ગદ્યસુર

ભાગાકાર – એક લઘુકથા

November 8, 2009 · 17 Comments

દસ વર્ષના જયના ક્લાસમાં હવે ભાગાકાર શીખવાડે છે. સાંજે દાદા સાથે હોમવર્ક કરતાં જયે કહ્યું, “ મને ભાગાકાર નથી ગમતા.”

જયના સુઈ ગયા પછી, દાદા પોતાની મીલ્કતનું વીલ બનાવવા બેઠા અને મનમાં બોલ્યા,” મને ભાગ પાડવા નથી ગમતા.”

Categories: લઘુકથા · સુરેશ જાની
Tagged:

17 responses so far ↓

  • arvindadalja // November 8, 2009 at 12:13 pm | Reply

    ભાગ પાડવા એ ભાગાકારની જ એક રીત છે અને તેમાં દાદા અને પોત્રોના વિચારો અદ્ભુત સામ્ય ધરાવે છે તેમ છતાં બંને એ ભાગ અને ભાગાકાર પાડવા/શીખવા જ રહ્યા કદાચ મોટા થયા બાદ પોત્રાને પણ આ ક્રિયા કરવાની આવી પડે ! ટુંકા શબ્દોમાં મોટી વાત કરી દીધી સુરેશભાઈ આપે ધન્યવાદ !

    સ-સ્નેહ
    અરવિંદ

  • dhavalrajgeera // November 8, 2009 at 12:38 pm | Reply

    જીવની શરુઆત ગુણાકારથી થાય છે ને મ્રુત્યુબાદ પિડ્દાન ભાગાકારથી કરવામા આવે છે.

    ભાગાકાર મા વિદાય છે જે કોઈને ગમે ના પણ સ્વિકારવી જ રહી.

    રાજેન્દ્ર ત્રિવેદી.

  • Harnish Jani // November 9, 2009 at 12:59 pm | Reply

    Wah Wah-Bahu Sunder.

  • Ramesh Patel // November 9, 2009 at 1:55 pm | Reply

    જીવન ઍટલે સરવાળા,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર.

    આપે બાળ વિચારના હાર્દને સાચા અર્થમાં ઘૂંટ્યો.

    ભાગાકાર.

    સહજ રીતે શીશુ બોલે, ના ગમતા મને ભાગાકાર

    દાદા મૂંઝાય,તારા મારાના વાણા કેમ ગૂંથું સંસાર

    તણખે તણખા ભેગા કરી બાંધ્યો સુંદર માળ

    કલબલાટ સંગ માણ્યું ઘરને ઊંચા ઊંચા અંતરાળ

    ભાવે ભીંજાયા , હૂંફે સજાયા લઈ રેશમીયા રુમાલ

    સજ્યા સમયે ,મીઠા મદમાતા દઈ વસંતના વહાલ

    ભાગ્ય સૌ સૌના લાવ્યા,વ્યવહારે બાપ મતિ મૂંઝાય

    અંતરના આર્શીવાદ સરે ને અક્ષે આંસુડાં હરખાય

    ગૂંચવે ગુણાકાર ને ભાગાકારે જીંદગી દિસે દુર્બળ

    ગમે સરળ જીંદગી, ખળખળ વહેતી નીત નિર્મળ

    નથી સઘળું આપણું , ના રહેતું સાથ સદા કાળ

    ભોગવ્યું એજ તમારું , એજ સત્ય નમી ને ભાળ

    રમેશ પટેલ(આકાશદીપ)

  • Patel Popatbhai // November 9, 2009 at 9:42 pm | Reply

    Jani Saheb

    Tamari char lainman dvara Sri Ramesh bhai ae vachakne aek navi KAVITA api ane sri Rajendrbhai ae jivanni HAKIKAT batavi.

  • Vipin // November 9, 2009 at 10:18 pm | Reply

    The child is innocent. Arithmetical procedure bothers him. Whereas the old man has yet to give up attachment to his OWN something.

  • પ્રવિણ કે.શ્રીમાળી // November 9, 2009 at 11:49 pm | Reply

    દાદા,
    ખુબ જ સુંદર લઘુકથા લખી છે. ટૂંકીને ટચ પણ દિલને ટચ કરી જતી લઘુકથા. જિંદગી એક ગણિત જ છે. નાનપણ ના શિક્ષણ-ભણતર થી લઈને લગ્ન સુધી સરવાળા, સંતાન પ્રાપ્તિ અને ભૌતિક સુખોની પ્રાપ્તિ ગુણાકાર, પગભેર થઈને સંતાનો પોતાના સંસાર સાથે જૂદાં રહેવાં જાય તેને બાદબાકી અને પછી સંતાનો તમારી મિલ્કતમાં ભાગ માંગે એટલે ભાગાકાર. આવું સાહિત્ય સર્જન કરતાં રહો…લખતાં રહો…

