી કરી
    ડો મારું નિદાન કહે
    “મતલબી બહેરાશ્”
    તે કદાચ આવી જ હશે?????

  • સુરેશ જાની // November 11, 2009 at 7:36 am | Reply

    મારી ઈવડી એ મને એટલે જ સંબોધન કરે છે ,
    “તમે સાંભળો છો?!”

  • Pinki // November 11, 2009 at 12:16 pm | Reply

    ગતકબહેરું … !!

    v.true…. !!

Leave a Comment