સુશીલા માંદી પડી. સવારની ચા અને નાસ્તો નરેશને બનાવવો પડ્યો. બાબલાએ નાસ્તો કરતાં દુધ ઢોળ્યું. નરેશે બડબડતાં બાબલાને એક ઠોકી દીધી અને પોતું કરી, રસોડાના ખુણામાં પોતું ઉશેટી દીધું. ગઈ કાલની વધેલી ખીચડી વઘારી , એને જ લન્ચ માટે પેક કરી; બાબલાને નીશાળે ઉતારી, કડવા મને નરેશ ઓફીસ ગયો.
…
સાંજે ઓફીસેથી પાછાં આવી, ખાવાનું બનાવવાની તરખડ કરવાને બદલે બાબલાને લઈ, હોટલમાં જમી આવ્યો. સાથે સુશીલા માટે સુપ પણ લેતો આવ્યો.
ભીનું, વાસ મારતું, પોતું હજુ ખુણામાં ડુસકાં ખાતું પડ્યું હતું. થોડીક કીડીઓ પણ એની ઉપર સળવળાટ કરતી આનંદમાં મ્હાલતી હતી.
—
બીજા દીવસે સુશીલાનો તાવ ઉતરી ગયો. રસોડામાં જઈ ચા બનાવતાં પહેલાં તેણે સીન્કમાં પોતું ધોઈ, નીચોવી, બાલ્કનીની પાળી પર સુકવી દીધું.
–
નરેશના ઓફીસ જવાના સમયે કડકડતું પોતું સુર્યના તડકામાં ઉંડો વીચાર કરતું હતું.
****
વાચકોને એક પ્રશ્ન-
29 responses so far ↓
sunil shah // November 13, 2009 at 9:09 am |
લઘુકથા ગમી ગઈ..
તમારો પ્રશ્ન વિચાર માંગી લે તેવો છે.
કદાચ પોતું એમ વિચારતું હશે..‘ સ્ત્રીઓના કામ આ પુરૂષો ન જ કરી શકે…!’
Rajni Gohil // November 13, 2009 at 9:58 am |
પોતું વિચારતું હશે કે એક દિવસ તો કીડીઓના આનંમાં તે ભાગીદાર બની શક્યુ! Positive Thinking.
કાસીમ અબ્બાસ // November 13, 2009 at 11:04 am |
પોતું વિચારતું હતું કે “પોત પોતાનું કામ પોત પોતાને જ શોભે.”
કાસીમ અબ્બાસ
Chirag // November 13, 2009 at 11:09 am |
સીદીભાઈને સીદકાં વ્હાલા!!!
મજાકને બાજુ પર મુકી દઈએ તો એ વીચારતું હશે કે “મને એકદી’ માટે થોડુંક તો વ્હાલ કરી દેવું હતું, ભલા માણસ…”
hardeep pathak // November 13, 2009 at 11:26 am |
potu vichartu hatu ke, saru thayu ke sushila saji thayi gayi. bhagwan fari ene mandi na pade jethi hu aaj na jevuj fresh rahi shaku.
pragnaju // November 13, 2009 at 11:38 am |
પોતું શો વીચાર કરતું હતું?
રસોડાનું પોતું પણ જાણતું હતું કે એક તો માંદુ છે અને મારી અગત્યતા તથા રસોડા અંગે આટલો પણ ખ્યાલ નથી!ઘરના સભ્યોની તંદુરસ્તીનો આધાર રસોડા પર નિર્ભર હોય છે એટલા માટે રસોડામાં સફાઈનો ખાસ ખ્યાલ રાખવામાં આવે તે ઈચ્છનીય છે. સફાઈ કરવામાં સુવિધા રહે તે માટે સિન્કની નીચેના ભાગમાં બે ખાના બનાવવા જોઈએ. આમ પણ સિન્કની નીચેનો ભાગ ભીનો અને ભેજવાળો રહેતો હોય છે. મોટા ભાગે આપણે ગંદા વાસણોને સિન્કમાં મૂકતા હોઈએ છીએ. હાથ ધોવામાં પણ સિન્કના નળનો ઉપયોગ વારંવાર કરવાથી તે ભીનો રહે છે એટલા માટે સ્ટીલની બોડી ધરાવતું અને ઊંડુ હોય તેવું સિન્ક પસંદ કરવું જોઈએ જેથી તેમાં વધારે વાસણો રહી શકે.
જો વાસણ તરત ઘસવાના ના હોય તો સિન્કમાં પડેલાં વાસણો ગંદા લાગશે. સિન્કની નીચેના ખાનામાં જાળીવાળું બાસ્કેટ મૂકી રાખી તેમાં વાસણો ભરવાની આદત રાખવી જોઈએ. સિન્કના નીચેના ખાનામાં સાબુ, ડિટર્જન્ટ, સ્ક્રબ્સ, કચરાપેટી, સાવરણી, પોતું વગેરે રાખશો. જેથી રસોડામાં ગંદકી થાય તો તરત જ તેને સાફ કરી શકાય.