  • સુરેશ જાની // November 10, 2009 at 12:56 am | Reply

    વિપીન ભાઈ
    સાવ સાચી વાત. બાળકના ગમા અણગમા કુદરતી અને નિર્દોષ હોય છે.
    જમાનાના ખાધેલ આ દાદાનો સમ્મોહ અકુદરતી છે. પક્ષીઓ, જાનવરોમાં માવતર અને ફરજંદ વચ્ચે અમુક સમય બાદ, કુદરતી રીતે ભાવ રહેતો નથી.
    માણસમાં મનના કારણે અકુદરતી મમત્વ અને એને આનુષંગિક વ્યથાઓ પ્રવેશી જાય છે.
    આ વાત આકસ્મિક જ ઊગી નિકળી.
    સૌને આ વાર્તા ગમી ; તે મારો આનંદ.
    રમેશ ભાઈને તો સો સલામ

  • Arpan Bhatt // November 10, 2009 at 2:29 am | Reply

    Kshamaa chahu chhu pan Hun aapni tathaa vipinbhai naa abhipray saathe sammaat nathi, karanke Dadaji ne bhag padvaa nathi gamtaa tema temnu mamatva nahi pan kutumb pratyee no shubh bhaav rahelo chhe ke sau santan bhaglavadi naa bane.
    Astu………

  • Ullas Oza // November 10, 2009 at 2:52 am | Reply

    પ્રિય સુરેશભાઈ, થોડા શબ્દોમા તમે ઘણુ કહી દીધુ.
    રમેશભાઈઍ પણ સુંદર કવિતા આપી. બંનેને ધન્યવાદ.
    જિંદગીમા દરેક માણસે જીવનપથ પર સમજૂતી કરવી પડે છે.
    નાપસંદ વસ્તુને પણ પચાવવી પડે છે. આજ જીવનની વાસ્તવિકતા છે.
    સ ગુ બા ભા ને સ્વીકારવુ રહ્યુ.

  • સુરેશ જાની // November 10, 2009 at 8:34 am | Reply

    અર્પણભાઈ
    તમારી વાત દાદાના મનોભાવને બરાબર સમજાવે છે ;
    પણ .. કડવી વાસ્તવિકતા એ છે કે, સંતાનો એક સાથે રહી શકવાના નથી જ.
    જેમ જયને ભાગાકાર કરવો અઘરો લાગે છે , તેમ દાદાને ‘ભાગ પાડવા પડશે’ તે વાસ્તવિકતા કડવી લાગે છે.

    પણ એ તો જીવનની નિયતિ નથી વારુ?

    જેમ અભ્યાસથી ભાગાકાર કરવા પણ સરળ બની શકે છે; તેમ વિચારોથી પર થઈએ તો કોઈ પણ નિયતિને, કોઈ પણ વાસ્તવિકતાને સરળતાથી દાદા આત્મસાત કરી શકે .
    આ ગર્ભિત ભાવ છે.

  • Chirag // November 10, 2009 at 5:00 pm | Reply

    કડવા લીમડાની ડાળને એક મીઠી છાંયની ઝંખના…

  • Vipin // November 10, 2009 at 9:02 pm | Reply

    Dhirubhai Ambani could have decided how to distribute his self-made wealth after his departure. But he could not. We now see what is going on. Sureshbhai rightly says one has to be ready for all eventualities.

    Probability factor for a peaceful end is high when gradual detachment from ALL is aimed after fulfilling various responsibilities.

  • chandravadan // November 11, 2009 at 10:08 am | Reply

    Late…but nice thought conveyed ! Read so many comments that followed & interesting to note the thoughts of OTHERS ,,,,Enjoy!
    http://www.chandrapukar.wordpress.com
    DR. CHANDRAVADAN MISTRY

  • Capt. Narendra // November 11, 2009 at 4:14 pm | Reply

    લઘુકથામાં દીર્ઘતાનું દર્શન કરાવીને ખુશ કરી દીધા! ભાગાકાર અને વીલમાંના ભાગ તો ભૌતિક થયા, પણ between the lines તમે એક વાત કહી તે મનમાં છવાઇ ગઇ: સ્નેહનો ભાગાકાર, વહેંચણી તો કદી થાય જ નહિ. એ તો આપનાર અને લેનાર દરમિયાન વધતો જ જાય છે. હિસાબ કદી પૂરો થતો થતો નથી અને જે શેષ બચે છે એ તો ચિરસ્મરણીય થઇ જાય છે. સરસ. દીર્ઘ સારની લઘુકથા ઘણી ગમી.

  • pragnaju // November 11, 2009 at 5:50 pm | Reply

    વારસામાં કોઈ મીલ્કત મળવાની હોય તો તેમાં સામે પક્ષે વીલ બદલાઈ જાય ને તમને કશું મળે નહીં!અથવા વીલ ન થયું હોય તો તેના કારણે વારસાઈના ઝઘડા થાય !!
    જલદી કરો
    એક તો શરાબ થોડો છે,
    અને ગળતો જા …ે
    ભાગાકાર અંગે યાદ
    હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
    છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…
    જો સાચવીને બેસું, બેસું ખાલી હાથ,
    જો બેસું વાપરવા, કદી ખૂટતો નથી.
    શૂન્યથી ભાગીએ તો અનંત ઉત્તર આવે પણ અમેરિકામા એબસર્ડ્ ગણે!
    બાકી આધ્યાગ્ત્મિક ગ્રથોનો સાર-જીવનને ૦ અહ્ંકારથી ભાગવું…..

  • neetakotecha // November 11, 2009 at 8:06 pm | Reply

    wahhhhhhhhh
    shu vat kahi che..
    hraday ne sparshi gai..

Leave a Comment