હાં પણ અહીં તો અંગ્રેજીમા ખાસ કહેવું પડે!
Reduce the risk: Clean your kitchen counters and sink with an antibacterial product after preparing or cleansing food, especially raw fruits and vegetables, which carry lots of potential pathogens like salmonella, campylobacter and E. coli. Wash your hands as well with warm, soapy water for 20 seconds (long enough to sing “Happy Birthday”). Sanitize sponges by running them through the dishwasher’s drying cycle, which will kill 99.9 percent of bacteria on them. As for the sink, clean it twice a week with a solution of one tablespoon of chlorine bleach and one quart of water. Scrub the basin, the pour solution down the drain.
NARENDRA JAGTAP // November 13, 2009 at 11:43 am |
પોતું એમ વિચારી ને બબડે છે કે દૂધ ઢોળ્યુ તો બાબલાએ,દૂધ લુસી ને મને ફંગોળ્યુ કેમ ? અને મને ધોયુ નહી એટલે કીડીઓ તો મને ખાઇ ગઇ ..એતો ઠીક પણ છેક બીજા દીવસે સુશીલાએ મને ગુસ્સામાં સીંક મા ધોયું..પછાડી..પછાડીને..અને ગરમ લાય બાલ્કની ની પાળ પર મને તડ્કે સુકવ્યુ હજી પણ મારી ચામડી તરડાય છે …હું આટ્લુ ઉપયોગી છતાં મારી આ વલે ? માણસ જાત કેમ આવી ??
Ullas Oza // November 13, 2009 at 11:55 am |
સુઘડતા કોને નથી ગમતી ? ઍક પોતુ, જે સફાઈનુ કામ કરે છે તેને પોતાને પણ સાફ રહેવુ છે.
પોતુ પણ કહે છે, જે તમને સફાઈમા મદદ કરે છે તેનુ થોડુ તો ધ્યાન રાખો !!
Vinod Patel // November 13, 2009 at 12:16 pm |
Naresh was angry and poor potu became victim of his anger.Potu must be thinking from the corner of the kitchen that anger spreads dirty smell in house like me.
Sureshbhai, what is your answer and which answer of the reader you liked most?
Ramesh Patel // November 13, 2009 at 12:47 pm |
to adjust when daily routine is changed,
is also not so smoother.If mentally prepared
,it helps a lot.
Ramesh Patel(Aakashdeep)
dave.jyotsna // November 13, 2009 at 1:32 pm |
vah suresh bhai nice lagu varta.
Vipn // November 13, 2009 at 2:56 pm |
Potu was thinking:
Sushila is really my beloved Sakhi. I was sick together with her . And now, both of us are normal. Oh God, thank you.
Dhwani Trivedi // November 13, 2009 at 5:10 pm |
Potu was thinking –
All my life I thought my job was so low and I was treated so badly. I had to be the cleaner after everyone’s mess, then get cleaned and hung for another day’s hard work. But then Sushila fell sick. All this time I never realized what I meant to her and how much she took care of me. Thank you Naresh for letting me see a bad day because now I appreciate Sushila so much more. Thank you Sushila for making me worthy of the task of keeping your family clean and healthy. Thank you for taking care of me by always keeping me clean and letting me sunbathe everyday. I never would have realized how great of a life I have laid out for me if this incident didn’t happen with me.
neetakotecha // November 13, 2009 at 8:29 pm |
e prarthana kartu hashe he prabhu aaaj pachi naresh jeva koi purush na hath ma amari nat ma thi koine na javu pade…
Dr. Chandravadan Mistry // November 13, 2009 at 9:53 pm |
Potu vichare ke……
Gharni-malkin je mane premthi rakhe Chhe tem aa Ghrana-malik (Saheb) kyaare mane prem karashe?…..Aavo vichaar hoy shake !….pan jyaare potue Gulamija sahan kari hoy tyaare eni vichaardhaara ja bandh thai gai hoy…To potu kaai pana vichaar karya vagar sui jashe ke nindare swapanamaa hoy shake !
This is my IMAGINATION only…as I am NOT that POTU!>>>Chandravadan.
http://www.chandrapukar.wordpress.com
DR. CHANDRAVADAN MISTRY
Bhajman Nanavaty // November 14, 2009 at 1:09 am |
દુનિયામાં સહુ પોતાનો વિચાર કરવામાંથી ઊંચા આવે તો “પોતાં”નો વિચાર કરેને ?
પણ તમારો આગ્રહ છે તો — “પોતાં”નો વિચાર કલ્પીએ.
“નરેશના મનમાં મારી અને સુશીલાની સરખી જ કિંમત છે.બન્નેનું સ્થાન એક જ છે-ખૂણો.”
અરવિંદ // November 14, 2009 at 3:24 am |
શ્રી સુરેશભાઈ
પોતાએ વિચાર્યું કે સારું થયું સુશીલા ગૃહિણી બીજે જ દિવસે સારી થઈ ગઈ નહિતો આ પુરૂષ જાતનો ભરો સો નહિ ક્યાંક શોગ લાવવાનું વિચારશે તો એતો મને અને સુશીલાને પણ પડતા મૂકી રોજે રોજ નવું પોતું અને નવી સુશી-………….. લાવી જલસા કરશે અને અમે બંને ખૂણામાં પડ્યા રહેશું. ચાલો ઈશ્વરે અમારા બંનેની પ્રાર્થના સાંભળી અને બચી ગયા નહિ તો હું ( પોતું ) તો અવશ્ય દેશ નિકાલ થઈ જાત ! અર્થાત બહાર ગારબેચ-કચરા-ભેગું કરી દેત !
સ-સ્નેહ
અરવિદ
Dr. Rajesh Parikh // November 14, 2009 at 7:14 am |
I have read such short story with interest and follow up comments first time. I enjoyed the both and making people to think on such subjects. An unusal and novel thoughts were observed and read. Now I am on the start to think how useful this excercise is? At least to keep the mind active and alzeimer away.
Congratulations for such hobby for an engineer!
Capt. Narendra // November 14, 2009 at 8:28 am |
પોતું વિચારતું હતું, “બીજું પોતું કોણ ધોશે?”
nilsm doshi // November 14, 2009 at 11:38 am |
but what is dada thinking abt potu ? i am intersted to know that..
સુરેશ જાની // November 14, 2009 at 1:27 pm |
Wait for a day !!
પોતું – એક વિશ્લેષણ « ગદ્યસુર // November 15, 2009 at 2:39 am |
[...] November 15, 2009 · Leave a Comment ‘પોતું’ અને તેની ઊપર વાચકોના પ્રતિ… [...]
Arpan Bhatt // November 15, 2009 at 3:37 am |
potu vichaartu hashe ke kala maathaa naa manavi ne samjavavoo ae kharekhar lodhanaa chanaa chawavaa jevu kaam chhe.
aastuuu………………
પ્રવિણ કે.શ્રીમાળી // November 15, 2009 at 4:01 am |
‘પોતું’ એ જ વિચારતું હશે કે હું સફાઈ કરવાનું કામ કરું છું, અને તે સફાઈ થઈ જતાં ગંદુ થાવ, ત્યારે સ્ત્રીઓ તેણી પણ સફાઈ કરે. પરંતુ એક દિવસ માટે તે પુરૂષના હાથમાં જતાં પુરૂષ તેનું કામ પતી જતાં તેને કચરાની જેમ એકતરફ ધકેલી દઈને તેની તરફ દુર્લક્ષ સેવે છે. સફાઈ કરનાર ‘પોતું’ ની સફાઈ થતી નથી, છેવટે સ્ત્રીના હાથમાં બીજા દિવસે આવતાં તેની સફાઈ કરે, તેથી સ્ત્રીની ઘરના કામમાં જે ચીવટ છે, દેખરેખ છે તે અહીં ઉજાગર થતી દેખાય છે. અને સફાઈ જેનાથી કરી તેની સફાઈ પણ કરવી જોઈએ નહીં તો તે સફાઈ શું કામની? જયાં વાસ મારતું ‘પોતું’ પડયું હોય તેટલો ભાગ તો ગંદો જ કહેવાય ને?!
Patel Popatbhai // November 15, 2009 at 5:53 am |
Sri Jani Saheb
I read.
MANAV PATEL // November 15, 2009 at 10:57 am |
I M AGREE WITH Mr. NAREDRA JAGTAP , GOOD THINKING .
MANAV
Maheshchandra Naik // November 19, 2009 at 6:24 pm |
POTUNI PAN EK DUNIYA HOY CHE!!!!!!!!!!!!!Thanks, Shri Sureshbhai,
siddharth j tripathi // November 20, 2009 at 2:22 am |
potu vichar tu hashe kash hun Nareshbhai nu man pan swachha kari shakatu hot to? ghar ni saghali javabdari matra sushilanij chhe ? naa ,roj ghar na tamam kam sathe sahuna swasthya ni pan sushila kalji le chhe tem aavi padel mushkeli ma nareshbhai ni pan faraj etalij bani rahe chhe.
pravin // November 22, 2009 at 5:54 am |
potu vicharatu hase kyare Dadaji mane joi ne mara vishe laghu katha lakhe…